અટારી બોર્ડરે ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનું કાવતરું એસએફજે દ્વારા કરવામાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ઈન્ટેલિજન્સ બ્યુરો પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસને લઈને એલર્ટ પર છે. તાજેતરમાં જ કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક શંકાસ્પદ વીડિયો સામે આવ્યો છે જેમાં બુરખો પહેરેલી એક મહિલા કહી રહી છે કે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસને કાશ્મીરી અલગતાવાદીઓને સંપૂર્ણ સમર્થન છે, ને આ મહિલા અટારી બોર્ડરે ખાલિસ્તાની ઝંડોફરકાવવાનું એલાન કરતી જોવા મળે છે.
વીડિયોમાં બુરખો પહેરેલી મહિલા ઘોષણા કરતી જોવા મળે છે કે, “ગુરુઓની પવિત્ર ભૂમિ પર ‘કિલર’ ત્રિરંગો ફરકાવવાની મંજૂરી આપી શકાય નહીં.” તે ઉમેરે છે કે, “અટારી અમૃતસર ગુરુઓની ભૂમિ છે, પરંતુ ભારતનો ખૂની ત્રિરંગો ધ્વજ ત્યાં લહેરાતો રહે છે. શીખ ભૂમિ પર ભારતના કબજાનું આ 75મું વર્ષ છે. અમારો ઉદ્દેશ્ય ત્રિરંગાને બદલે અટારી બોર્ડર પર ખાલિસ્તાનનો ધ્વજ લહેરાવવાનો છે. આ એક નિર્ણાયક સમય છે. અમે કાશ્મીરી મુજાહિદ્દીન ખાલિસ્તાનની લડાઈમાં દરેક પગલા પર અમારા શીખ ભાઈ-બહેનોની સાથે છીએ. અલ્લાહ હુ અકબર.”
47-સેકન્ડનો આ નાનો વીડિયોમાં 26 જાન્યુઆરી, 2021ની હિંસા દરમિયાન લાલ કિલ્લા પર લહેરાવવામાં આવેલ પીળો ધ્વજ પણ દેખાઈ રહ્યો છે. એક ક્લિપ પણ છે જેમાં ગોળીઓથી ત્રિરંગાને વિંધવામાં આવ્યો છે.
દરમિયાન, IB સૂત્રોએ OpIndiaને જણાવ્યું હતું કે તેઓ તેના સ્ત્રોતને સમજવા અને વિડિયોમાં રહેલી મહિલાની ઓળખની ખાતરી કરવા માટે ફૂટેજનું વિશ્લેષણ કરી રહ્યા છે. IBએ કહ્યું કે SFJ અટારી બોર્ડર પર લહેરાતા સૌથી ઊંચા ત્રિરંગાની જગ્યાએ ખાલિસ્તાન ધ્વજ ફરકાવવાની યોજના બનાવી રહી છે.
SFJ એ કથિત રીતે ભારત સરકારને અટારી બોર્ડર પર સૌથી ઊંચા ત્રિરંગાને ખાલિસ્તાની ધ્વજ સાથે બદલવા માટે ‘પડકાર’ આપ્યો છે. જ્યારે ‘ખાલિસ્તાન લોકમત’ વિશે SFJના ગુરપતવંત સિંહ પન્નૂની અન્ય જાહેરાતમાં, તેમણે કહ્યું છે કે તેઓ પંજાબમાં ખાલિસ્તાન લોકમત યોજાશે ત્યારે 15 ઓગસ્ટથી 26 જાન્યુઆરી સુધી ‘ઘર ઘર ખાલિસ્તાન’ અભિયાન શરૂ કરશે.
وجه زعيم SFJ دعوة إلى شعب البنجاب الهندي لرفع شعار: “كل بيت خالستان”
— Muhammad Asif Mughal (@BilalAsifMughal) August 9, 2022
🛑 بدأت المعركة النهائية لاستفتاء خالستان
اختر جانبك خالستان أو الهند؟#خالستان #الهند#Khalistan #India pic.twitter.com/KZFWMFsjrW
અહી ઉલ્લેખનીય છે કે SFJનો એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં SFJના પન્નૂન પણ એવો જ દાવો કરતા દેખાઈ રહ્યા છે કે તિરંગો સળગાવવામાં આવશે અને પંજાબના દરેક ઘરમાં ખાલિસ્તાનનો ઝંડો ફરકાવશે.
નોંધપાત્ર વાત એ છે કે, SFJ એ અગાઉ પણ ભારતના મોટા સ્થાપનો પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવનાર વ્યક્તિ માટે રોકડ ઈનામની જાહેરાત કરી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં પણ તેણે શિયાળુ સત્રના પહેલા દિવસે ભારતીય સંસદમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવનારને 125,000 ડૉલર આપવાની જાહેરાત કરી હતી.
તે જ સમયે, આ મહિનાની શરૂઆતમાં, ખાલિસ્તાન તરફી પક્ષ ખાલસાએ ઘર-ઘર ત્રિરંગા અભિયાનનો વિરોધ કર્યો હતો અને શીખોને નિશાન સાહિબ ફરકાવવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 2017માં અટારી-વાઘા બોર્ડર પર 360 ફૂટની ઊંચાઈ પર ભારતના સૌથી ઊંચા ત્રિરંગાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ત્યાં લહેરાતો ત્રિરંગો પાકિસ્તાનથી પણ જોઈ શકાય છે.