મહિલા સાથે ગાળાગાળી કરીએ ગેરવર્તન કરનાર નોઈડાના શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સવારે ગેરકાયદેસર બાંધકામ પર યોગી સરકારનું બુલડોઝર ફરી વળ્યું હતું. આજે સવારે યુપી પોલીસના બંદોબસ્ત સાથે બુલડોઝર નોઈડાના સેક્ટર 93માં આવેલ ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટી ખાતે પહોંચી ગયાં હતાં અને શ્રીકાંતના ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા અને મીડિયામાં આ કાર્યવાહીના વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે. જેમાં લોકો ‘યોગી ઝિંદાબાદ’ના નારા લગાવતા અને કાર્યવાહીનું સમર્થન કરતા જોવા મળે છે. એક રહેવાસીએ કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નોઈડા ઓથોરિટીના સીઈઓની આ કાર્યવાહીથી અમે ખુશ છીએ. અમે તેના વર્તન અને ગેરકાયદે અતિક્રમણથી ત્રાસી ગયા હતા.”
#WATCH | Uttar Pradesh: Noida administration demolishes the illegal construction at the residence of #ShrikantTyagi, at Grand Omaxe in Noida's Sector 93.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022
Tyagi, in a viral video, was seen abusing and assaulting a woman here in the residential society. pic.twitter.com/YirMljembh
આ મામલે ઉત્તર પ્રદેશના ઉપ-મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે, મુખ્યમંત્રીએ આ ઘટનાની નોંધ લીધી છે અને ગુનેગારોને છોડવામાં આવશે નહીં. જેમણે પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.
બીજી તરફ, પોલીસે ઓમેક્સ સોસાયટીમાં ઘૂસી ગયેલા 7 લોકોની પણ ધરપકડ કરી લીધી છે. રવિવારે (7 ઓગસ્ટ 2022) કેટલાક સંદિગ્ધ લોકો ઓમેક્સ સોસાયટીમાં ઘૂસી ગયા હતા. તેમની ઉપર આરોપ છે કે તેમણે શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ કેસ દાખલ કરાવનાર મહિલાના ફ્લેટ પર જઈને તેમને ધમકી આપી હતી. જે બાદ અવાજ સાંભળીને આસપર્સના લોકો એકઠા થઇ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
શ્રીકાંત ત્યાગી ઉપર યુપી પોલીસે 25 હજારનું ઇનામ જાહેર કર્યું છે. તેમજ ફરાર આરોપીની શોધખોળ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ કામે લગાડવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે શ્રીકાંતનો ફોન હરિદ્વારમાં થોડા સમય માટે ચાલુ રહ્યો હતો, જે બાદ ફરી બંધ થઇ ગયો. હવે પોલીસે તેને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
નોઈડા પોલીસે જણાવ્યું કે, ત્યાગી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવ્યો છે. તે ધરપકડ માટે સતત ઠેકાણાં બદલી રહ્યો છે. પરંતુ યુપી પોલીસની ટીમો તેના સંભવિત ઠેકાણાં પર જઈને તેને શોધી રહી છે અને જલ્દીથી જ તેની ધરપકડ કરી લેવામાં આવશે.
પોતાની સોસાયટીમાં નિયમોનું ઉલ્લંઘન કરી શ્રીકાંત ત્યાગીએ અતિક્રમણ કરી લીધું હતું. એટલું જ નહીં, તે ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા ફ્લેટ સામે ઝાડ રોપી રહ્યો હતો. ત્યારે જ એક મહિલાએ આપત્તિ વ્યક્ત કરતાં તે ભડકી ઉઠ્યો હતો અને મહિલા સાથે ગાળાગાળી કરીને અભદ્ર વર્તન કરવા પર ઉતરી આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો.
જોકે, શરૂઆતમાં ત્યાગીને ભારતીય જનતા પાર્ટીનો નેતા જણાવવામાં આવ્યો હતો. પરંતુ ભાજપે પછીથી સ્પષ્ટતા કરી હતી કે તે તેમનો નેતા કે કાર્યકર નહીં પરંતુ પાર્ટીનો સભ્ય પણ નથી.