Sunday, September 22, 2024
More
    હોમપેજદેશ'હિંદુ આસ્થા સાથે ખિલવાડ, દોષિતોને અપાય મૃત્યુદંડ': તિરુપતિ પ્રસાદ વિવાદ પર બોલ્યા...

    ‘હિંદુ આસ્થા સાથે ખિલવાડ, દોષિતોને અપાય મૃત્યુદંડ’: તિરુપતિ પ્રસાદ વિવાદ પર બોલ્યા બાગેશ્વર ધામ સરકાર, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું- આ રીતે પ્રસાદમાં ભેળસેળ કરવી એ પાપ

    પવિત્ર પ્રસાદમાં જાનવરની ચરબી અને માછલીનું તેલ ભેળવ્યા હોવાની પુષ્ટિ થયા બાદ બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રતિક્રિયા સામે આવી છે.

    - Advertisement -

    પવિત્ર હિંદુ મંદિરો પૈકીના એક તિરુપતિ મંદિરના (Tirupathi Temple) પવિત્ર પ્રસાદમાં પશુની ચરબી અને માછલીના તેલની હાજરી જોવા મળી હોવાની પુષ્ટિ થયા બાદથી વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. કરોડો સનાતનીઓની લાગણીઓને ઠેસ પહોંચી છે અને આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે હવે બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ (Dhirendra Krishna Shastri) પ્રતિક્રિયા આપી છે. તેમણે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી. આ સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) પણ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી.

    બાગેશ્વર ધામ સરકારે આ મામલે આંધ્ર પ્રદેશ સરકાર સમક્ષ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. તેમણે કહ્યું કે, “આ ભારતના સનાતનમાં માનનારા લોકોનો ધર્મ ભ્રષ્ટ કરવાનું કાવતરું છે. જો પ્રસાદમાં જાનવરની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે બહુ જ મોટો અપરાધ છે. આ સુનિયોજિત કાવતરું છે. અમે તેને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લઈએ.”

    તેમણે આ મામલે વધુમાં જણાવ્યું કે, “કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને ફાંસીની સજા આપવામાં આવે. હવે સમય આવી ગયો છે કે સનાતની મંદિરોની સુરક્ષા અને પવિત્રતા જાળવી રાખવા માટે તેનું વ્યવસ્થાપન અને પ્રબંધન હિંદુ બોર્ડ દ્વારા કરવામાં આવે. આ કૃત્ય માત્ર ધર્મ વિરુદ્ધ જ નહીં, માનવતા વિરુદ્ધનું પણ છે. દેશના શ્રદ્ધાળુઓ સાથે આ બહુ મોટો વિશ્વાસઘાત છે. આવા અપરાધીઓને સમાજમાં કોઈ સ્થાન ન મળવું જોઈએ અને તેમને ફાંસી આપવી જોઈએ.”

    - Advertisement -

    પ્રસાદમાં ભેળસેળ પાપ: રામનાથ કોવિંદ

    બીજી તરફ આ મામલે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ મામલાને ગંભીરતાથી લઈને તેના પર ચિંતા જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે આવા પવિત્ર ધામના પ્રસાદને લઈને હિંદુઓમાં ઊંડી આસ્થા હોય છે, પરંતુ આ પ્રકારની ભેળસેળ શ્રદ્ધાળુઓમાં શંકા ઉત્પન્ન કરી શકે. આટલું જ નહીં, તેમણે તેમના તાજેતરના વારાણસી પ્રવાસને પણ યાદ કરીને નિવેદન આપ્યું કે, “આ પ્રવાસમાં હું કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન તો ન કરી શક્યો, પરંતુ મારા કેટલાક સહયોગીઓ દર્શને ગયા હતા અને ત્યાંથી પ્રસાદ લઈ આવ્યા હતા. જ્યારે તેમણે મને પ્રસાદ આપ્યો, મને તરત જ તિરુપતિ મંદિરની પ્રસાદના સમાચાર યાદ આવી ગયા.”

    આટલું જ નહીં, તેમણે આ પ્રકારની ભેળસેળને પાપ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “આમ ભેળસેળ કરવી એ પાપ છે અને હિંદુ શાસ્ત્રોમાં પણ આને પાપ જ કહેવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ આસ્થાનો પ્રતિક છે અને તેમાં આવી ભેળસેળ કરવી નિંદાને પાત્ર છે.” તેમણે આ પ્રકારની ભેળસેળને લઈને કડક પગલાં લેવાની માંગ કરી છે.

    ભાજપની પણ આકરી પ્રતિક્રિયા

    બીજી તરફ ભાજપ પણ તિરુપતિ પ્રસાદમાં ભેળસેળની સમગ્ર ઘટનાને લઈને આકરા પાણીએ જોવા રહ્યું છે. ભાજપના અનેક નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ આ મામલે આંધ્ર પ્રદેશ સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે SITના ગઠન અને વિશેષ તપાસ CBIને સોંપવા પણ કહ્યું છે. તેમણે કહ્યું કે, “આ હિંદુ આસ્થા અને વિશ્વાસ પર સીધો હુમલો છે જેને સહન ન કરી શકાય.”

    કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તિરુપતિ પ્રસાદ વિવાદ મામલે ચિંતા વ્યક્ત કરતાં તેને ખૂબ ગંભીર મામલો ગણાવ્યો હતો. તેમણે આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમણે ખુલાસો કરતા લેબ રિપોર્ટને પણ ખતરનાક ગણાવ્યા હતા. તેમણે દોષીઓને કડકમાં કડક સજાની પણ માંગ કરી છે અને આ મામલે CBI તપાસ અને SITના ગઠનની માંગ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં