કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (HM Amit Shah) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પાણીએ જોવા મળ્યા. વાસ્તવમાં ખડગે રવિવારે (29 સપ્ટેમ્બર 2024) જમ્મુ કાશ્મીરમાં (Jammu & Kashmir) ભાષણ આપતા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. જોકે થોડા જ સ્વસ્થ થયા બાદ તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી વડાપ્રધાન મોદી સત્તા પરથી નહીં હટે ત્યાં સુધી તેઓ નહીં મરે. આ ટીપ્પણીને લઈને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ આક્રોશિત જોવા મળ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (Mallikarjun Kharge) જવાબ આપતા કહ્યું હતું કે તેમની આ ટિપ્પણી ‘અત્યંત ખરાબ અને અપમાનજનક’ છે. તેમણે કહ્યું કે ખડગેએ ‘કટુતાથી નફરત દર્શાવી છે. તેમનું માનવું છે કે કોંગ્રેસ અધ્યક્ષે લીધાદીધા વગર જ વડાપ્રધાન મોદીનું નામ તેમના બગડેલા સ્વાસ્થ્ય સાથે જોડી દીધું. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “ગઈ કાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ પોતે જ, પોતાના નેતાઓ અને તેમની પાર્ટીથી વધુ ખરાબ અને શરમજનક બાબત કહી. તેમણે તેમની કટુતાનો પરિચય આપતા લીધા-દીધા વગર પીએમ મોદીને તેમના અંગત સ્વાસ્થ્ય મામલે જોડ્યા અને કહ્યું કે તેઓ તેમને સત્તા પરથી હટાવીને જ દમ લેશે. આનાથી જ ખ્યાલ આવી જાય છે ક, કોંગ્રેસીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે કેટલી નફરત છે અને તેઓ દર સમયે તેમનાં વિશે વિચારતા રહે છે.”
Yesterday, the Congress President Shri Mallikarjun Kharge Ji has outperformed himself, his leaders and his party in being absolutely distasteful and disgraceful in his speech.
— Amit Shah (@AmitShah) September 30, 2024
In a bitter display of spite, he unnecessarily dragged PM Modi into his personal health matters by…
તેમણે કોંગ્રેસ ચીફના સ્વાસ્થ્યને લઈને કહ્યું કે, “જ્યાં સુધી ખડગેજી ના સ્વાસ્થ્યની વાત છે, મોદી જી પ્રાર્થના કરી રહ્યા છે, હું પ્રાર્થના કરી રહ્યો છું અમે બધા જ પ્રાર્થના કરી રહ્યા છીએ કે તેમને દીર્ઘાયુ અને સ્વસ્થ રહે. તેઓ અનેક વર્ષો સુધ જીતીત રહે અને 2047 સુધીમાં વિકસિત ભારતની નિર્માણ પોતે જોવે.” કેન્દ્રીય ગૃહમંત્રીએ આ નિવેદન આપ્યા બાદથી તે ચર્ચાનો વિષય બન્યું છે.
હું કહ્યું હતું મલ્લિકાર્જુન ખડગેએ?
નોંધનીય છે કે રવિવારે કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગે જમ્મુ-કાશ્મીરમાં એક રાજકીય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમના આ ભાષણ વખતે જ અચાનક તબિયત લથડી અને તેમને નીચે બેસાડી દેવામાં આવ્યા. થોડા સમય બાદ જયારે તેમને હોશ આવ્યો, ત્યારે તેમણે તેમનું ભાષણ પૂર્ણ કર્યું અને કહ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદી સત્તા પરથી નહીં હટે ત્યાં સુધી નહીં મરે.