Thursday, September 19, 2024
More
    હોમપેજગુજરાત9 વર્ષીય બાળકીની છેડતી મામલે ખેડાનાં હિંદુ સંગઠનોમાં રોષ, રેલી યોજીને કલેક્ટરને...

    9 વર્ષીય બાળકીની છેડતી મામલે ખેડાનાં હિંદુ સંગઠનોમાં રોષ, રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર અપાયું: આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદ સસ્પેન્ડ

    બુધવારે વિશ્વ હિંદુ પરિષદ, હિંદુ ધર્મ સેના અને અન્ય સંગઠનોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને મામલામાં કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. સંગઠનો અને સ્થાનિક હિંદુઓ દ્વારા મામલામાં તપાસ ઝડપથી પૂર્ણ કરીને કેસનો નિકાલ કરીને બાળકીને ન્યાય અપાવવાની રજૂઆત કરી.

    - Advertisement -

    તાજેતરમાં ખેડાના કઠલાલમાંથી એક 9 વર્ષીય હિંદુ બાળકી સાથે તે જ્યાં ભણતી હતી શાળાના શિક્ષક અખ્તરઅલી સૈયદે અડપલાં કર્યાં હોવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી હતી. આ કેસમાં આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે, તો બીજી તરફ સ્થાનિક હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. બુધવારે (4 સપ્ટેમ્બર) હિંદુ સંગઠનો દ્વારા આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને બાળકી માટે ન્યાયની માંગ કરી હતી. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે વિશ્વ હિંદુ પરિષદ, હિંદુ ધર્મ સેના અને અન્ય સંગઠનોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને મામલામાં કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. સંગઠનો અને સ્થાનિક હિંદુઓ દ્વારા મામલામાં તપાસ ઝડપથી પૂર્ણ કરીને કેસનો નિકાલ કરીને બાળકીને ન્યાય અપાવવાની રજૂઆત કરી. બીજી તરફ, કેસની સંપૂર્ણ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ મામલો ચાર દિવસ પહેલાં સામે આવ્યો હતો. શનિવારે વહેલી સવારે શાળાએ ગયેલી બાળકીને શિક્ષક અખ્તરઅલીએ રૂમમાં બોલાવી હતી અને અન્ય બાળકીઓને બહાર મોકલી દઈને પીડિત બાળકીને ખૂણામાં લઇ જઈને અડપલાં કર્યાં હતાં. રિપોર્ટ્સ અનુસાર, આરોપીએ બાળકીને બચકાં પણ ભર્યાં હતાં. 

    - Advertisement -

    બાળકીએ ઘરે આવીને સમગ્ર મામલાની ફરિયાદ કરતાં માતાપિતાએ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે BNS અને પોક્સો એક્ટની કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ તેની સામે તપાસ ચાલી રહી છે. 

    તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી શિક્ષક બે વર્ષ પહેલાં બાગડોલની શાળામાં નોકરી કરતો હતો ત્યાં પણ વિદ્યાર્થિનીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, પરંતુ ત્યારે તેને માફીપત્ર લખાવીને છોડી મૂકવામાં આવ્યો હતો. હવે તેણે ફરી આવું કૃત્ય આચરતાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે. 

    શિક્ષકની ધરપકડ બાદ જ તેની સામે કાર્યવાહી કરવા માટે અને ઘર પર બુલડોઝર ફેરવવા માટેની માંગ શરૂ થઈ ગઈ હતી. દરમ્યાન શિક્ષણ વિભાગના ધ્યાને મામલો આવતાં આરોપીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. વધુમાં ખેડા બાર એસોશિએશનના વકીલોએ તેનો કેસ ન લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં