Friday, November 22, 2024
More
    હોમપેજદેશPM નરેન્દ્ર મોદીએ સેમીકોન ઈન્ડિયા 2024નું કર્યું ઉદ્ઘાટન: ભારતને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને...

    PM નરેન્દ્ર મોદીએ સેમીકોન ઈન્ડિયા 2024નું કર્યું ઉદ્ઘાટન: ભારતને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ઈનોવેશન ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવાનો ઉદ્દેશ, CM યોગી પણ રહ્યા હાજર

    11 સપ્ટેમ્બરે ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવાના અગલા દિવસે PM મોદીએ તેમના નિવાસસ્થાન પર સેમીકન્ડક્ટર ઉદ્યોગના નેતૃત્વ સાથે વાતચીત માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં SEMI, Micron, NXP, PSMC, IMEC અને Renesas જેવી મોટી સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ હતા.

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગ્રેટર નોઈડામાં એક્સ્પો માર્ટ (Greater Noida Expo Mart) ખાતે પહોંચ્યા છે. PM મોદી દ્વારા સેમીકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન (Semicon India 2024 Inauguration) કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે. આ ત્રણ દિવસીય ઈવેન્ટનો ઉદ્દેશ્ય સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ઈનોવેશન ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા તરફ આગળ વધી રહેલા ભારતની નીતિઓને ઉજાગર કરવાનો છે.

    11 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર 3 દિવસ દરમિયાન સેમીકોન ઇન્ડિયા 2024 યોજવા જઈ રહ્યો છે. ત્યારે PM નરેન્દ્ર મોદી દ્વારા ગ્રેટર નોઇડા ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના ઉદ્ઘાટન પહેલા તેમણે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ સાથે મળીને એક્સ્પો માર્ટ ખાતે સેમિકન્ડક્ટર્સ અને સંબંધિત તકનીકોનું પ્રદર્શન નિહાળ્યું હતું. તથા તેનું નિરિક્ષણ પણ કર્યું હતું.

    શું છે ઇવેન્ટનો ઉદ્દેશ?

    સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વના દિગ્ગજ નેતાઓમાંથી ટોચના નેતાઓ, અને 150 સ્પીકર્સ સામેલ થવાના છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય વિઝન સેમીકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે ભારતને વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો અને વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમીકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને સાથે લાવવાનો છે.

    - Advertisement -

    UP સરકાર પ્રદેશને બનાવવા માંગે છે સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ

    કાર્યક્રમમાં 836 પ્રદર્શકો અને 50 હજાર મુલાકાતીઓ ભાગ લેશે. AI અને 6G જેવી ટેક્નોલોજી પર મોટી ઇવેન્ટ થશે. ઇવેન્ટમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને વર્કશોપ પણ યોજાશે તથા સેમીકન્ડક્ટરની અત્યાર સુધીની સફર પણ બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે CM યોગીના નેતૃત્વ વાળી UP સરકાર રાજ્યને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે.

    ઉલ્લેખનીય છે કે ભારતને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસો વર્ષ 2021માં જ શરુ થઇ ગયા હતા. 2021 ડિસેમ્બરમાં ભારતીય સેમીકન્ડક્ટર મિશન (ISM) શરુ કરવામાં આવ્યું હતું. માઈક્રોન, ટાટા-પીએસએમસી, સીજી પાવર અને કેનેસ ટેક્નોલોજી જેવી કંપનીઓ ભારતમાં સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપવાની યોજના જાહેર કરી ચૂકી છે.

    ઇવેન્ટ પહેલા માઈક્રોનના સીઈઓ સંજય મેહરોત્રાએ કર્યા PM મોદીના વખાણ

    ઇવેન્ટ પહેલા માઈક્રોનના સીઈઓ સંજય મેહરોત્રા PM મોદીને મળ્યા હતા, અને આ બાદ તેમણે PM મોદીની નીતિઓના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ભારતમાં સેમિકન્ડક્ટર્સ વિકસાવવાનું અને તેને આત્મનિર્ભર બનાવવાનું PM મોદીનું વિઝન ખૂબ જ રોમાંચક છે. સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે તેમના દ્વારા બનાવાયેલી નીતિઓ પણ એટલી જ રોમાંચક છે. સેમિકન્ડક્ટર્સ વિકસાવવા માટે ભારત માટે આ યોગ્ય સમય છે કારણ કે AIના લીધે અવસરો વધવાની સંભાવના છે.”

    ઇવેન્ટની શરૂઆત પહેલા PM મોદીએ કરી હતી મોટી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા

    11 સપ્ટેમ્બરે ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવાના અગલા દિવસે PM મોદીએ તેમના નિવાસસ્થાન પર સેમીકન્ડક્ટર ઉદ્યોગના નેતૃત્વ સાથે વાતચીત માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં SEMI, Micron, NXP, PSMC, IMEC અને Renesas જેવી મોટી સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ હતા. આ સિવાય સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન ડિએગો અને IITના શૈક્ષણિક નિષ્ણાતોનો સમાવેશ પણ આ બેઠકમાં થયો હતો. ઉલ્આલેખનીય છે કે અગાઉ PM મોદીની સિંગપોર યાત્રા દરમિયાન પણ બંને દેશો વચ્ચે સેમીકન્ડક્ટર ડિઝાઇન-મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સહિત કરારો થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં