આજતક મીડિયા સાથેની વાતચીતમાં બંને ભાઈઓએ બહરાઈચ હિંસા સમયના દ્રશ્યો વર્ણવ્યા હતા. વિનોદ અને સત્યવાનના કહેવા પ્રમાણે, હિંસા સમયે બંને ભાઈઓ મૂર્તિ વિસર્જન વખતે ડીજેની પાછળ જ હાજર હતા. તેમણે બધું જ તેમની નજર સમક્ષ ઘટતા જોયું હતું. આ દ્રશ્ય ખૂબ જ ભયાનક હતા. પથ્થરમારાને કારણે કોઈના માથામાં ફૂટ્યા તો કોઈના હાથ તૂટ્યા, ઘણા લોકો ઘાયલ થયા હતા.
દુર્ગામાતાની મૂર્તિ પર પથ્થરમારો
તેમણે જણાવ્યું હતું આ દરમિયાન જ મસ્જિદમાંથી એવી જાહેરાત કરવામાં આવી રહી હતી કે ‘જે દેખાય એને કાપી નાખો.’ તેમણે જણાવ્યું કે વિવાદ ડીજેને લઈને શરૂ કરવામાં આવ્યો હતો. ડીજે પર વાગતા ગીત અંગે અબ્દુલ હમીદના પરિવાર તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો અને ગીતો બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. ડીજે (DJ) ન રોકાતા ડીજેવાળા સાથે ગાળાગાળી કરવામાં આવી, થપ્પડ મારી, વાયર ખેંચી દુર્ગા માતાની મૂર્તિ પર પથ્થરમારો શરૂ કરી દીધો. જેના પરિણામે મૂર્તિઓ ખંડિત થઇ ગઈ.
વિનોદ મિશ્રા વ્યવસાયે શિક્ષક છે. મુસ્લિમો દ્વારા કરાયેલી હિંસામાં તેમનો હાથ તૂટી ગયો અને માથામાં પણ ઈજા થઇ હતી. તેમણે કહ્યું કે હોબાળો થયો ત્યારે એવું લાગી રહ્યું હતું કે, તેઓ બચી શકશે નહીં. આ હિંસામાં તેમના ભાઈ સત્યવાન જે 90% દ્રષ્ટિહીન છે તેમને પણ બક્ષવામાં આવ્યા નહીં. તેમના ભાઈ સત્યવાન પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
‘જો દીખે ઉસે કાટ દો’: મસ્જિદમાંથી એલાન
વિનોદ અને તેમના ભાઈ સત્યવાન મિશ્રાનો દાવો છે કે જયારે હોબાળો વધી ગયો ત્યારે મસ્જિદમાંથી એલાન કરવામાં આવ્યા કે ‘જો દીખે ઉસે કાટ દો’. આ બાદ ભારે સંખ્યામાં મુસ્લિમોનું ટોળું તલવારો અને ડંડાઓ લઈને રસ્તાઓ પર ધસી આવ્યું. આ બાદ હિંસા ખૂબ વધી ગઈ હતી. મિશ્રા ભાઈઓએ કહ્યું કે અમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. પોલીસે આ મામલે FIR પણ નોંધી નથી.
તેમણે એમ પણ દાવો કર્યો છે કે અબ્દુલ હમીદના પરિવારનું ટોળું તેમના ઘરમાં ઘૂસવા માંગતું હતું. બીજી તરફ તે જ સમયે, હમીદના ઘરમાં ઘૂસવાના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે લોકો રામગોપાલ મિશ્રાને બચાવવા માટે હમીદના ઘરમાં ઘૂસ્યા હતા જેથી તેમનો જીવ બચાવી શકાય. પરંતુ પથ્થરમારો બંધ ન થયો અને હમીદના ઘરમાં ઘૂસેલા લોકો પણ ઘાયલ થઇ ગયા.
ઉલ્લેખનીય છે કે, ઑપઇન્ડિયાએ રામગોપાલ મિશ્રાને અબ્દુલ હમીદના ઘરમાં બચાવવા જનાર કિશન મિશ્રા સાથે પણ વાતચીત કરી હતી. તેઓ રામગોપાલના પિતરાઈ ભાઈ છે. તેમની સાથે વાતચીતમાં સામે આવ્યું હતું કે મુસ્લિમોના ટોળાએ બેભાન હાલતમાં રહેલા રામગોપાલ મિશ્રાના શરીર પર પણ અંધાધૂધ ગોળીઓ ચલાવી હતી.