Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાકેવી રીતે 'પ્રમાણસર પ્રતિનિધિત્વ'એ સમૃદ્ધ લેબનાનને બરબાદ કરી નાખ્યું અને શા માટે...

    કેવી રીતે ‘પ્રમાણસર પ્રતિનિધિત્વ’એ સમૃદ્ધ લેબનાનને બરબાદ કરી નાખ્યું અને શા માટે રાહુલ ગાંધીનું ‘જિતની અબાદી, ઉતના હક’ અભિયાન ભારત માટે આફત બની શકે છે?

    લેબનાનમાં 1932માં 53% ખ્રિસ્તીઓ હતા, જેમાંથી મોટા ભાગના મેરોનાઇટ્સ (સિરિયાઈ ખ્રિસ્તીઓ) હતા. તેની રાજધાની બૈરુતને 'પેરિસ ઓફ ધ મિડલ ઇસ્ટ' કહેવામાં આવતું હતું. આ દેશ તે સમયે નાણાં અને વેપાર માટેના પ્રાદેશિક કેન્દ્ર તરીકે સમૃદ્ધ થયો હતો.

    - Advertisement -

    એક સમયે લેબનાન શાંતિપ્રિય રાષ્ટ્ર હતું, હવે જ્યારથી ‘હિઝબુલ્લાહ’ (Hezbollah) અને ઇઝરાયેલ (Israel) વચ્ચે યુદ્ધની સ્થિતિ ફાટી નીકળી છે ત્યારથી તે ચર્ચાઓમાં છે. ઇસ્લામિક આતંકવાદી સંગઠને ઇઝરાયેલમાં નાગરિકોની વસ્તીને નિશાન બનાવવા માટે રોકેટ છોડ્યા હતા, જ્યારે યહૂદી રાજ્યએ પેજર બ્લાસ્ટ અને હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહનો ખાતમો બોલાવીને તેનો વળતો જવાબ આપ્યો હતો. મધ્ય પૂર્વનો આ લેબનાન (Lebanon) દેશ, કે જે હવે ઇસ્લામિક આતંકવાદી જૂથોના હાથમાં ચાલ્યો ગયા છે, જે નિયમિતપણે ઇઝરાયેલ પર હુમલો કરવા માટે તેના પ્રદેશનો ઉપયોગ કરે છે, તે લેબનાન એક સમયે શાંતિપૂર્ણ રાષ્ટ્ર હતું.

    લેબનાન શાંતિપ્રિય રાષ્ટ્ર હતું અને તેમાં 1932માં 53% ખ્રિસ્તીઓ હતા, જેમાંથી મોટા ભાગના મેરોનાઇટ્સ (સિરિયાઈ ખ્રિસ્તીઓ) હતા. તેની રાજધાની બૈરુતને ‘પેરિસ ઓફ ધ મિડલ ઇસ્ટ’ કહેવામાં આવતું હતું. આ દેશ તે સમયે નાણાં અને વેપાર માટેના પ્રાદેશિક કેન્દ્ર તરીકે સમૃદ્ધ થયો હતો. મધ્યપૂર્વમાં તે એકમાત્ર ખ્રિસ્તી બહુમતી ધરાવતો દેશ હોવાથી, લેબનાન પર શરૂઆતથી જ સાંપ્રદાયિક સુમેળને પ્રોત્સાહન આપવા માટે ‘લઘુમતી’ મુસ્લિમ સમુદાય અને તેના બે સંપ્રદાયોને (શિયા અને સુન્ની) સમાવવાની નૈતિક જવાબદારી હતી.

    આ ક્ષેત્રના અન્ય ઇસ્લામિક દેશો પર કોઈ પણ જાતીય કે ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયને ખુશ કરવાની જવાબદારી નહોતી. 1926માં અમલમાં આવેલા લેબનાનના બંધારણે ‘કબૂલાતવાદ અથવા કન્ફેશનલિઝમ’નો વિચાર રજૂ કર્યો હતો. અપરિચિત લોકો માટે, કબૂલાતવાદ એ શાસનની એક પ્રણાલી છે જેમાં રાજકીય સત્તાની વહેંચણી તેમની વસ્તી દીઠ વિવિધ સમુદાયો વચ્ચે પ્રમાણસર રીતે કરવામાં આવે છે.

