Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને પત્ર લખ્યો, તેમની પુત્રીના 5મા જન્મદિવસ...

    પીએમ મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને પત્ર લખ્યો, તેમની પુત્રીના 5મા જન્મદિવસ પર 101 દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા બદલ પ્રશંસા કરી

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજા દ્વારા પોતાની પુત્રીના જન્મદિવસે મોટી સંખ્યામાં ગરીબ દીકરીઓ માટે સરકારની યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દંપત્તિને પત્ર લખ્યો છે.

    - Advertisement -

    પીએમ મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને પત્ર લખ્યો હતો, 8 ઓગસ્ટના રોજ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ 101 દીકરીઓ માટે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ્સ ખોલવા અને તેમની પુત્રીના પાંચમા જન્મદિવસની ઉજવણી માટે તેમાં પ્રાથમિક ડિપોઝિટ કરવા બદલ તેમની પત્ની રીવાબા જાડેજાની પ્રશંસા કરતો PM મોદીનો એક પત્ર શેર કર્યો હતો.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પત્રમાં લખ્યું છે કે, “તમારી પુત્રી નિધ્યાનાબાના 5મા જન્મદિવસની ઉજવણી માટે દરેક દીકરીઓના ખાતામાં પ્રારંભિક રાશી જમા કરાવવાની આપની આ પરોપકારી પહેલ પ્રશંસનીય છે.”

    101 વંચિત દીકરીઓને મદદ કરવાના તેમના નિઃસ્વાર્થ કાર્ય માટે રીવાબા જાડેજાની પ્રશંસા કરતા પીએમ મોદીએ પત્રમાં લખ્યું હતું કે, “આપણી સંસ્કૃતિ હંમેશા નિઃસ્વાર્થ સેવાની ભાવના દ્વારા માર્ગદર્શન આપે છે. ભારત વિશ્વની આવી બૌદ્ધિક પરંપરાનું વાહક છે જ્યાં આપણે કહીએ છીએ કે સ્ત્રી પરમાત્માનું સ્વરૂપ છે.”

    - Advertisement -

    આગળ તેઓ લખે છે કે “અમે દ્રઢપણે માનીએ છીએ કે અમારી નારીશક્તિમાં અપાર ક્ષમતા છે જેનો ઉપયોગ મહિલાઓના નેતૃત્વમાં વિકાસની પ્રક્રિયાને આગળ વધારવા માટે કરી શકાય છે. આજે ઘણા ક્ષેત્રોમાં અમારી દીકરીઓની અસાધારણ સિદ્ધિઓ અમને ગર્વ કરાવે છે,” તેમ વડાપ્રધાન દ્વારા પત્રમાં લખવામાં આવ્યું હતું.

    પીએમ મોદીએ રીવાબને સમાજના ઉત્થાન માટે યોગદાન આપવાનું ચાલુ રાખવાની શુભેચ્છા પાઠવી હતી અને ઉમેર્યું હતું કે આવા સ્વૈચ્છિક પ્રયાસો સમાજમાં સકારાત્મક સંદેશ ઉત્પન કરવાની ક્ષમતા ધરાવે છે અને બધા માટે પ્રેરણા બની શકે છે.

    શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?

    આ યોજના 2015 માં પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બેટી બચાવો બેટી પઢાવો પહેલના ભાગ રૂપે, સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં કન્યાઓના ભાવી સુધારણા માટે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના દરેક પરિવારમાં બાળકી માટે બચતનું સાધન આપે છે. SSY નો કાર્યકાળ ખાતું ખોલવાની તારીખથી અથવા દીકરી 18 વર્ષની થઈ જાય પછી તેના લગ્ન સુધી 21 વર્ષ છે.

    યોજના અનુસાર, શરૂઆતમાં ઓછામાં ઓછા 250 રૂપિયા ખાતામાં જમા કરાવવાના રહેશે. ત્યારબાદ 100 રૂપિયાના ગુણાંકમાં કોઈપણ રકમ જમા કરી શકાય છે. જો કે, મહત્તમ જમા મર્યાદા રૂ. 150,000 છે. દીકરી 10 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તે તેનું એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. આ સ્કીમ ઉચ્ચ શિક્ષણના હેતુઓ માટે 18 વર્ષની ઉંમરે 50 ટકા રકમ ઉપાડવાની મંજૂરી આપે છે.

    આ યોજનાની પાકતી મુદત 21 વર્ષની છે અને ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ પૂરા થાય ત્યાં સુધી ખાતામાં જમા કરાવી શકાય છે. આ સમયગાળો પૂરો થવા પર, ખાતું માત્ર લાગુ પડતા વ્યાજની ચુકવણી કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં