ગુરુવારે (10 ઑક્ટોબર) તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં નામપલ્લી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં સ્થાપિત દુર્ગા માતાની મૂર્તિ સાથે તોડફોડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, શહેરમાં દેવી શરણ નવરાત્રિની ઉજવણી દરમિયાન હિંદુ પૂજા પંડાલ પર હુમલો થયો હતો. ઘટનાની જાણ થતાં જ બેગમ બજાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
દુર્ગા માતાની મૂર્તિ સાથે તોડફોડ કરનારા તોફાનીઓની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે પૂજા પંડાલને કેટલી હદે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ કૃત્ય માટે તોફાનીઓએ અગાઉથી કાવતરું કર્યું હોવાની પૂરેપૂરી આશંકા છે.
The idol of Maa Durga has been vandalized in Nampally Ground. It falls under the jurisdiction of the Begum Bazar Police Station.
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) October 11, 2024
When I raised my voice for the Bhagyalaxmi Temple, I was served a notice through 'X' and my handle was restricted. But I won’t back down.
This is… pic.twitter.com/QqaglpxTqd
સામે આવ્યું હતું કે તોડફોડ કરનારા તોફાનીઓએ અગાઉથી જ વીજળીની લાઈનો કાપી નાખી હતી. ઉપરાંત સીસીટીવી ફૂટેજનો નાશ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારપછી તોફાનીઓએ બેરિકેડ્સને નુકસાન પહોંચાડ્યું હતું અને હિંદુ દેવીની મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું હતું. કટ્ટરપંથીઓએ પૂજાનો સામાન પણ ફેંકી દીધો હતો.
આ મામલે FIR દાખલ કરવામાં આવી છે જેની તપાસ ચાલી રહી છે. ACP ચંદ્રશેખરે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. અણગમતી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે પોલીસે નામપલ્લી પ્રદર્શન મેદાન પર મોટી ટુકડી તહેનાત કરી હતી. આ વિસ્તારના હિંદુઓ હવે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
અપડેટ: આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેની ઓળખ ક્રિષ્ના ગૌડ તરીકે થઈ છે.
આ મામલે DCP સેન્ટ્રલ ઝોન દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું કે, “અમે CCTV ફૂટેજ ચેક કર્યા, જેમાં એક વ્યક્તિ જોવા મળ્યો હતો. ત્યારબાદ રાત્રે તેની ધરપકડ કરી લેવામાં આવી. તેનું નામ કૃષ્ણા ગૌડ છે. તે સવારે પંડાલમાં આવ્યો હતો અને ભૂખ્યો હોવાના કારણે ભોજન શોધી રહ્યો હતો. અહીં પ્રસાદ શોધતી વખતે મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી.
પોલીસે કહ્યું કે, સંચાલકોની બેદરકારીના કારણે ઘટના બની છે. અમે તેમની સામે ગુનો દાખલ કર્યો છે.
લખનૌમાં મા દુર્ગાની પ્રતિમાના હાથ કાપી નાખ્યા
આ સિવાય લખનૌના નીલમથામાં મંદિરમાં સ્થાપિત મા દુર્ગાની પ્રતિમાને બદમાશોએ તોડી નાખી હતી. મશીન વડે માતાની મૂર્તિના ચાર હાથ કાપી નાખ્યા હતા. આ અંગેની માહિતી મળતા જ મોટી સંખ્યામાં લોકો મંદિરે પહોંચી ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. લોકોના ગુસ્સાને જોતા પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બુધવાર 9 ઓક્ટોબરે લખનૌ શહેરના બજાર ખાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક મંદિરની બહાર માંસના ટુકડા પડેલા મળી આવ્યા હતા. લોકોને આ અંગેની માહિતી મળતા જ તેમણે હંગામો મચાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એક શ્વાન માંસનો ટુકડો લાવ્યો હતો. આ કેસમાં અલીમા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
लखनऊ के नीलमाथा मंदिर की दुर्गा प्रतिमा को मशीन से काट किया खंडित, बवाल के बाद पुलिस तैनात: मांस फेंकने पर इससे पहले अलीमा हुई थी अरेस्ट महिला#Lucknow #Temple https://t.co/IlnZVfZ4WI
— ऑपइंडिया (@OpIndia_in) October 11, 2024
ગોંડામાં માતાના પંડાલ પર પથ્થરમારો
લખનૌ ઉપરાંત ગોંડામાં પણ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગોંડાના છપિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મસ્કનવા બજારમાં દુર્ગા પૂજા પંડાલ પર ઇંટો અને પથ્થરમારો કર્યો હતો. ફટાકડા ફોડવાથી ગુસ્સે ભરાયેલા બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે ત્યાં સ્થિતિ તંગ બની ગઈ હતી.
આ ઘટનાની માહિતી મળતાં જ ગોંડાના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કોઈક રીતે લોકોને સમજાવીને શાંત કર્યા. આ મામલામાં છાપિયા પોલીસ સ્ટેશને એક ડઝનથી વધુ લોકો સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ સાથે સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
કુશીનગરમાં પણ પથ્થરમારો
સોમવાર 7 ઓક્ટોબરે કુશીનગરમાં દુર્ગા પ્રતિમાની સ્થાપના માટે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં માતાજીના ભજન વગાડવાને લઈને મુસ્લિમ સમાજના લોકોએ વિવાદ શરૂ કર્યો હતો. થોડા સમય પછી મોટી સંખ્યામાં સામેલ લોકોએ શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો. બીજી બાજુથી પણ જવાબ મળ્યો.
હિંદુ પક્ષના લોકોએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ સમુદાયના લોકોએ માતાની પ્રતિમામાં બનેલા સિંહને નુકસાન પહોંચાડ્યું હતું. પાદરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાની માહિતી મળતાં એએસપી સીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.