    - Advertisement -
    લેબનાનમાં જનસંખ્યામાં ધરખમ બદલાવ

    લેબનાનમાં મુસ્લિમોનું રાજનૈતિક પ્રતિનિધિત્વ

    1926ના બંધારણની કલમ 24માં ખ્રિસ્તીઓની દેખીતી બહુમતી હોવા છતાં રાજકીય સત્તાની વહેંચણીમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓના સમાન (50:50) પ્રતિનિધિત્વની માગણી કરવામાં આવી હતી. મેરોનાઇટ્સે મુસ્લિમોના અપ્રમાણસર પ્રતિનિધિત્વ સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફ્રેન્ચ મેન્ડેટથી દેશને મુક્ત કર્યા બાદ 1943માં ‘રાષ્ટ્રીય કરાર/સંધિ’ અપનાવ્યો હતો.

    રાષ્ટ્રીય કરારનો હેતુ સીરિયાના ખ્રિસ્તીઓને શાંત પાડીને તેમને પાછા પાડવાનો હતો, જ્યારે દ્વિતીય બહુમતી એટલે કે મુસ્લિમો પર વધુ ફોકસ કરવાનો હતો. 1943માં મેરોનાઇટ નેતા બિશારા અલ-ખુરી અને સુન્ની નેતા રિયાધ અલ-સોલ્હ વચ્ચે સંધિ થઈ હતી. આ વ્યવસ્થા હેઠળ, સંસદમાં પ્રતિનિધિત્વ 1:1ના ગુણોત્તરથી બદલીને 6:5 કરવામાં આવ્યું હતું, જે મેરોનાઇટ્સની તરફેણમાં હતું. એક તરફ જ્યારે તે સમાન શક્તિ-વહેંચણીવાળા તંત્રની ખાતરી આપતું હતું, તો બીજી બે બાબતો લગભગ ફરજિયાત બની ગઈ હતી.

    નિર્ણય લેવામાં આવ્યો કે, લેબનાનના વડાપ્રધાન હવેથી સુન્ની મુસ્લિમ હશે જ્યારે નેશનલ એસેમ્બલીના સ્પીકર શિયા મુસ્લિમ હશે. રાષ્ટ્રપતિનું પદ મેરોનાઇટ ખ્રિસ્તી માટે અનામત રાખવામાં આવશે. રાષ્ટ્રીય સમજૂતી ઘણી રીતે ‘જેવડી અબાદી એવડો હક’ની યાદ અપાવે છે, આ એક એવી યોજના છે, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ (ખાસ કરીને રાહુલ ગાંધી) દ્વારા સૂચવવામાં આવી હતી. અલબત્ત, તે સમયે લેબનાનના મેરોનાઇટ્સ કબૂલાતની આ યોજનાની દૂરગામી અસરોનો અંદાજ લગાવી શક્યા ન હતા.

    ઉચ્ચ પ્રજનન દર, સામૂહિક સ્થળાંતર અને જનસંખ્યા બદલવાની હોડ

    લેબનીઝ સુચના કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર, લેબનાનમાં ખ્રિસ્તી વસ્તી 2011માં ઘટીને 38.22% થઈ ગઈ હતી. તે જ સમયે, મધ્ય પૂર્વીય રાષ્ટ્રમાં મુસ્લિમ વસ્તી વધીને 61.62% થઈ ગઈ હતી. જો કે, લેબનાનની વસ્તીની ગતિશીલતામાં ધરખમ ફેરફાર રાતોરાત થયો ન હતો. તેના બદલે તે એક ગણતરીપૂર્વકનું પગલું હતું. મુસ્લિમ શરણાર્થીઓના ધસારાને કારણે ખ્રિસ્તીઓના સ્થળાંતરની ફરજ પડી હતી અને અન્ય એક કારણ મુસ્લિમોનો ઉચ્ચ પ્રજનન દર પણ હતો.

    સંદર્ભ માટે, 1956માં લેબનાનમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની વસ્તી 54% અને 44% હતી. ‘રાષ્ટ્રીય કરાર’ (1943) ને કારણે મુસ્લિમોને સંસદમાં 5:6નું પ્રતિનિધિત્વ મળ્યું હતું એટલે કે પ્રમાણસર રાજકીય સમાનતા. તેઓ પોતાની જનસંખ્યા વધારવા માટે સ્પષ્ટ હતા, જેથી કરીને રાજકીય સત્તામાં તેમની બહુમતી સુનિશ્ચિત કરી શકાય. લેબનાનમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના પ્રજનન દર પર એક નજર વસ્તી વિષયક પરિવર્તન પાછળના કારણને ઉજાગર કરે છે.

    1971માં, મુસ્લિમો સરેરાશ 5.44 બાળકો પેદા કરી રહ્યા હતા, જ્યારે ખ્રિસ્તીઓના 3.56 બાળકો હતા. આ સંખ્યાને વધુ વિભાજીત કરતા, આપણે જોઈએ છીએ કે 1971માં મેરોનાઇટ્સના 3.75 બાળકોની સરખામણીએ શિયાઓમાં સરેરાશ 6.65 બાળકો હતા. ખાસ કરીને સીરિયામાંથી આવેલા મુસ્લિમ શરણાર્થીઓના સામૂહિક ધસારાને કારણે મુસ્લિમોનો ઊંચો પ્રજનન દર વધુ વકર્યો હતો.

    યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીઝ (યુએનએચસીઆર) અનુસાર, લેબનાનમાં આજે વિશ્વમાં માથાદીઠ અને પ્રતિ ચોરસ કિલોમીટરમાં સૌથી વધુ શરણાર્થીઓ વસે છે. એ પણ નોંધવું જોઇએ કે લેબનાન ગૃહયુદ્ધ ફાટી નીકળ્યા તે સમયે એટલે કે, 1975 અને 1984ની વચ્ચે મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓએ (3.95 લાખ) મધ્ય પૂર્વીય દેશ છોડી દીધો હતો, આ કારણે જનસંખ્યાની દ્રષ્ટિએ મુસ્લિમોનું પલડું ભારે થઇ ગયું હતું.

    મુસ્લિમોએ તેમની વસ્તીમાં વધારો થતાં અસહિષ્ણુતા દર્શાવી

    ઇઝરાયેલ, મધ્ય પૂર્વમાં એકમાત્ર કાર્યરત લોકશાહી, 1948માં તેની રચના પછી તરત જ લેબનાન મુસ્લિમ પ્રજા માટે એક મુખ્ય કેન્દ્ર બિંદુ બની ગયું હતું. શિયા અને સુન્નીઓએ યહૂદી રાજ્યને ખતમ કરવાના તેમના સંકલ્પમાં આરબ રાજ્યોને ટેકો આપ્યો હતો જ્યારે મેરોનાઇટોએ ઇઝરાયેલ સાથે જોડાણ કરતી પશ્ચિમી શક્તિઓને ટેકો આપ્યો હતો.

    લેબનાનમાં જેમ-જેમ મુસ્લિમ વસ્તી વધતી ગઈ તેમ-તેમ સ્થાનિક કટ્ટરપંથી ઈસ્લામિ સંગઠનો માટે સમર્થન વધતું ગયું અને ખ્રિસ્તી સમુદાય પ્રત્યેની દુશ્મનાવટ વધતી ગઈ. તેઓએ ‘રાષ્ટ્રીય કરાર’ માં ફેરફારની માંગ કરવાનું શરૂ કર્યું જેણે મેરોનાઇટ્સને ‘લાભ’ મળી ગયો. પેલેસ્ટાઇન કે જેના દુશ્મન યહૂદીઓ અને ખ્રિસ્તીઓ હતા, તેણે શિયા અને સુન્નીઓને એક કરવાનું કામ કર્યું. પરિણામે 1975માં ગૃહ યુદ્ધ છેડાઈ ગયું જે 15 વર્ષ સુધી ચાલ્યું. મુસ્લિમોએ પેલેસ્ટાઇન મુક્તિ સંગઠનનું (PLO) સમર્થન કર્યું, પરંતુ મારોનાઈટસે તેનો વિરોધ કર્યો હતો.

    તૈફ સમજૂતી અને પ્રમાણસર પ્રતિનિધિત્વને રદ કરવું

    આ સંઘર્ષમાં અંદાજે દોઢ લાખ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ ‘તૈફ સમજૂતી અથવા તાઈફ શાંતિ સમજૂતી’ સામે આવ્યો હતો, જેણે આખરે અસહિષ્ણુ લોકોને સહન કરવાના પરિણામો દેખાડી દીધા.

    સંસદમાં ખ્રિસ્તી સમુદાયના પ્રમાણસર પ્રતિનિધિત્વને 6:5ના ગુણોત્તરથી ઘટાડીને 1:1ના ગુણોત્તરમાં કરી દેવામાં આવ્યું હતું. મેરોનાઇટ ખ્રિસ્તી-સંચાલિત રાષ્ટ્રપતિ પદના સંબંધમાં સુન્ની મુસ્લિમ-સંચાલિત વડા પ્રધાનપદની શક્તિમાં વધારો થયો હતો. લઘુમતી લોકો સાથે રાજકીય સમાનતા સુનિશ્ચિત કરવા માટે રચાયેલી એક પ્રણાલીએ મારોનાઈટની શક્તિઓને સાવ ઘટાડી દીધી, જે એક સમયે બહુમતીથી શક્તિશાળી હતી.

    સત્તા ‘મુસ્લિમ’ વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળને મળવાની સાથે, લેબનાનની ચૂંટણીના પરિદૃશ્યમાં ‘ખ્રિસ્તી’ રાષ્ટ્રપતિની ભૂમિકા પણ ઓછી થઈ ગઈ છે. ‘તૈફ સમજૂતી’ના ઉદ્દેશોથી વિપરીત, ઈસ્લામિક સંગઠન હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર ન કરવામાં આવ્યું. તેની તાકાત દિવસે ને દિવસે વધતી જ ગઈ અને તે પછીનાં વર્ષોમાં તેણે અનેક વાર ઇઝરાયલ પર હુમલો કર્યો, જેના પરિણામે 2006માં 34નું દિવસનું ભીષણ યુદ્ધ થયું.

    ભારતે આ આખા ઘટનાક્રમ પરથી શીખવા જેવી વાત

    લેબનીઝ ઇન્ફર્મેશન સેન્ટર દ્વારા કરવામાં આવેલા અંદાજો અનુસાર, 2045માં ખ્રિસ્તી વસ્તી 41.12% હોવાનો અંદાજ છે જ્યારે મુસ્લિમ વસ્તી આશરે 58.78% રહેશે. લેબનીઝ સંસદમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ 1:1ના ગુણોત્તરમાં રહે છે, પરંતુ વસ્તી વિષયક બહુમતી ગુમાવવાનો અને શાસન માળખામાં ફેરફારનો અર્થ એ થયો કે દેશમાં મેરોનાઇટ્સને શક્તિહીન બની ગયા છે.

    કબૂલાતવાદ લેબનાની સમાજ માટે આફતરૂપ સાબિત થયો, આ એક એવો વિચાર છે જેને હવે રાહુલ ગાંધી દ્વારા ભારતીય રાજકારણમાં આયાત કરવામાં આવી રહ્યો છે. વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને સાંસ્કૃતિક જાળવણીના મુદ્દાઓ પર ભાજપનો સામનો કરવામાં નિષ્ફળ ગયા પછી, કોંગ્રેસે દેશને જાતિના આધારે વિભાજિત કરવાની જવાબદારી પોતાના માથે લીધી છે.

    જાતિગત વસ્તી ગણતરીનું વચન આપવા ઉપરાંત, તેમણે તેના 2024ના ચૂંટણી ઢંઢેરામાં અનામતની ઉપલી મર્યાદા હટાવવાની ખાતરી પણ આપી છે. રાહુલ ગાંધી ‘જિતની અબાદી ઉતના હક’ના નારા સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જે સરકારી નોકરીઓમાં, કોલેજોમાં પ્રવેશ અને અન્ય બાબતોમાં પ્રમાણસર પ્રતિનિધિત્વનો સંકેત આપે છે.

    આમાં સમાજમાં વધુ ધ્રુવીકરણ અને વિભાજિત ઉભા થવાની સંભાવનાઓ છે. એટલું જ નહીં, એક વખત આવી માગણીઓ પૂરી થયા બાદ તે ચૂંટણીલક્ષી રાજકારણમાં પણ વિસ્તરી શકે છે.

    ભારતની જનસંખ્યા ઝડપથી બદલાઈ રહી છે તે જોતાં, બની શકે કે થોડા જ સમયમાં અમુક ધાર્મિક સમુદાયો તેમની વસ્તીના કદને આધારે નિશ્ચિત પ્રતિનિધિત્વની માગણી કરવા લાગશે અને તે લેબનોનના પગલે ચાલવા અને રાષ્ટ્રને વિનાશના માર્ગ પર મૂકવા સમાન હશે. જો આ વાત મિથ્યા લાગી રહી હોય, જેમ મેરોનાઈટસને લાગી રહી હતી. તો તે ન ભૂલવું જોઈએ કે જયારે પ્રમાણસર પ્રતિનિધિત્વના ખતરનાક વિચારો વાસ્તવિકતામાં પ્રગટ થાય છે ત્યારે દેશને અંધાધૂંધીમાં ડૂબી જતાં વાર નહીં લાગે.

    આ મૂળ લેખ ઑપઇન્ડિયાની અંગ્રેજી વેબસાઈટ પર છે, જેને આપ આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં