Friday, September 20, 2024
More
    હોમપેજરાજકારણ'કલમ 370 પરત લાવવા અમે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના સમર્થનમાં'- પાકિસ્તાનના સંરક્ષણમંત્રી:...

    ‘કલમ 370 પરત લાવવા અમે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના સમર્થનમાં’- પાકિસ્તાનના સંરક્ષણમંત્રી: ગૃહમંત્રી શાહે કહ્યું- કોંગ્રેસ છે દેશવિરોધી તાકાતો સાથે

    અમિત શાહે કહ્યું કે, “કલમ 370 અને 35A પર કોંગ્રેસ અને JKNCને પાકિસ્તાનના સંરક્ષણમંત્રીના સમર્થનથી કોંગ્રેસ ફરી એકવાર ઉઘાડી પડી ગઈ છે. આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા પણ એક છે અને એજન્ડા પણ.”

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું (Jammu-Kashmir Legislative Election) પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્યારે પાકિસ્તાને (Pakistan) કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને (Congress) સમર્થન આપતાં કાશ્મીરમાં રાજકારણ ગરમાયું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે કલમ 370ને (Article 370) પુન:પ્રસ્થાપિત કરવા મામલે પાકિસ્તાન કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સની (National Conference) સાથે છે. જિયો ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં ખ્વાજા આસિફે (Khawaja Asif) કહ્યું કે અમે કલમ 370 પર કોંગ્રેસના ગઠબંધનના સ્ટેન્ડ સાથે સહમત છીએ.

    પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જીયો ટીવીના એક પત્રકારને ઈન્ટરવ્યુ આપ્યો હતો. પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે ‘કેપિટલ ટોક’ નામક કાર્યક્રમમાં ખ્વાજા આસિફને એક પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતુ કે શેખ અબ્દુલ્લા અને નેહરુએ કલમ 370 અને 35A લાગુ કરી હતી. હવે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણી માટે કહી રહ્યા છે કે કે જો અમે જીતીશું તો અમે કલમ 35A અને 370ને ફરીથી લાગુ કરીશું. શું તમને લાગે છે કે આ શક્ય છે?

    આ પ્રશ્નનો જવાબ આપતા ખ્વાજા આસિફે કહ્યું હતું કે, “મને લાગે છે કે તે શક્ય છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંને મહત્વપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે.  આ મુદ્દે મને લાગે છે કે ખીણની બહારના લોકો અને કાશ્મીર ખીણના લોકો ખૂબ જ પ્રેરિત થયા છે. તે સત્તામાં આવે તેવી પુરી સંભાવના છે. સ્થિતિ પુનઃસ્થાપિત થવી જોઈએ, તેને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં આવ્યો છે. જો સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવે છે, તો મને લાગે છે કે કાશ્મીરી લોકો દ્વારા સહન કરાયેલા ઘા થોડા રુઝાઈ જશે.”

    - Advertisement -

    આ ઉપરાંત પત્રકારે અન્ય એક પ્રશ્ન પણ પૂછ્યો હતો, કે , કોંગ્રેસ કહે છે કે અમે આ અધિકારો અપાવીશું, શું એમ કહી શકાય કે પાકિસ્તાની રિયાસત અને ભારતની કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ એક તરફ છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, “’આ મુદ્દા પર (કલમ 370), બિલકુલ. જ્યારથી મોદી સાહેબે આ નિર્ણય કર્યો છે, ત્યારથી અમારી માંગણી પણ એ જ છે કે કાશ્મીરની સ્થિતિ પુનઃસ્થાપિત થવી જોઈએ.”

    શાહે કહ્યું કોંગ્રેસના અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક

    આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “કલમ 370 અને 35A પર કોંગ્રેસ અને JKNCને પાકિસ્તાનના સંરક્ષણમંત્રીના સમર્થનથી કોંગ્રેસ ફરી એકવાર ઉઘાડી પડી ગઈ છે. આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા પણ એક છે અને એજન્ડા પણ.”

    આગળ તેમણે લખ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડીને તમામ ભારત વિરોધી શક્તિઓ સાથે ઉભા છે. એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવાની બાબત હોય કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટિપ્પણી કરવી હોય, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન હંમેશા એક તરફ રહ્યા છે અને કોંગ્રેસનો હાથ હંમેશા દેશવિરોધી શક્તિઓ સાથે રહ્યો છે.”

    આગળ તેમણે કલમ 370નો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે, તેથી કાશ્મીરમાં ન તો કલમ 370 કે આતંકવાદ પાછા આવવાના છે.” ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કલમ 370 હવે ઇતિહાસ બની ચુકી છે, તેને ફરીથી ક્યારેય લાગુ કરી શકાશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં