ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં સગીર દલિત સગીરા પર ગેગરેપનો મામલો સામે આવ્યો છે. સલીમના પુત્ર સમીર અને રાજા પર ગેંગરેપનો આરોપ લાગ્યો છે. આ કેસમાં અન્ય કેટલાક અજાણ્યા આરોપીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે, જેમને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગેંગરેપ કેસની આ ઘટના ગુરુવારે (29 ઓગસ્ટ, 2024) બની હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ હિંદુ સંગઠનોએ પોલીસ સ્ટેશનમાં દેખાવો કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે સમીર સહિત 2 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.
આ ઘટના મેરઠના ફલાવદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં શનિવારે (31 ઑગસ્ટ) અનુસૂચિત જાતિ (SC કેટેગરી)ના એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગુરુવારે (29 ઑગસ્ટ) બપોરે લગભગ 1:30 વાગે તેની 15 વર્ષની પુત્રી ગામ પાસેના બગીચામાં શૌચ કરવા ગઈ હતી. ત્યારબાદ સલીમના પુત્રો રાજા અને સમીર, જે પીડિતાના ગામના રહેવાસી હતા, તે પણ ત્યાં પહોંચ્યા હતા. તેની સાથે અન્ય કેટલાક અજાણ્યા લોકો પણ હતા, જેમના વિશે ફરિયાદીને માહિતી ન હતી.
આરોપ છે કે, સમીર અને રાજાએ તેના અન્ય સહયોગીઓ સાથે મળીને પીડિતાને એકલી શોધીને પકડી લીધી હતી. આ બધા પીડિતાને ઢસડીને જંગલમાં ઊંડે સુધી લઈ ગયા હતા. અહીં બધાએ એક પછી એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પીડિતાએ આ હરકતનો વિરોધ કર્યો તો તેને ચ$રી સહિતના અન્ય જાતિસૂચક શબ્દો કહેવામાં આવ્યા અને તેની સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે, આ પછી બધા આરોપીઓએ પીડિતાનું અપહરણ કરી લીધું હતું અને તેને કોઈ જગ્યાએ લઈને જતાં રહ્યા હતા. પોતાની પુત્રી ઘરે પરત ન ફરતા તેના પિતા પણ તપાસમાં લાગી ગયા હતા.
ઘટનાના બીજા દિવસે શુક્રવારે (30 ઑગસ્ટ) પીડિતાના પિતાને તેની પુત્રી આરોપીઓની પાસે હોવાની માહિતી મળી હતી. પીડિતાની સલામતી માટે ચિંતિત તેના પિતાએ સમીરના પરિવારને તેની પુત્રી પરત કરવા અપીલ કરી હતી. જ્યારે કોઈ જવાબ ન મળ્યો, ત્યારે પીડિતાના પિતાએ તેમના સમુદાયના સભ્યો સાથે તેમની પુત્રીની શોધ શરૂ કરી હતી. આખરે પીડિતા જંગલના એક ભાગમાં બેભાન હાલતમાં પડેલી મળી આવી હતી. અહીં પીડિતાએ તેની સાથે બનેલી સમગ્ર ઘટના તેના પરિવારજનોને જણાવી હતી.
मेरठ फलावदा थाना क्षेत्र की नाबालिक लड़की से दौराला थाना क्षेत्र के गांव लोहिया के जंगल में गैंगरेप का आरोप आरोपियों पर कार्यवाही को लेकर थाने पहुंचे स्थानीय लोग की कार्रवाई की मांग पुलिस ने तहरीर लेकर किया मुकदमा दर्ज आरोपियों की तलाश जारी pic.twitter.com/MtCQFWQE5L
— hashme Alam (@Janmdhyam012M) September 1, 2024
ફરિયાદીના જણાવ્યા અનુસાર, અપહરણકર્તાઓ પણ જંગલના તે ભાગથી થોડે દૂર એકસાથે બેઠા હતા જ્યાં તેમની પુત્રી બેભાન હાલતમાં મળી આવી હતી. પીડિતાના પરિવારના સભ્યોના આવવાની માહિતી મળતા જ સમીરે ગોળી ચલાવી દીધી હતી. જોકે, પીડિતાનો પરિવાર તેની ગોળીથી બચી ગયો હતો. દરમિયાન, સમીર અને તેના સાગરિતોએ પીડિતાના સમગ્ર પરિવારને ક્યાંય પણ ફરિયાદ કરશે તો તેની હત્યા કરી નાખવાની ધમકી આપી હતી. કોઈક રીતે તેના પરિવારના સભ્યો પીડિતાને લઈને ઘરે પહોંચ્યા હતા. બીજા દિવસે શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
थाना फलावदा पर अभियोग पंजीकृत है। 02 अभियुक्तों को गिरफ्तार कर जेल भेजा गया है।
— MEERUT POLICE (@meerutpolice) September 2, 2024
ફરિયાદમાં પીડિતાના પિતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે સમીર અને રાજાના નામ સાથે અને તેમના સહયોગીઓ ‘અજ્ઞાત’ તરીકે દર્શાવતી FIR નોંધી છે. SC/ST એક્ટની સાથે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 140(1), 70(2), 351(2), 351(3), 115(2), 352, 109 અને POCSO હેઠળ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. હિંદુ સંગઠનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તે સાથે જ પોલીસે સમીર અને અન્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે તપાસ અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.