Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણચૂંટણી પહેલા X પર પરત ફર્યા ડોનાલ્ડ ટ્રમ્પ, ચાલ્યો ઈલોન મસ્ક સાથે...

    ચૂંટણી પહેલા X પર પરત ફર્યા ડોનાલ્ડ ટ્રમ્પ, ચાલ્યો ઈલોન મસ્ક સાથે કરી લાઇવ ચર્ચા: ડિબેટમાં બાયડનને પછાડવાને લઈને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

    સ્થાનિક અમેરિકન સમય અનુસાર આ ચર્ચા 12 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 5 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ ટેકનિકલ ક્ષતિના કારણે તે 8 વાગ્યે શરૂ થઈ શકી. અમેરિકાના ભવિષ્યને લઈને કરવામાં આવી રહેલી આ ચર્ચાને 1 મિલિયનથી વધુ લોકો લાઈવ સાંભળી રહ્યા છે.

    - Advertisement -

    અમેરિકામાં રાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીઓ થવા જઈ રહી છે. જો બાયડનની ડેમોક્રેટિક પાર્ટી અને ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) રિપબ્લિકન પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવવાનો છે. એક તરફ રિપબ્લિકને ટ્રમ્પને પ્રેસીડેન્ટ ઉમેદવાર ઘોષિત કર્યા છે, તો જો બાયડને ઉમેદવારી ત્યજીને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસને આગળ કર્યા છે. છેલ્લા કેટલાક સમયની મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે SpaceX અને Xના (પહેલાનું ટ્વીટર) માલિક અમેરિકન બીઝનેસ ટાયકુન ઈલોન મસ્ક (Elon Musk) અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છેલ્લા 2 કલાકથી લાંબો X પર લાઈવ સંવાદ ચાલ્યો હતો. એક રીતે કહીએ લાંબા સમય સુધી નિષ્ક્રિયતા બાદ X પર ટ્રમ્પની વાપસી થઈ તેમ કહી શકાય.

    વાપસી એટલા માટે કે 2021માં કેપિટલ હિલ હિંસા બાદ ટ્વીટરના ભૂતપૂર્વ માલિકે તેમના હેન્ડલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તો ઈલોન મસ્કે 2022માં ટ્વીટર ખરીદીને તેને X નામ આપ્યા બાદ ટ્રમ્પ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. જોકે પ્રતિબંધ હટી ગયા બાદ પણ તેઓ નિષ્ક્રિય જણાઈ રહ્યા હતા. તેવામાં આ બંને દિગ્ગજોએ X પર લાઈવ આવીને ચર્ચા કરવાની ઘોષણા કરી હતી. સ્થાનિક અમેરિકન સમય અનુસાર આ ચર્ચા 12 ઓગસ્ટ 2024ના રોજ સાંજે 5 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ ટેકનિકલ ક્ષતિના કારણે તે 8 વાગ્યે શરૂ થઈ શકી હતી. મહત્વનું છે કે અમેરિકાના ભવિષ્યને લઈને કરવામાં આવી રહેલી આ ચર્ચાને 1 મિલિયનથી વધુ લોકો લાઈવ સાંભળી રહ્યા હતા.

    નોંધનીય છે કે આ બંને અમેરિકન મહાનુભાવો વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ચર્ચાઓ ચાલી હતી. દરમિયાન ટ્રમ્પ આગમી ચૂંટણીઓને લઈને (Us Presidential Election 2024) સંપૂર્ણ રીતે તૈયાર જણાઈ રહ્યા હતા. ટ્રમ્પે ડિબેટમાં બાયડનને પછડાટ આપવાની ઘટનાને યાદ કરાવતા કહ્યું હતું કે, “એ ખરેખર એક સત્તા પરિવર્તન જેવું હતું, મેં ચર્ચામાં તેમને એટલી ખરાબ રીતે હરાવ્યા કે તેમને રાષ્ટ્રપતિ પદની દોડ ત્યજવાનો વારો આવ્યો. બાયડન આઉટ થયા તે વાસ્તવમાં એક તખ્તાપલટ હતો.”

    - Advertisement -

    યાદ કરી જીવલેણ હુમલાની ઘટના

    ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની આ ચર્ચાઓ દરમિયાન ટ્રમ્પે ગત મહીને તેમની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે ઘટના પણ યાદ કરી. તેમણે કહ્યું કે, “હું તરત જ સમજી ચૂક્યો હતો કે તે એક ગોળી છે. મને ખ્યાલ આવી ગયો હતો કે મારા કાન પર ગોળી વાગી છે. એવા લોકો, કે જે ઈશ્વરમાં નથી માનતા, આપણે ખરેખર તે દિશામાં વિચારવાનું શરૂ કરવું પડશે.” ઉલ્લેખનીય છે કે ગયા મહીને ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના (Pennsylvania) બટલર ખાતે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. ભાષણ વચ્ચે જ ધાણીફૂટ ગોળીબાર શરૂ થઈ ગયો હતો અને હજુ કોઈ કશું સમજે તે પહેલાં જ એક ગોળીએ ટ્રમ્પના કાનને વીંધી નાંખ્યો હતો. ગોળી ટ્રમ્પના કાન નજીકથી નીકળી જતાં વધુ ગંભીર ઈજા પહોંચી ન હતી.

    આટલું જ નહીં, 16 જુલાઈ, 2024ના રોજ પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના (Republican Party) કન્વેન્શન રૂમમાં હતા તે દરમિયાન ન જ ત્યાં એક 21 વર્ષનો યુવક હાથમાં AK-47 રાયફલ લઈને ઘૂસી આવ્યો હતો. જોકે, સુરક્ષાદળોએ તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ થોડા જ કલાકમાં 43 વર્ષનો એક શખ્સ બંને હાથમાં છરા લઈને ત્યાં ઘસી આવ્યો હતો. તેણે એક વ્યક્તિ પર પણ હુમલો પણ કરી દીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તાજેતરના આ તમામ ઘટનાક્રમો બાદ તેમની લોકચાહનામાં વધારો થયો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં