નવરાત્રીના બીજા નોરતે વડોદરામાં 16 વર્ષની સગીરા પર સામુહિક (Vadodara Gang Rape) બળાત્કાર કરનારા 5 આરોપીઓના ઝડપાયા બાદ પોલીસે અગ્રીમ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાળકીના દેહને ચૂંથનારા મુન્ના અબ્બાસ, અલ્તાફ અને શાહરૂખનું સયાજી હોસ્પિટલમાં મેડીકલ પરીક્ષણ કરાવ્યું છે. આ દરમિયાન એક આરોપી સ્ટ્રેચર પર જોવા મળ્યો હતો. બાદમાં તેને વ્હીલ ચેર પર બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સામુહિક બળાત્કાર કેસના આરોપી અલ્તાફ બંજારા, શાહરુખ ઇસ્માઇલ બંજારા અને મુન્ના અબ્બાસ બંજારાની મેડિકલ તપાસ માટે પોલીસ તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આ દરમિયાન આરોપીને સ્ટ્રેચર પર લઇ જવામાં આવ્યા હતા. જ્યારે મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. દુષ્કર્મ આચર્યા બાદ આ તમામ આરોપીઓએ ક્યાં આશરો લીધો અને તેમને કોણે મદદ કરી તે દિશામાં તપાસ ચાલી રહી છે.
Vadodara Police nabs all accused in Bhayli minor girl gang rape casehttps://t.co/tqVzOBnuD1 pic.twitter.com/spD7P251rc
— DeshGujarat (@DeshGujarat) October 7, 2024
1 હજાર ઘરોમાં પોલીસે તપાસ કરી
નોંધનીય છે કે ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેમને શોધવા માટે 200થી વધુ બાહોશ પોલીસ કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા હતા. આ મિશનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઇ હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી. સુધીના 1100થી વધુ સીસીટીવી ચેક કરીને આરોપીઓનું પગેરું શોધ્યું હતું. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના 1 હજારથી વધુ મકાનોમાં પણ તપાસ કરવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના
ગત 4 ઓક્ટોબર 2024 એટલે કે નવરાત્રીના બીજા નોરતે એક 16 વર્ષની અને 11માં ધોરણમાં ભણતી સગીરા ભાયલી-બીલ રોડ વિસ્તારમાં રાત્રે 11:30 વાગે સુમસાન રસ્તા પર તેના 16 વર્ષના મિત્ર સાથે બેઠી હતી. તેઓ બેઠા હતા, તેનાથી થોડે જ દૂર 5 યુવકો નશો કરીને બેઠા હતા. લગભગ રાત્રે 12 થી 1 વાગ્યાના આરસમાં તેમણે બંને સગીરોને હેરાન કરવાનું શરૂ કર્યું. 5 પૈકી 2 યુવકો થોડી વારમાં ત્યાંથી બાઈક લઈને ચાલ્યા ગયા. બાકીના મુન્ના અબ્બાસ બંજારા,અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા એમ ત્રણ મુસ્લિમ આરોપીઓએ બાળકી અને તેના મિત્રને ઘેરી લીધો.
થોડી હેરાનગતિ બાદ એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે જણાએ બાળકીને નજીકમાં ઢસડી જઈને તેના પર ગેંગ રેપ કર્યો હતો. ઘટના બાદ ડઘાયેલા બંને બાળકોએ પોતાના પરિવારને આ વિષે જાણ કરતા તેઓ તાત્કાલિક પોલીસ પાસે પહોંચ્યા હતા. પોલીસને જાણ થતા જ પોલીસે વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને ઘટનાસ્થળે જઈ તપાસ આદરી હતી. બાળકીના જણાવ્યા અનુસાર ત્યાંથી પુરાવાઓ પણ મળી આવ્યા હતા.