Friday, October 18, 2024
More
    હોમપેજક્રાઈમ27 કરોડના ગેરકાયદે વ્યવહારો, અધધધ બેન્ક એકાઉન્ટ, 500 સીમકાર્ડ, વિદેશી કરન્સી...: ₹100...

    27 કરોડના ગેરકાયદે વ્યવહારો, અધધધ બેન્ક એકાઉન્ટ, 500 સીમકાર્ડ, વિદેશી કરન્સી…: ₹100 કરોડના સુરત હવાલા કૌભાંડમાં આરોપી કાસીફે કર્યાં મોટા ખુલાસા

    આરોપીઓ 8થી 9 લાખ રૂપિયામાં સીમકાર્ડ દુબઈમાં સપ્લાય કરતા હતા. અત્યાર સુધીમાં તેઓએ 3,000થી પણ વધુ સીમકાર્ડ દુબઈ સહિત અન્ય દેશોમાં મોકલ્યા હોવાની જાણકારી સામે આવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં સુરતમાં ₹100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ (Hawala Scam) બહાર આવ્યું હતું. જે મામલે SOGએ 3ને પકડી પાડી ₹27.38 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન (Pakistan), અફઘાનિસ્તાન (Afghanistan), બાંગ્લાદેશ (Bangladesh) અને ચાઇનાથી (China) હવાલા મારફત આવતા રૂપિયાને USDTમાં (Crypto Currency) કન્વર્ટ કરી આપતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારપછી પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પિતા-પુત્રના 9 જેટલા બેંક એકાઉન્ટ ઉપરાંત વધુ 15 બેંક એકાઉન્ટની માહિતી મળી હતી.

    ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતમાં આવેલ સોની ફળિયા સિંધીવાડની સફિયા મંઝિલમાં દરોડો પાડી મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાને ઝડપી પાડીને હવાલા કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પિતા-પુત્રના એક મોબાઈલમાંથી 15થી વધુ બેન્ક એકાઉન્ટની ડિટેઇલ મળી આવી હતી. જેમાંથી નવ જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા હતા. જેના માધ્યમથી આરોપીઓ અલગ અલગ દેશમાં ટ્રાન્જેક્શન કરતા હતા. ₹100 કરોડથી પણ વધુના હવાલાના ટ્રાન્ઝેક્શનના આરોપી મકબુલ પાસે દુબઈના રેસિડેન્સ વિઝા પણ મળી આવ્યા હતા.

    નોંધનીય છે કે, આરોપીઓ પાસેથી એક લાખ રૂપિયાથી પણ વધુની દિરહામ, કંબોડીયન, થાઇ સહિતની વિદેશી કરન્સી મળી આવી હતી. આરોપીઓ દુબઈ, બેંગકોક, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, યુગાન્ડા, કંબોડિયા જેવા અલગ અલગ દેશોમાં પણ ગયા હોવાનું સામે આવ્યું હતું. તેમનું વિદેશના વિવિધ દેશોમાં જવા પાછળનું કારણ, ત્યાં કોને મળ્યા જેવી વિવિધ બાબતો અંગેની પૂછપરછ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    રોકડા ₹17 લાખ સહિતનો મુદામાલ જપ્ત

    આ ઉપરાંત દરોડા દરમિયાન આ ત્રણ આરોપીઓ પાસેથી જુદા જુદા 10 જેટલા બેંક એકાઉન્ટની પાસબૂક, 32 ચેકબૂક, અલગ અલગ બેંકના 40 ડેબિટ કાર્ડ, 7 મોબાઈલ ફોન, પૈસા ગણવાના મશીન મળી આવ્યા હતા. આ ઉપરાંત ઘરમાં તપાસ કરી રોકડા 17 લાખ રૂપિયા પણ કબજે લેવાયા હતા. ઉપરાંત HDFC, SBI, એક્સિસ, ICICI, કેનેરા, કોટક, પંજાબ, IDFC, IDBI, AU સ્મોલ અને ફેડરલ સહિત 11 બેંકોના 45 ખાતા પૈકી 2 કરન્ટ અને 43 સેવિંગ ખાતાની માહિતી પણ મળી હતી, જેમાં કરોડોના વ્યવહાર થયા હતા.

    પોલીસે જપ્ત કરેલ મુદ્દા માલ (ફોટો: દિવ્યભાસ્કર)

    પોલીસે એરટેલ કંપનીના જે 497 સીમકાર્ડ પકડી પાડ્યા તે પૈકી 28 દ્વારા સાયબર ફ્રોડ થયા હતા, જેની ફરિયાદો આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં થઈ હતી.

    અમદાવાદનો મહેશ દેસાઈ પણ સામેલ..

    આ હવાલા કૌભાંડમાં અમદાવાદનો મહેશ મફતલાલ દેસાઈ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. મહેશ દેસાઈ જે દુબઈમાંથી સમગ્ર રેકેટ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. દૂબઈમાં બેસીને દેસાઈ સુરતમાં પિતા-પુત્રને આંગડિયા પેઢીમાં કરોડોની રકમ હતો. પછી તે રકમથી પિતા-પુત્ર ઓનલાઇન USDT ક્રિપ્ટોકરન્સી ખરીદી કરી વોલેટ દ્વારા દુબઈમાં મહેશ દેસાઈને મોકલી આપતા હતા. આ ઉપરાંત ઝાંપા બજારનો મુર્તુઝા ફારૂક પણ આ રેકેટમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.

    આરોપીઓ 8થી 9 લાખ રૂપિયામાં સીમકાર્ડ દુબઈમાં સપ્લાય કરતા હતા. અત્યાર સુધીમાં તેઓએ 3,000થી પણ વધુ સીમકાર્ડ દુબઈ સહિત અન્ય દેશોમાં મોકલ્યા હોવાની જાણકારી સામે આવી હતી. આરોપીએ દુબઈમાં બર્સા જગ્યાએ પર 3 BHK ફ્લેટ લીધા છે. દુબઈમાં એક કંપની પણ બનાવી છે જેનું નામ ડોક્ટર અબ્દુલ ટ્રેડિંગ જનરલ કંપની છે. આ તમામ બાબતો અંગેની તપાસ હાલ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં