Friday, October 18, 2024
More
    હોમપેજગુજરાતઅમેરેલીના સાવરકુંડલામાં વિદ્યાર્થિનીની છેડતી મામલે કોચ એજાજ અને તેના મિત્ર શાબીરની ધરપકડ:...

    અમેરેલીના સાવરકુંડલામાં વિદ્યાર્થિનીની છેડતી મામલે કોચ એજાજ અને તેના મિત્ર શાબીરની ધરપકડ: કબડ્ડી રમવા લઈ જતી વખતે કર્યું હતું શારીરિક શોષણ

    કોચ એજાજ કાજી અને એજ કોલેજમાં ભણતો અને બોયઝ કબડ્ડી ટીમનો કેપ્ટન શાબીર બંને સારા મિત્રો છે. ગત 28 ઓકટોબરના રોજ કોચ એજાજ ગર્લ્સ ટીમને લઈને રાજકોટ કબડ્ડી રમવા ગયો હતો.

    - Advertisement -

    થોડા દિવસ પહેલા અમેરેલીના (Amreli) સાવરકુંડલામાં (Savarkundla) કોલેજની કબડ્ડી ખેલાડી વિદ્યાર્થિનીની (College Students) છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો. કબડ્ડી રમવા માટે કોલેજનો કોચ એજાજ કાજી સાથે જઈ રહેલી વિદ્યાર્થિની સાથે તેના મિત્ર અને કોલેજના જ વિદ્યાર્થી શાબીર મલેકે વિદ્યાર્થિનીના શારીરિક અડપલાં (Physical Molestation) કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર કોચ એજાજ કાજી અને એજ કોલેજમાં ભણતો અને બોયઝ કબડ્ડી ટીમનો કેપ્ટન શાબીર બંને સારા મિત્રો છે. ગત 28 ઓકટોબરના રોજ કોચ એજાજ ગર્લ્સ ટીમને લઈને રાજકોટ કબડ્ડી રમવા ગયો હતો. તેવામાં તેણે પરવાનગી વગર જ રસ્તામાંથી શાબીરને ગાડીમાં બેસાડી દીધો હતો. શાબીરે પરત ફરતી વખતે વિદ્યાર્થિની સાથે આ પ્રકારની હરકત કરી હતી. આ ઘટના બાદ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા આખરે પોલીસે બંનેને જેલ હવાલે કરી દીધા છે. બંને વિરુદ્ધ છેડતી સહિતના ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    શું હતી આ આખી ઘટના?

    સાવરકુંડલામાં કબડ્ડી ખેલાડી વિદ્યાર્થિનીની છેડતી કરવાની ઘટના વીડી કાણકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છે. ઘટનાની વિગતો અનુસાર, કોલેજની 12 વિદ્યાર્થિનીઓને રાજકોટ ખાતે કબડ્ડી સ્પર્ધામાં રમવા માટે જવાનું હતું. જેથી કોલેજનો પીટી પ્રોફેસર એજાજ કાજી તેની જ કોમના એક માણસનું વાહન બાંધીને રાજકોટ જવા નીકળ્યો હતો. તે દરમિયાન કોલેજ પ્રશાસનની જાણ બહાર જ તેણે રસ્તા પરથી પોતાના મિત્ર અને કોલેજના વિદ્યાર્થી શાબીર મલેકને કારમાં સાથે લીધો હતો.

    - Advertisement -

    આ ઘટના વખતે ડ્રાઈવર અને પ્રોફેસર આગળની સીટ પર બેઠા હતા. જ્યારે પાછળ સીટ પર જ્યાં વિદ્યાર્થિનીઓ બેઠી હતી, ત્યાં જ એજાજને બેસવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન જ એજાજે કોલેજની એક વિદ્યાર્થિનીના સતત અડપલાં કર્યા હતા. અન્ય એક વિદ્યાર્થિનીએ આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરીને તેને વાયરલ કરી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં