Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'₹290 કરોડની વંદે ભારત પર ₹436 કરોડ ખર્ચી રહી છે મોદી સરકાર':...

    ‘₹290 કરોડની વંદે ભારત પર ₹436 કરોડ ખર્ચી રહી છે મોદી સરકાર’: હવે TMC નેતાએ ફેલાવ્યું જુઠ્ઠાણું, રેલવેને લઈને કર્યા ભ્રામક દાવા, અહીં જાણો હકીકત

    TMC નેતાની સાથે જ એક અન્ય સોશિયલ મીડિયા યુઝર અમીના કૌસરે પણ તે જ સ્ક્રીનશોટ શેર કર્યો અને પોતાની પોસ્ટમાં લખ્યું કે, "રાફેલ કૌભાંડ બાદ હવે હવે વંદે ભારતના એક નવો કૌભાંડ સામે આવ્યો છે. કૌભાંડની કુલ કિંમત ₹19430 કરોડ હોય શકે છે."

    - Advertisement -

    મોદી સરકારને (Modi Government) ઘેરવા માટે વિપક્ષના નેતા સતત જુઠ્ઠાણાંનો સહારો લેતા જોવા મળે છે. ઘણી વખત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરકારને ટાર્ગેટ કરવા માટે ગેરમાર્ગે દોરનારી અને ભ્રામક પોસ્ટ કરતાં રહે છે. કોંગ્રેસથી લઈને INDI ગઠબંધનના અનેક નેતાઓ આ કારસ્તાન કરવામાં પાવરધા થઈ ગયા છે. હવે ફરી એકવાર આવું જ જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે. આ વખતે TMC નેતાએ વંદે ભારત સ્લીપર ટ્રેનને (Vande Bharat Train) બનાવવાના ખર્ચને લઈને ફેક ન્યૂઝ (Fake News) ફેલાવ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકારે વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવવા માટે ₹58,000 કરોડના કોન્ટ્રાક્ટને સંશોધિત કર્યો છે અને આ નિર્ણયના કારણે હવે એક ટ્રેનની કિંમત બમણી થઈ છે. સાથે એવા પ્રશ્ન પણ પૂછવામાં આવી રહ્યા છે કે, આખરે એ કોન્ટ્રાકટર કોણ છે, જેને મોદી સરકાર લાભ પહોંચાડવા માંગે છે.

    ફેક ન્યૂઝ ફેલાવતા એક સ્ક્રીનશોટને શેર કરીને TMC રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ પણ X પર પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં જુઠ્ઠાણું ફેલાવતા લખ્યું કે, “પહેલાં જે ટ્રેનની કિંમત ₹290 કરોડ હતી, હવે તેની કિંમત ₹436 કરોડ થઈ ગઇ છે. આ માત્ર AC કોચવાળો ટ્રેન છે, જે ગરીબ લોકોને પરવડી શકે તેમ પણ નથી.” તેમણે આગળ એક પ્રશ્ન પૂછ્યો છે કે, વંદે ભારત કોન્ટ્રાક્ટમાં 50% ખર્ચ વધારાથી કોને ફાયદો થઈ રહ્યો છે?

    TMC નેતાની સાથે જ એક અન્ય સોશિયલ મીડિયા યુઝર અમીના કૌસરે પણ તે જ સ્ક્રીનશોટ શેર કર્યો અને પોતાની પોસ્ટમાં લખ્યું કે, “રાફેલ કૌભાંડ બાદ હવે હવે વંદે ભારતના એક નવો કૌભાંડ સામે આવ્યો છે. કૌભાંડની કુલ કિંમત ₹19430 કરોડ હોય શકે છે.”

    - Advertisement -

    તે સિવાય અન્ય પણ વિપક્ષ સમર્થિત યુઝરો અને નેતાઓએ આ જ સ્ક્રીનશોટને ફેરવી-ફેરવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેમનું જુઠ વધુ સમય સુધી ચાલી શક્યું નહોતું. વંદે ભારત ટ્રેનના ખર્ચને લઈને થઈ રહેલા દાવા વચ્ચે રેલવે મંત્રાલય પણ સક્રિય થઈ ચૂક્યું હતું.

    રેલવેએ આપ્યું સ્પષ્ટીકરણ

    વંદે ભારતને લઈને થઈ રહેલા દાવા વાયરલ થયા બાદ રેલવે મંત્રાલયે પોતે આ ફેક ન્યૂઝ પર સંજ્ઞાન લીધું હતું અને આ અંગેનું સ્પષ્ટીકરણ પણ આપ્યું હતું. રેલવેએ સાકેત ગોખલેની પોસ્ટ પર જવાબ આપતા લખ્યું હતું કે, “મહેરબાની કરીને, ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાવવાનું બંધ કરો. કોચ દીઠ ખર્ચનો કોચની સંખ્યા દ્વારા ગુણાકાર કરવામાં આવે તો ટ્રેનના ખર્ચના આંકડા બરાબર થાય છે.” વધુમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, “સ્લીપર પ્રોજેક્ટમાં સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાના કારણે કોચ દીઠ ખર્ચ તમામ માપદંડો કરતા ઓછો છે. અમે લાંબી ટ્રેનો બનાવવા માટે કોચની સંખ્યા 16થી વધારીને 24 કરી છે, જ્યારે કોન્ટ્રાક્ટમાં કોચની કુલ સંખ્યા સ્થિર રાખવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરવાની વધતી માંગને કારણે જ આવું કરવામાં આવ્યું છે.”

    પોસ્ટમાં વધમાં કહેવામાં આવ્યું છે કે, “અગાઉ 200 ટ્રેનો 16 કોચ સાથે હતી, એટલે કે 3200 કોચવાળી હતી. હવે સુધારા બાદ 24 કોચવાળી 133 ટ્રેનો બનાવવામાં આવશે એટલે કે કુલ કોચ 3192 થશે.” કોચની સંખ્યા શેર કરતી વખતે રેલવે મંત્રાલયે કહ્યું કે, વાસ્તવમાં કોન્ટ્રાક્ટની કિંમત વધી નથી પરંતુ ઘટી છે કારણ કે ટ્રેનની લંબાઈ વધારવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં