વર્ષ 2018માં ગુજરાતમાં નિર્માણ થયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં (Statue of Unity) તિરાડો (Cracks) પડી છે, તેવી ભ્રામક માહિતી આપતા ફેક ન્યુઝ (Fake News) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતને બદનામ કરવાના આશયની જાણ તંત્રને થતા જે કોંગ્રેસીના ID પરથી ખોટી માહિતી પોસ્ટ થઇ હતી, તેને પોસ્ટ (Post) હટાવવા પણ કહ્યું હતું. આ બાદ પણ તેણે પોસ્ટ ડીલીટ ના કરતા તેના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
8 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા માધ્યમ X પર કોંગ્રેસી દ્વારા @RaGa4India નામના એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. ગુજરાતને બદનામ કરવાના હેતુથી તેણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જુનો ફોટો મૂકી એમ લખ્યું હતું કે ‘કભી ભી ગિર સકતી હૈ, દરારે પડના શુરુ હો ગઈ હૈ…’ આ બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટને સાચી માની તેના પર પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી હતી.
આ બાદ સામે આવ્યું હતું કે @RaGa4India નામના એકાઉન્ટ પરથી કરાયેલી પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગનો ફોટો મુકવામાં આવ્યો હતો. જેમાં તિરાડો પડેલી દેખાઈ રહી છે. જે ફોટો મૂકીને કહેવામાં આવ્યું હતું કે તિરાડો પડી રહી છે ફોટો વર્તમાન સમયનો છે જ નહિ. આ ફોટો વર્ષ 2018નો હોવાનું સામે આવ્યું હતું.
PBIએ આ મામલે નિવેદન આપી સ્પષ્ટતા કરી હતી. કે આ ફોટો વર્ષ હાલનો નહિ પરંતુ વર્ષ 2018નો છે. જે સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું, તે સમયે આ તસ્વીર લેવામાં આવી હતી. તેથી પોસ્ટમાં કરેલ, પ્રતિમામાં તિરાડો પડી હોવાનો દાવો તદ્દન ખોટો છે. જૂની તસ્વીરનો ઉપયોગ અફવા ફેલાવા માટે કરતા આ યુઝરને તંત્ર દ્વારા પોસ્ટ ડીલીટ કરવા પણ કહેવામાં આવ્યું હતું. તેમ છતાં તેણે પોસ્ટ ડીલીટ કરી નહોતી. આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા પણ પોસ્ટ કરી સ્પષ્ટતા આપવામાં આવી હતી કે આ ફેક ન્યુઝ છે, તેનાથી સાવધાન રહેવું જોઈએ.
સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો દેખાવા લાગી છે અને તે ગમે ત્યારે પડી શકે છે.#PIBFactCheck
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) September 9, 2024
❌આ દાવો ખોટો છે.
✅આ ફોટો વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દરમિયાન લેવામાં આવ્યો હતો pic.twitter.com/G2Y315jvzU
આ બાદ 9 સપ્ટેમ્બર રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર અભિષેક સંતોષ સિંહાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર @RaGa4India નામના એકાઉન્ટ પરથી 8 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગીને 52 મિનિટે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી હતી.
FIR registered against this handle for spreading fake news with an intention to defame Gujarat & not deleting the tweet despite being fact checked. https://t.co/JyN61H1to7 pic.twitter.com/NeTx7BaXBX
— Mr Sinha (@MrSinha_) September 10, 2024
આ સિવાય ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ, લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવાનો પ્રયાસ કરવા અંગેનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રએ આ એકાઉન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 353 (1) (B) અંતર્ગત ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.