Wednesday, October 9, 2024
More
    હોમપેજદેશમધ્ય પ્રદેશ: ઇન્દોરમાં દુર્ગામાતાની પ્રતિમાને પહેરાવાયો બુરખા જેવો પહેરવેશ, બજરંગ દળના આક્રોશ...

    મધ્ય પ્રદેશ: ઇન્દોરમાં દુર્ગામાતાની પ્રતિમાને પહેરાવાયો બુરખા જેવો પહેરવેશ, બજરંગ દળના આક્રોશ બાદ ફરિયાદ

    ઘટના ઇન્દોરના ખજરાના પોલીસ સ્ટેશનના હદમાં આવતા વિસ્તારની છે. દુર્ગામાતાની પ્રતિમાને બુરખા જેવો પહેરવેશ પહેરાવ્યો હોવાની જાણ હિંદુઓ અને બજરંગ દળના કાર્યકરોએ થતા તેમણે પોલીસને આ વિશે માહિતી આપી હતી કે દેવી દુર્ગાની મૂર્તિ પર વાંધાજનક બુરખા જેવા ડ્રેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ઇન્દોરમાં (Madhya Pradesh) એક મૂર્તિકારે દુર્ગામાતાની પ્રતિમાને બુરખા (Burqa) જેવો પહેરવેશ પહેરાવતા વિવાદ સર્જાયો છે. માતાજીનો આ પ્રકારનો પહેરવેશ જોઈ સ્થાનિક હિંદુઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટના ગત 2 ઑક્ટોબરની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નોંધવું જોઈએ કે એક તરફ હિંદુઓનો પવિત્ર તહેવાર નવરાત્રિ ચાલી રહ્યો છે, ને બીજી તરફ આ પ્રકારની ઘટનાથી હિંદુ સમુદાયની લાગણી દુભાઈ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના ઇન્દોરના (Indore) ખજરાના પોલીસ સ્ટેશનના હદમાં આવતા વિસ્તારની છે. દુર્ગામાતાની પ્રતિમાને બુરખા જેવો પહેરવેશ પહેરાવ્યો હોવાની જાણ હિંદુઓ અને બજરંગ દળના કાર્યકરોએ થતા તેમણે પોલીસને આ વિશે માહિતી આપી હતી કે દેવી દુર્ગાની મૂર્તિ પર વાંધાજનક બુરખા જેવા ડ્રેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે, આ હોબાળો શારદીય નવરાત્રિ પહેલાં થયો હતો. આ મામલે પોલીસે પણ સંગઠનોને સાંત્વના આપીને કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.

    ઇન્દોરમાં દુર્ગામાતાની પ્રતિમાને બુરખા જેવા કપડાં પહેરાવતા થયેલા હોબાળા બાદ હિદુ સમુદાયના લોકો અને સંગઠનોના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને મૂર્તિ બનાવનાર અને મૂર્તિ સ્થાપનાર સામે કાર્યવાહી કરવા પોલીસને માગણી કરી હતી. બીજી તરફ પોલીસે બંગાળી કારીગર દ્વારા બનાવવામાં આવેલી માતાજીની મૂર્તિ જે પંડાલમાં હતી ત્યાં જઈ તપાસ કરી હતી. પોલીસે મૂર્તિ બનાવનાર શિલ્પકારને પોલીસ સ્ટેશન લાવીને તેની પૂછપરછ પણ કરી હતી. પોલીસે મૂર્તિકારની તપાસ કરીને પૂછપરછ કરતા કશું વાંધાજનક મળી આવ્યું નહતું.

    - Advertisement -

    આ પહેલા મુસ્લિમ આયોજકનો ગરબા કાર્યક્રમ થયો હતો રદ

    નોંધનીય છે કે, ઇન્દોરમાં જ આ પહેલાં અન્ય એક ગરબા પંડાલ વિવાદમાં આવ્યો હતો. હિંદુ સંગઠનોના આકરા વિરોધ બાદ મુસ્લિમ આયોજકનો ગરબા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આયોજકનું નામ ફિરોઝ ખાન હતું અને તે ઇન્દોરમાં છેલ્લા 36 વર્ષથી ગરબાના આયોજનમાં ભાગ લેતો હતો. જોકે આ વર્ષે વિવાદ બાદ પોલીસે તે લોકોના ગરબાના (Garba) આયોજનને પરવાનગી નથી આપી અને 10 દિવસ માટે થનાર આયોજન ઠપ થઇ ગયું છે. સંગઠનોનો આરોપ છે કે ગરબાના કાર્યક્રમમાં મુખ્ય આયોજકોમાં મુસ્લિમ વ્યક્તિનું હોવું ન ચલાવી લેવાય. તેમનો એવો પણ આરોપ હતો કે આ રીતે લવ જેહાદ (Love Jihad) જેવા દૂષણો વધે તેવો ડર છે.

    આ મામલે પોલીસે પણ કડક વલણ અપનાવીને ગરબા આયોજકોને આયોજન રદ કરવા જણાવ્યું હતું. પોલીસે તેમ પણ કહ્યું છે કે, આયોજકો દ્વારા પરવાનગી પણ નથી માંગવામાં આવી. પોલીસ પ્રશાસન દ્વારા વિરોધને પગલે આયોજકોને ગરબા રદ કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ આ 10 દિવસનો ગરબાનો પ્રોગ્રામ રદ કરી દેવામાં આવ્યો છે.

    બીજી તરફ ગણેશનગરના ‘શિખર ગરબા મંડળ’ના આયોજકો પૈકીના એક એવા ફિરોઝ ખાને આ મામલે કહ્યું છે કે તેમણે પહેલાં જ ગરબા માટે પરવાનગી લઇ લીધી છે. તેમના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 36 વર્ષથી આ પ્રકારનું આયોજન કરતા આવ્યા છે. તેમનો આરોપ છે કે જે સ્થાન પર ગરબા કાર્યક્રમ હતો, તેના માલિકને દબાણ કરીને આ આયોજન રદ કરવા પ્રેશર આપવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં