Wednesday, October 2, 2024
More
    હોમપેજવગેરે...કટાક્ષપાકિસ્તાની રાશિદ અને તેનો પરિવાર 'શર્મા' બનીને 10 વર્ષથી રહેતા હતા ભારતમાં:...

    પાકિસ્તાની રાશિદ અને તેનો પરિવાર ‘શર્મા’ બનીને 10 વર્ષથી રહેતા હતા ભારતમાં: કરાવતા હતા ધર્માંતરણ, એક ભૂલના કારણે તમામ ઝડપાયા

    સિદ્દીકી પરિવાર નિવાસસ્થાન છોડવાની તૈયારી કરી રહ્યો હતો, તે જ સમયે પોલીસે પરિવારને દબોચી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે, તે 2018થી બેંગ્લોરમાં રહેતો હતો. તેણે પરિવારના હિંદુ નામવાળા ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ પણ બનાવ્યા હતા.

    - Advertisement -

    બેંગ્લોરમાંથી (Bengaluru) છેલ્લા 10 વર્ષથી હિંદુ તરીકેની ઓળખ (Fake Identity) આપી ભારતમાં રહેતા ચાર પાકિસ્તાની મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરે પોલીસે બેંગ્લોરના બહારના વિસ્તારમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. સામે આવ્યું હતું કે ‘શર્મા’ (Sharma) બનીને રહેતો આખો મુસ્લિમ પરિવાર (Pakistani Muslim Family) વર્ષોથી લોકોને ઠગી રહ્યો હતો. આરોપીઓની ઓળખ રાશિદ અલી સિદ્દીકી (48), તેની પત્ની આયેશા (38) અને તેના માતા-પિતા હનીફ મોહમ્મદ (73) અને રૂબીના (61) તરીકે થઈ છે. તેઓ રાજપુરા ગામમાં શંકર શર્મા, આશા રાની, રામ બાબુ શર્મા અને રાની શર્માના નામથી રહેતા હતા.

    ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે પાકિસ્તાની નાગરિકો જ્યારે ઢાકાથી ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓને તેઓ બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેઓ રાશિદ અલી સિદ્દીકીના સંબંધીઓ હતા.

    સિદ્દીકી પરિવાર નિવાસસ્થાન છોડવાની તૈયારી કરી રહ્યો હતો, તે જ સમયે પોલીસે પરિવારને દબોચી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે, તે 2018થી બેંગ્લોરમાં રહેતો હતો. તેણે પરિવારના હિંદુ નામવાળા ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ પણ બનાવ્યા હતા. પોલીસને ઘરની દિવાલો પર “મેહદી ફાઉન્ડેશન ઈન્ટરનેશનલ જહસન-એ-યુનુસ” લખેલું જોવા મળ્યું તથા ઇસ્લામિક નેતાઓની તસવીરો પણ મળી આવી હતી.

    - Advertisement -

    ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સિદ્દીકીએ પૂછપરછ દરમિયાન પુષ્ટિ કરી કે, તે અને તેનો પરિવાર પાકિસ્તાનના હતા. તેણે બાંગ્લાદેશમાં રહેતી આયેશા સાથે 2011માં વર્ચ્યુઅલ નિકાહ કર્યા હતા. મઝહબી નેતાઓના અત્યાચારને કારણે તેને બાંગ્લાદેશ જવું પડ્યું હતું. 2014માં તેણે ભારતમાં મેહદી ફાઉન્ડેશનના પરવેઝ સાથે સંપર્ક કર્યો અને ગેરકાયદેસર રીતે દેશમાં સ્થળાંતર કર્યું હતું.

    ત્યારબાદ, સિદ્દીકી, તેની બેગમ, સાસરિયાઓ અને સંબંધીઓ મોહમ્મદ યાસીન ઉર્ફે કાર્તિક શર્મા અને ઝૈનાબી નૂર ઉર્ફે નેહા શર્મા મધ્યસ્થીઓની મદદથી પશ્ચિમ બંગાળના માલદા થઈને બાંગ્લાદેશથી ભારત આવ્યા. વધુમાં, તે ખાદ્યપદાર્થો વેચતો હતો અને ગેરેજમાં તેલ સપ્લાય કરતો હતો. તેના સાસરિયાઓએ બેંગલુરુમાં બેંક ખાતા પણ ખોલાવ્યા હતા. સિદ્દીકીએ પોલીસને જણાવ્યું કે, તેને બાંગ્લાદેશના તેના ‘હેન્ડલર્સ’ દ્વારા ‘તેમના નેતાના મજહબી ઉપદેશોને પ્રોત્સાહન આપવા’ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યો હતો.

    એક પોલીસ અધિકારીએ માહિતી આપી કે, “અમારા જિગાનીના ઇન્સ્પેક્ટરે આ મામલાની તપાસ કરી અને કેસ નોંધ્યો છે. બનાવટી દસ્તાવેજોની મદદથી અહીં એક પરિવારના ચાર લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. હવે, કેસ નોંધવામાં આવ્યો છે અને તે ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછના પરિણામના આધારે અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું.” અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરિવારે બનાવટી દસ્તાવેજો મેળવ્યા હતા અને અગાઉના છ વર્ષ જિગાનીમાં એક એપાર્ટમેન્ટ ભાડે રાખીને વિતાવ્યા હતા.

    એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે તેઓ શરૂઆતમાં દિલ્હીમાં રહેતા હતા ત્યાં, તેઓએ ‘શર્મા’ પરિવાર તરીકે ખોટી ઓળખ હેઠળ ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને આધારકાર્ડ બનાવ્યા હતા. દિલ્હીમાં સિદ્દીકીએ મહેદી ફાઉન્ડેશન વતી ઉપદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તે નજીકના હિંદુઓનું ઈસ્લામમાં ધર્માંતરણ કરાવતો હતો, આ માટે તેને પાકિસ્તાનમાંથી ફંડિંગ મળતું હતું. આ ઉપરાંત, બેંગ્લોરમાં રહેતા ઘણા સ્થાનિક મુસ્લિમો પણ તેની મદદ કરી રહ્યા હતા.

    ભારતીય દંડ સંહિતા (IPC) અને પાસપોર્ટ એક્ટ અંતર્ગત કલમ 468, કલમ 471 (બનાવટી દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો વાસ્તવિક તરીકે ઉપયોગ) અને કલમ 420 (છેતરપિંડી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર રેકેટ અંગે આગામી તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં