Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'નબન્ના પ્રદર્શન' પર મમતા સરકારની દમનકારી નીતિના વિરોધમાં ભાજપનું 'બાંગ્લા બંધ'નું એલાન:...

    ‘નબન્ના પ્રદર્શન’ પર મમતા સરકારની દમનકારી નીતિના વિરોધમાં ભાજપનું ‘બાંગ્લા બંધ’નું એલાન: કોલકાતા સહિતના શહેરો 12 કલાક સુધી રહેશે ઠપ, પોલીસે BJP નેતાઓ પર જ આદરી કાર્યવાહી

    'નબન્ના પ્રદર્શન' પર મમતા સરકારની દમનકારી નીતિના વિરોધમાં ભાજપે બુધવારે (28 ઓગસ્ટ) સવારે 6 કલાકથી સાંજના 6 કલાક સુધી 'બાંગ્લા બંધ'નું એલાન કર્યું છે. 12 કલાક સુધી કોલકાતા સહિતના શહેરો બંધ રહેશે. પશ્ચિમ બંગાળના મોટાભાગના શહેરોમાં બંધની અસર જોવા મળી રહી છે.

    - Advertisement -

    કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટરના રેપ-મર્ડર કેસને (Kolkata Rape-Murder Case) લઈને વિદ્યાર્થીઓએ ‘નબન્ના પ્રદર્શન‘ની (Nabanna Protest) જાહેરાત કરી હતી. જાહેરાતના થોડા સમય બાદ જ હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક નાગરિકો પણ મમતા બેનર્જીના રાજીનામાની (Mamata Banerjee) માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. દરમિયાન ‘નબન્ના પ્રદર્શન’ પર નીકળેલા વિદ્યાર્થીઓ પર પોલીસે સખત કાર્યવાહી હાથ ધરીને લાઠીચાર્જ પણ કર્યો હતો. તે સિવાય ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પર મમતા સરકારની દમનકારી નીતિના વિરોધમાં હવે ભાજપે (Bengal BJP) 12 કલાક સુધી ‘બાંગ્લા બંધ’નું એલાન કર્યું છે.

    ‘નબન્ના પ્રદર્શન’ પર મમતા સરકારની દમનકારી નીતિના વિરોધમાં ભાજપે બુધવારે (28 ઓગસ્ટ) સવારે 6 કલાકથી સાંજના 6 કલાક સુધી ‘બાંગ્લા બંધ’નું (Bangla Bandh) એલાન કર્યું છે. 12 કલાક સુધી કોલકાતા સહિતના શહેરો બંધ રહેશે. પશ્ચિમ બંગાળના મોટાભાગના શહેરોમાં બંધની અસર જોવા મળી રહી છે. ભાજપે આ આખા અભિયાનને ‘બાંગ્લા બંધ’નું નામ આપ્યું છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. બંગાળ પોલીસે અલીપુરદ્વારમાં ભાજપ કાર્યકર્તાઓની બસો રોકી દીધી હતી અને શાંતિપૂર્વક નીકળી રહેલા ભાજપ નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

    અનેક જગ્યાએ જોવા મળી અસર

    ભાજપ નેતા અશોક કીર્તનિયાની આગેવાની હેઠળ નોર્થ 24 પરગણાના બનગાંવ સ્ટેશન પર મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ એકઠા થઈ ગયા હતા. જેના કારણે ટ્રેન પણ રોકી દેવામાં આવી હતી. કૂચબિહારમાં પણ બંગાળ બંધની અસરો જોવા મળી રહી છે. તે સિવાય વિદ્યાનગરમાં પણ તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. કોલકાતા સહિતના અનેક શહેરોમાં બંગાળ બંધના એલાનના ઘેરા પડઘા પડ્યા છે. ભાજપ કાર્યકર્તાઓની સાથે લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ TMCના કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. TMC કાર્યકર્તાઓએ બનગાંવ-સિયાલદહની વચ્ચે ટ્રેન રોકીને નારા લગાવ્યા હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    તે સાથે જ બંગાળ સરકારે ભાજપના બંધના એલાનનો વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલપન બંદોપાધ્યાયે કહ્યું છે કે, બંગાળ સરકાર બુધવારે (28 ઓગસ્ટ) કોઈપણ બંધના એલાનની મંજૂરી નથી આપવાની. આ સાથે જ સરકારે લોકોને તેમાં ભાગ ન લેવાની અપીલ કરી હતી. પરંતુ ઘણી જગ્યાઓએ બંગાળ બંધનું સ્વયંભૂ પાલન થતું પણ જોઈ શકાય છે. ઉપરાંત પશ્ચિમ બંગાળના ધકુરિયામાં બસ સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે.

    પશ્ચિમ બંગાળના સિલિગુરિ વિસ્તારમાં પણ સંપૂર્ણપણે બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે. રોડ-રસ્તાઓથી લઈને દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે. બંગાળ પોલીસ દરેક શહેરોમાં પોતાની ટુકડીઓ લઈને જઈ રહી છે. પશ્ચિમ બંગાળના તમામ શહેરોમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત શાંતિમય રીતે પ્રદર્શન કરી રહેલા ભાજપ કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

    ઉત્તર દીનાજપુરમાં પણ બંગાળ બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે. અહીં પણ મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. હાલ બંગાળમાં મોટાભાગના વિસ્તારોમાં બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં