Saturday, November 23, 2024
More
    હોમપેજદેશપંચમહાભૂતમાં વિલીન થયા રતન ટાટા, રાજકીય સન્માન સાથે અપાઈ વિદાય: વાંચો કેમ...

    પંચમહાભૂતમાં વિલીન થયા રતન ટાટા, રાજકીય સન્માન સાથે અપાઈ વિદાય: વાંચો કેમ પારસી રિવાજ ન પળાયો, કેવી હોય છે તેમની અંતિમક્રિયા

    રતન ટાટાની અંતિમ સંસ્કાર વિધિ હિંદુ રીતરિવાજ અનુસાર કરવામાં આવી હતી. કારણ એ છે કે કોરોના કાળમાં પારસી સંપ્રદાયના ધર્મગુરુઓએ તત્કાલીન પરિસ્થિતિ અનુસાર તેમના આ રિવાજમાં બદલાવ લાવ્યો હતો.

    - Advertisement -

    દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું (Ratan Tata) બુધવારે (9 ઑક્ટોબર) રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. 86 વર્ષીય રતન ટાટાના અંતિમ સંસ્કાર ગુરુવારે મુંબઈના વરલી ખાતે કરવામાં આવ્યા. ટાટા પારસી સમુદાયમાંથી (Parsi Community) આવતા હતા, પરંતુ તેમ છતાં તેમના અંતિમ સંસ્કાર (Funeral) પારસીને બદલે હિંદુ રીતિરિવાજ મુજબ કરવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કાર ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરાયા હતા. આ પહેલાં લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના કરવામાં આવી અને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. દરમ્યાન, વરિષ્ઠ રાજનેતાઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે પારસી સમુદાયમાં અંતિમ સંસ્કાર દરમિયાન શવને ન અગ્નિદાહ આપવામાં આવે છે ન દફનાવવામાં આવે છે. પારસી સમુદાય પવિત્ર અગ્નિની પૂજા કરે છે. તેથી શવનો અગ્નિસંસ્કાર કરતા નથી અને જમીનમાં પણ દફનાવતા નથી. તેઓ અગ્નિ અને પૃથ્વીને પવિત્ર માને છે અને શવને અપવિત્ર માને છે તેથી પારસીઓની અંતિમવિધિ અન્ય સમુદાયો કરતાં ખૂબ અલગ પડે છે.

    પારસી સમુદાયનું માનવું છે કે માનવ શરીર કુદરત દ્વારા આપવામાં આવેલી ભેટ છે, જે મૃત્યુ પછી કુદરતને પરત સોંપવું પડે છે. તેઓ માને છે કે મૃતદેહને બાળવા, પ્રવાહિત કરવા અથવા દફનાવવાથી અગ્નિ, પાણી અથવા પૃથ્વી અપવિત્ર થાય છે. આમ કરવાથી કુદરતની રચના દૂષિત થાય છે. તેથી પારસી સમુદાયમાં મૃતદેહને અવકાશને સોંપી દેવામાં આવે છે. આ માટે ખાસ જગ્યા પણ પસંદ કરવામાં આવે છે.

    - Advertisement -
    ટાવર ઓફ સાયલન્સ (ફોટો: NDTV)

    અંતિમ ક્રિયા માટે પસંદ કરાયેલી વિશિષ્ટ જગ્યાને ‘ટાવર ઑફ સાયલન્સ‘ કહેવામાં આવે છે. તેને દખમા પણ કહે છે. ટાવર ઑફ સાયલન્સ તરીકે એક મોટો ગોળાકાર કૂવો બનાવવામાં આવે છે. જ્યાં પારસી લોકો મૃતદેહને લઈને સૂર્યપ્રકાશમાં છોડી દે છે. જ્યાં ગીધ, કાગડા જેવા પક્ષીઓ સોંપી દેવાય છે. વિશ્વભરમાં પારસી સમુદાયના લોકોની વસ્તી લગભગ 1.5 લાખ છે. તેમાંથી મોટાભાગના મુંબઈ અને ગુજરાતના ડાકાશીન ભાગમાં જ રહે છે. આ જ કારણે મુંબઈની બહારના વિસ્તારમાં ‘ટાવર ઑફ સાયલન્સ’ બનાવવામાં આવ્યું છે.

    પારસી અંતિમ ક્રિયા અનુસાર ગીધોને સોંપાય છે શવ (ફોટો: NDTV)

    વિશ્વભરના પારસી સમુદાયના લોકો આ જ રીતે અંતિમક્રિયા કરતા હોય છે. પરંતુ રતન ટાટાની અંતિમ સંસ્કાર વિધિ હિંદુ રીતરિવાજ અનુસાર કરવામાં આવી હતી. કારણ એ છે કે કોરોના કાળમાં પારસી સંપ્રદાયના ધર્મગુરુઓએ તત્કાલીન પરિસ્થિતિ અનુસાર તેમના આ રિવાજમાં બદલાવ લાવ્યો હતો. કોરોના સમયે ઇન્ફેકશનનું મોટું જોખમ હતું અને એવાં શવ જો પક્ષીઓ ખાય તો તેમને પણ વાયરસ લાગવાની સંભાવના હતી. જેના કારણે આ પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો હતો.

    બદલાવ આવ્યા બાદ મોટાભાગના પારસી સમુદાયના લોકોના અંતિમ સંસ્કાર ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં જ કરવામાં આવે છે. કોરોના સમયે બદલાયેલી પદ્ધતિ અનુસાર રતન ટાટાના અંતિમ સંસ્કાર પણ હિંદુ રીતરિવાજ અનુસાર ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે રતન ટાટા પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરેલ જાહેરાત અનુસાર ટાટાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ગુજરાત અને મહારાષ્ટ્રના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં