Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણન ઘર, ન ગાડી, જમીન-સોનું કશું જ નહીં… 7 વર્ષથી ભાજપ પ્રદેશ...

    ન ઘર, ન ગાડી, જમીન-સોનું કશું જ નહીં… 7 વર્ષથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ હાથમાં માત્ર ₹1000 રોકડા: મળો રવીન્દ્ર રૈનાને, જેઓ કાશ્મીરમાં લડી રહ્યા છે ચૂંટણી

    તેમની પાસે ન તો જમીન છે કે ન તો બેન્કમાં કોઈ રકમ જમા છે. તેમને ન તો કોઈ પૈતૃક મિલકત વારસામાં મળી છે કે ન તો કોઈ રોકાણ કર્યું છે. તેમના ચૂંટણી સોગંદનામા મુજબ, તેમની પાસે જમ્મુના ગાંધીનગરમાં માત્ર એક સરકારી આવાસ છે, જે તેમને 2014માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ફાળવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    જમ્મુ કાશ્મીરમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે માટે નામાંકન ભરવાનાં શરૂ થઈ ગયાં છે. તાજેતરમાં જ જ્યારે કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ ચૂંટણી માટે ફોર્મ ભર્યું ત્યારે જાણવા મળ્યું કે તેમની પાસે સંપત્તિના નામે કશું જ નથી. તેમણે ફોર્મમાં પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. તેઓ હવે ચર્ચામાં આવી ગયા છે. કારણ કે સામાન્યતઃ ચૂંટણી લડનારા નેતાઓ અને તેમાં પણ જો મોટી પાર્ટીના નેતાઓ હોય તો તેમની સંપત્તિ કરોડો સુધી ઉભી રહેતી નથી, પણ આ એક નેતા નોખા તરી આવ્યા છે.

    રવીન્દ્ર રૈનાના એફિડેવિટમાં ઉલ્લેખ છે કે તેમની પાસે ન તો જમીન છે કે ન તો બેન્કમાં કોઈ રકમ જમા છે. તેમને ન તો કોઈ પૈતૃક મિલકત વારસામાં મળી છે કે ન તો કોઈ રોકાણ કર્યું છે. તેમના ચૂંટણી સોગંદનામા મુજબ, તેમની પાસે જમ્મુના ગાંધીનગરમાં માત્ર એક સરકારી આવાસ છે, જે તેમને 2014માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ફાળવવામાં આવ્યું હતું. ચૂંટણી એફિડેવિટ મુજબ રૈના પાસે માત્ર ₹1000 રોકડા છે. 2014ની સરખામણીમાં તેમાં ₹20,000 નો ઘટાડો થયો છે.

    આ સિવાય તેમના વીજળી, ફોન કે પાણીનાં બિલ પણ બાકી નથી. રવીન્દ્ર રૈના સાયન્સ ગ્રેજ્યુએટ છે અને તેમણે ડ્યુટી એજ્યુકેશનમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ભાજપના ટોચના નેતાઓમાંના એક છે, અને પાર્ટી માટે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. રવીન્દ્ર રૈના 2017થી જમ્મુ-કાશ્મીરના અધ્યક્ષ છે. ભાજપમાં જોડાતાં પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેઓ સક્રિય સ્વયંસેવક હતા. રૈનાએ 2014ની વિધાનસભા ચૂંટણીમાં પીડીપીના સુરિન્દર ચૌધરીને 9 હજાર 503 મતોથી હરાવ્યા હતા.

    - Advertisement -

    રૈનાના એફિડેવિટ વિશે જાણકારી સામે આવ્યા બાદ તેમના સમર્થકો તેમને સાદગી અને પ્રમાણિકતાનું પ્રતિક માની રહ્યા છે, તો કેટલાક વિપક્ષી દળો આને રાજકીય ચાલ ગણાવી રહ્યા છે. આ અંગે ટિપ્પણી કરતાં રૈનાએ કહ્યું કે તે સાદું જીવન જીવે છે અને જનતાની સેવા કરવી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સમર્થકોના અભિપ્રાય, ભાજપના સમર્થકો અને પક્ષના કાર્યકરો ગર્વ અનુભવી રહ્યા છે કે તેમના પ્રદેશ પ્રમુખ ગરીબો પ્રત્યે પ્રમાણિક અને સંવેદનશીલ છે. રવીન્દ્ર રૈનાની ઈમેજ એક જમીન સ્તરના નેતાની રહી છે, જેઓ સમાજના દરેક વર્ગ સાથે જોડાયેલા રહે છે.

    રવિન્દ્ર રૈના સાથે જોડાયેલી આ માહિતીએ ફરી એકવાર ભારતીય રાજકારણમાં પારદર્શિતા અને પ્રમાણિકતા મુદ્દે થતી ચર્ચાઓને વેગ આપ્યો છે. આ મુદ્દો આગામી ચૂંટણીઓ પર કેવી અસર કરશે અને જનતા આ મુદ્દાને પોતાની તરફેણમાં જોશે કે કેમ તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાવાની છે, જેમાં પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા માટે 1 ઑક્ટોબરે મતદાન થશે. રવીન્દ્ર રૈના ફરી એકવાર જમ્મુ-કાશ્મીરથી ચૂંટણી લડી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં