Sunday, November 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક વિડીયોને લઈને કોંગ્રેસ ઇકોસિસ્ટમમાં કલેશ: કથિત 'પત્રકાર' સ્વાતિ ચતુર્વેદીએ MP સાગરિકા...

    એક વિડીયોને લઈને કોંગ્રેસ ઇકોસિસ્ટમમાં કલેશ: કથિત ‘પત્રકાર’ સ્વાતિ ચતુર્વેદીએ MP સાગરિકા ઘોષને કહ્યાં ‘ચોર-બેશરમ’, જયરામ રમેશ-રાજદીપને પણ ઘસડી લાવ્યાં

    આ વિડીયોને લઈને આમ તો એક જ ઇકોસિસ્ટમના લોકોને વાંધો ન પડવો જોઈએ, પણ સ્વાતિ ચતુર્વેદી નામનાં પોતાને 'પત્રકાર' ગણાવતાં એક મહિલાને પડ્યો. તેમનું કહેવું હતું કે વિડીયો તેમણે બનાવ્યો છે અને સાગરિકાએ કોઇ પણ પ્રકારની ક્રેડિટ આપ્યા વગર જ ઉઠાવી લીધો.

    - Advertisement -

    છેલ્લા થોડા દિવસમાં ગૃહમાં ઉત્પાત મચાવતા રાજ્યસભા સાંસદોને ઠપકો આપતા સભાપતિ જગદીપ ધનખડને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવા કેટલાક કિસ્સા બન્યા તો વાત અવિશ્વાસ પ્રસ્તાવ સુધી પણ પહોંચી ગઈ હતી. દરમ્યાન, વિપક્ષી સાંસદો અને તેમની ઈકોસિસ્ટમ મળીને એક વિડીયો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યસભાના નિયમ અનુસાર, કોઇ સભ્ય બોલતું હોય ત્યારે તેમણે બીજા સભ્ય પર અંગત ટિપ્પણી ન કરવી જોઈએ. વિડીયો શૅર કરીને એ ક્લિપ્સ જોડવામાં આવી હતી, જેમાં જગદીપ ધનખડ અન્ય સાંસદોને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. આરોપ લગાવવામાં આવ્યો કે સભાપતિએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પરંતુ આ વિડીયો તો દૂર જ રહ્યો અને કોંગ્રેસ ટોળકીમાં બીજી જ બાબતોને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે.

    વાસ્તવમાં આ વિડીયો પત્રકારમાંથી નેતા બની ગયેલાં TMC સાંસદ સાગરિકા ઘોષે પોસ્ટ કર્યો હતો. અહીં નોંધવું જોઈએ કે, સભાપતિએ સાગરિકા ઘોષને પણ ફટકાર લગાવતાં કહ્યું હતું કે, “તમે દર અઠવાડિયે સમાચારપત્રમાં લેખ લખો છો તેમાંથી તમે આ મેળવ્યું છે?” સાગરિકાએ જે વિડીયો પોસ્ટ કર્યો હતો, તેમાં જગદીપ ધનખડની ઘણી ક્લિપ્સ કોઈપણ સંદર્ભ વગર કાપીને ભેગી કરી એક વિડીયો બનાવી શૅર કરવામાં આવી હતી.

    આ વિડીયોને લઈને આમ તો એક જ ઇકોસિસ્ટમના લોકોને વાંધો ન પડવો જોઈએ, પણ સ્વાતિ ચતુર્વેદી નામનાં પોતાને ‘પત્રકાર’ ગણાવતાં એક મહિલાને પડ્યો. તેમનું કહેવું હતું કે વિડીયો તેમણે બનાવ્યો છે અને સાગરિકાએ કોઇ પણ પ્રકારની ક્રેડિટ આપ્યા વગર જ ઉઠાવી લીધો અને પોતાના X અકાઉન્ટ પરથી પોસ્ટ કરી દીધો. ટૂંકમાં, આ વિડીયો બાબતે ક્રેડિટ ન આપીને ઉઠાવી લઈને પોસ્ટ કરવાની બબાલ છે, જે X પર ચાલી રહી છે.

    - Advertisement -

    સ્વાતિ ચતુર્વેદીએ સાગરિકા ઘોષને આ વિડીયો બાબતે ભાંડતાં લખ્યું કે, “આનાથી ખરાબ બીજું કંઈ હોઈ શકે નહીં, સાગરિકા ઘોષ મેડમ….થોડી તો શરમ કરો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનો જે વિડીયો મેં શૅર કર્યો છે તે એક્સ્લુઝિવ છે. શું તમે બૃજભુષણ શરણ સિંહ જેવા લોકોને મંચ આપનાર તમારા પતિ રાજદીપ સરદેસાઈની જેમ જ મતલબી પરોપજીવી બનતાં પહેલા કથિત પત્રકાર ન હતાં? આ વિડિયો હટાવો. શરમજનક.” સ્વાતિએ આ પોસ્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને સાગરિકા ઘોષની પાર્ટીનાં સુપ્રીમો મમતા બેનર્જીને પણ ટેગ કર્યાં છે.

    ઉલ્લેખનીય છે કે સ્વાતિ ચતુર્વેદીએ મંગળવારે (13 ઓગસ્ટ) સવારે 10:51 વાગ્યે આ વિડીયો શૅર કર્યો હતો. તેની 37 મિનિટ પછી સાગરિકા ઘોષે સવારે 11:28 વાગ્યે આ જ વિડીયો X અકાઉન્ટ પર પોસ્ટ કર્યો.

    આટલું જ નહીં, સ્વાતિ ચતુર્વેદી આનાથી એટલા ચિડાઇ ગયા કે રાહુલ ગાંધીના સલાહકાર જયરામ, જેમણે સાગરિકા ઘોષ દ્વારા શેર કરેલા વીડિયોને રીટ્વીટ કર્યો તેમના પર પણ ગુસ્સે થઈ ગયાં. તેમણે સાગરિકા ઘોષને ‘ચોર’ પણ કહ્યાં હતાં. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અને સુપ્રિયા શ્રીનેતને પણ ટેગ કર્યાં અને આ બધું બંધ કરવા કહ્યું. તેમણે એમ પણ લખ્યું કે દક્ષિણપંથી જૂથ સાગરિકા ઘોષને નકામાં કહે છે, તે યોગ્ય જ કહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં