પ્રાપ્ત માહિતી અનુસાર, મામલો કર્ણાટકના બેંગલોરનો છે. અહીં એક 26 વર્ષીય યુવતીની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી. દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડમાં જેમ આફતાબે લાશના ટુકડા કરીને ફ્રિજમાં ભરી દીધા હતા, એ જ રીતે હત્યા કરનાર વ્યક્તિએ પણ આ યુવતીની લાશના 30 જેટલા ટુકડા કરીને ફ્રિજમાં ભરી દીધા. ઘટના શહેરના મલ્લેશ્વરમ વિસ્તારમાં આવેલા વ્યાલિકાવલ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટની છે. યુવતી આ ફ્લેટના પ્રથમ માળે રહેતી હતી. હત્યાનું ચોક્કસ કારણ સામે નથી શક્યું, પરંતુ પોલીસને આશંકા છે કે પ્રેમસંબંધમાં આ હત્યા થઈ હોય શકે છે.
4-5 દિવસ પહેલાં હત્યા થઇ હોવાની પોલીસને આશંકા
આ મામલે પોલીસે આપેલી માહિતી અનુસાર હત્યા ઓછામાં ઓછા 5 દિવસ પહેલાં કરવામાં આવી છે. મૃતક યુવતી અન્ય રાજ્યની રહેવાસી છે અને તે પોતાના પરિવાર સાથે બેંગલોરમાં રહેતી હતી અને શોપિંગ મોલમાં કામ કરતી હતી. ફ્રિજમાંથી પોલીસે જ્યારે મૃતકના લાશના ટુકડા બહાર કાઢ્યા ત્યારે સામે આવ્યું હતું કે લાશ સડી ગઈ છે અને તેમાં ઈયળ પડી ગઈ છે. આથી પોલીસને અનુમાન છે કે હત્યાને 5 દિવસથી વધુ સમય થયો હોવો જોઈએ. કેટલાક અહેવાલોમાં જણાવ્યા અનુસાર મૃતક યુવતીનો પતિ ઘરથી દૂર રહીને નીકરી કરે છે.
बेंगलुरु
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) September 22, 2024
➡बेंगलुरू में दिल्ली के श्रद्धा हत्याकांड जैसी वारदात
➡युवती की बेरहमी से हत्या,30 टुकड़े कर फ्रिज में रखा शव
➡कर्नाटक के बेंगलुरू में श्रद्धा वॉल्कर जैसी घटना
➡बेगलुरू के मल्लेश्वरम में 26 वर्षीय युवती की हत्या
➡हत्यारे ने शरीर के 30 टुकड़े कर फ्रिज में रख… pic.twitter.com/ex7S7WSYXi
સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલ કોઈ માહિતી જાહેર નથી કરી. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ કશું કહી શકાશે. હાલ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં તપાસ એજન્સીઓ હાજર છે. ફોરેન્સિક ટીમ, ડોગ સ્કવોડ અને FSLની મદદ લેવાઈ રહી છે. આ હત્યા પાછળ કોનો હાથ છે, તે હજુ સુધી સામે નથી આવ્યું. પોલીસ આરોપીને ઝડપી લેવા તમામ પ્રયત્નો કરી રહી છે.
શ્રદ્ધા હત્યા કેસ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં દિલ્હીમાં એક હત્યાનો કેસ સામે આવ્યો હતો. અહીં આફતાબ આમીન પૂનાવાલા નામના એક વ્યક્તિએ તેની પાર્ટનર શ્રદ્ધાને પહેલાં ગળું દબાવીને મારી નાખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. જેને તેણે પાણી વડે ધોઈને સાફ કરીને મોટા ફ્રિજમાં ભરી દીધા હતા. ત્યારબાદ તે દરરોજ રાત્રે નીકળીને ટુકડાઓ નજીકમાં આવેલા જંગલ અને આસપાસના વિસ્તારોમાં ફેંકી આવતો હતો.
શ્રદ્ધા અને આફતાબ બંને એકલાં જ રહેતાં હતાં. ઘણા સમયથી યુવતીએ સંપર્ક ન કરતાં તેના પિતા અને મિત્રો ચિંતાતુર થયા હતા. તેના પિતા એક દિવસ તપાસ કરતા દિલ્હી આવી પહોંચ્યા હતા. જ્યાં ફ્લેટ પર તાળું લાગેલું જોતાં તેમણે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આખરે છ મહિના બાદ પોલીસ આફતાબ સુધી પહોંચી શકી હતી અને સમગ્ર કેસની વિગતો બહાર આવી હતી. આફતાબ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે અને દિલ્હીની જ કોર્ટમાં તેની વિરુદ્ધ હત્યાનો કેસ ચાલી રહ્યો છે.