Saturday, October 19, 2024
More
    હોમપેજરાજકારણચૂંટણી પહેલાં મહાવિકાસ આઘાડીમાં ડખા: સીટ શેરિંગને લઈને ઉદ્ધવ સેનાને સ્થાનિક કોંગ્રેસ...

    ચૂંટણી પહેલાં મહાવિકાસ આઘાડીમાં ડખા: સીટ શેરિંગને લઈને ઉદ્ધવ સેનાને સ્થાનિક કોંગ્રેસ નેતૃત્વ પર વિશ્વાસ નહીં, સંજય રાઉત-નાના પાટોલે સામસામે

    શુક્રવારે શિવસેનાના (UBT) નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે સાથી પક્ષો માત્ર 200 બેઠકો પર જ સમજૂતી કરી શક્યા છે. નાના પટોલેનું નામ લીધા વિના, તેમણે તેમના પર કટાક્ષ કરતા કહ્યું કે "મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ નિર્ણયો લેવા માટે સક્ષમ નથી."

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓના (Maharashtra Assembly Elections) બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે અને રાજકીય પાર્ટીઓએ એ કામ આરંભી દીધું છે, જે ચૂંટણી ટાણે તેમના માટે માથાનો દુઃખાવો બની રહે છે. ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેંચણી. ભાજપની આગેવાનીવાળી મહાયુતિમાં તો બહુ કાંઈ સાંભળવા નથી મળી રહ્યું, પણ મહાવિકાસ આઘાડીમાં રમખાણ મચી ગયું છે અને નેતાઓ હવે જાહેરમાં બાખડી રહ્યા છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે (Sanjay Raut) શરૂ કરેલા વિવાદ બાદ હવે ક્ષેત્રીય કોંગ્રેસી નેતૃત્વના નાના પાટોલેએ (Nana Patole) પણ હવે બેઠકો પર ચર્ચા નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ વાત સંજય રાઉતના સીધા રાહુલ ગાંધી પાસે જવાની વાત કર્યા બાદ કહી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારે (18 ઑક્ટોબર, 2024) વિપક્ષના મહાવિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનના સૂત્રોને ટાંકીને અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટોમાંથી 260 સીટો પર સહમતિ બની ચૂકી છે. આ ગઠબંધનમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના અને શરદ પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ થાય છે. જોકે, શુક્રવારે શિવસેનાના (UBT) નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે સાથી પક્ષો માત્ર 200 બેઠકો પર જ સમજૂતી કરી શક્યા છે. નાના પટોલેનું નામ લીધા વિના તેમણે તેમના પર કટાક્ષ કરતાં કહ્યું કે “મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ નિર્ણયો લેવા માટે સક્ષમ નથી.” રાઉતે તેમ પણ કહ્યું કે તેમણે કોંગ્રેસના મહાસચિવો કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને પાર્ટીના મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલા સાથે વાત કરી છે અને તે પછીના દિવસે તેઓ સીધા રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે.

    રાઉતે કહ્યું હતું કે, “નિર્ણય વહેલી તકે લઈ લેવો જોઈએ. બહુ ઓછો સમય બચ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ નિર્ણયો લઈ શકતા નથી. તેમને વારંવાર યાદી દિલ્હી મોકલવી પડે છે અને પછી ચર્ચા થાય છે. સીટ શેરિંગ પર નિર્ણય વહેલી તકે લેવાની જરૂર છે.” ચર્ચાઓ ચાલી રહી છે કે શિવસેના (UBT) અને કોંગ્રેસ વચ્ચે મતભેદો એટલા માટે ઉભા થયા છે, કારણ કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી વિદર્ભ ક્ષેત્રમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવા માગે છે, જ્યારે નાના પાટોલે તેના માટે તૈયાર નથી.

    - Advertisement -

    નાના પાટોલેનો સંજય રાઉતને જવાબ, બીજા નેતાઓનો ઢાંકપિછોડો

    શુક્રવારે જ એક પત્રકાર પરિષદમાં પાટોલેએ સાથી પક્ષ શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતની ટીકા કરી હતી. રાઉતની ટિપ્પણી અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું, “જો સંજય રાઉત તેમની પાર્ટીના નેતૃત્વ (ઉદ્ધવ ઠાકરે)ની અવગણના કરી રહ્યા હોય, તો તે તેમનો મુદ્દો છે.” આ પત્રકાર પરિષદમાં હાજર રહેલા શિવસેનાના નેતા અનિલ દેસાઇ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે વાત વધુ ન વણસે તે માટે પાટોલેને શાંત પાડવાનો અને ચર્ચાને મહાવિકાસ આઘાડી એક છે તેવું દેખાડવા પ્રયાસ કર્યો. દેસાઈએ આ વિવાદને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગઠબંધનમાં કોઈ મોટા કે ખાસ મતભેદો નથી.

    જોકે, નેતાઓની ખટપટે મહાવિકાસ આઘાડી અંદર વધી રહેલા તણાવને ઉઘાડો પડ્યો છે. એક તરફ પહેલેથી જ ગઠબંધન બેઠકોની વહેંચણી માટે સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે બે નેતાઓના સામસામે આવી જવાથી ભડકામાં ઘાસલેટ છાંટ્યા જેવું થયું છે. પહેલેથી જ નબળા પડી ગયેલા આ ગઠબંધન સામે સીટ શેરિંગ વધુ મુશ્કેલી સર્જી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં