હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસે (PM Modi’s USA Visit) છે. ભારતીય સમય અનુસાર શનિવારે મોડી સાંજે અમેરિકા પહોંચતાંની સાથે જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન ક્વાડ શિખર સંમેલનમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને પણ તેમનું જોશીલું સ્વાગત કર્યું. અહીં પીએમ મોદીની મુલાકાત ક્વાડ (QUAD) શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ઑસ્ટ્રેલિયન પીએમ એન્થની આલ્બનીઝ અને જાપાનીઝ પીએમ ફુમિયો કિશિદા સાથે પણ થઈ હતી.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેદ્ર મોદીના આ અમેરિકા પ્રવાસ પર આખા વિશ્વની નજર છે. દરમિયાન રાષ્ટ્રપતિ બાયડને બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારતનો અમેરિકા સાથેનો સંબંધ પહેલાંની દ્રષ્ટિએ ખૂબ જ વધુ મજબૂત, ઘનિષ્ઠ અને વધુ ગતિશીલ છે. પીએમ મોદીને લઈને તેમણે કહ્યું કે, જ્યારે-જ્યારે પણ અમે સાથે બેસીએ છીએ, તો પરસ્પર સહયોગનાં નવાં દ્વાર ખૂલે છે અને હું તેમનાથી પ્રભાવિત થયો છું. આજે પણ તેમ જ થયું છે.
Furthering the India-USA partnership!
— PMO India (@PMOIndia) September 22, 2024
PM @narendramodi and @POTUS @JoeBiden held bilateral talks in Delaware.
The discussions centred on strengthening the India-USA partnership across areas of mutual interest. Both leaders exchanged views on the Indo-Pacific region as well as… pic.twitter.com/4CtpnqlMYq
અમેરિકામાં પીએમ મોદી અને જો બાયડને દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી અને અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની વાતચીતમાં વૈશ્વિક, રણનીતિક ગઠબંધન મજબૂત કરવાની વાત થઈ તો વ્યાપારિક દ્રષ્ટિએ પણ અનેક મહત્વના કરાર થયા. જે અનુસાર, બંને નેતાઓની બેઠકમાં કોલકાતામાં સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપિત કરવા પર ચર્ચા થઈ હતી. જેનું ફોકસ બંને દેશોની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એડવાન્સ સેન્સિંગ, કોમ્યુનિકેશન અને નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા પર રહેશે. પીએમ મોદીએ કહ્યું કે, આ નિર્ણયથી ભારતને સેમી, થર્ડ ટેક અને US સ્પેસ ફોર્સ વચ્ચે રણનીતિક ટેક ભાગીદારીથી સક્ષમ કરવાની દિશામાં કામ કરવામાં આવશે.
ઉપરાંત, બેઠકમાં ભારત 31 MQ-9B ડ્રોનની ખરીદી કરશે તેવો પણ નિર્ણય લેવાયો, જે નિર્ણયની અમેરિકાએ પ્રશંસા કરી. આ એડવાન્સ ડ્રોન સિસ્ટમથી ભારતની ઇન્ટેલિજન્સ, સર્વિલાન્સ અને રિકોનાઇસેન્સ ક્ષમતાઓમાં વધારો થશે. જેમાંથી 16 ડ્રોન હવાઈ સુરક્ષા માટે અને 15 સમુદ્રી સુરક્ષા માટે ખરીદવામાં આવી રહ્યાં છે. જેનાથી ભારતની સૈન્યશક્તિઓમાં વધારો થશે. આ સિવાય પણ અનેક અગત્યના મુદ્દા ચર્ચાઓ થઈ હતી.
પીએમના ખભા પર હાથ રાખી કહ્યું- સંગઠન બન્યું રહેશે
આ મુલાકાત બાદ યોજાયેલી ક્વાડ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, “આ બેઠક તેવા સમયમાં થઈ રહી છે, જ્યારે વિશ્વ સંઘર્ષોનો સામનો કરી રહ્યું છે. તેવામાં ક્વાડ દેશોનું સાથે મળીને ચાલવું જરૂરી છે. અમે કોઈના વિરોધમાં નથી. અમે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, ક્ષેત્રીય અખંડિતતા અને અન્ય તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ.”
ક્વાડને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને વડાપ્રધાન નરેદ્ર મોદીના ખભે હાથ મૂકી કહ્યું હતું કે, “ચૂંટણીઓ બાદ પણ આ સંગઠન આમ જ બન્યું રહેશે.”
#WATCH | Wilmington, US: When asked will the Quad survive beyond the elections in November, US President Joe Biden says, "Way beyond November."
— ANI (@ANI) September 21, 2024
(Source: ANI/DD News) pic.twitter.com/BbOqVpp5XT
ઇન્ડો-પેસિફિક દેશોને કેન્સર સામે રક્ષણ આપવા 4 કરોડ વેક્સિન આપશે ભારત
નોંધનીય છે કે આ બેઠકમાં જાપાનના અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ સામેલ હતા. તેમણે પણ અમેરિકામાં પીએમ મોદીને મળીને હર્ષ વ્યક્ત કર્યો. ક્વાડ સમિટ બાદ આ ચારેય નેતાઓએ કેન્સર મૂનશોટ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડો-પેસિફિક દેશોને કેન્સર સામે રક્ષણ આપવા 4 કરોડ વેક્સિન વિનામૂલ્યે આપવાની ઘોષણા કરી હતી. આ દરમિયાન યોજાયેલા ફોટો સેશનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાયડન સાથે જોવા મળ્યા.