Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ'ચાચા ગંદા કામ કરતે હૈ, ઉનકી રિક્ષા મેં નહીં જાઉંગી': સ્કૂલે લેવા-મૂકવા...

    ‘ચાચા ગંદા કામ કરતે હૈ, ઉનકી રિક્ષા મેં નહીં જાઉંગી’: સ્કૂલે લેવા-મૂકવા જતા રિક્ષાચાલક મુત્તબીલ શેખે 4 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં, સુરત પોલીસે સળિયા ગણતો કર્યો

    આરોપી મુત્તલીબ શેખ ભટાર આઝાદનગરમાં રહે છે અને રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે. તેને સંતાનોમાં એક દીકરી અને બે દીકરા છે. આરોપી સ્કૂલની વરધીઓ મારતો હોવાથી ખટોદરા વિસ્તારમાં રહેતા પરિવારે પોતાની 4 વર્ષની બાળકીને શાળાએથી લેવા-મુકવાનું કામ આપ્યું હતું.

    - Advertisement -

    ટૂંકા ગાળામાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં રિક્ષામાં શાળાએ જતી બાળકીઓ અત્યાચારનો ભોગ બની હોય. ત્યારે સુરતથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ખટોદરામાં રહેતી 4 વર્ષની બાળકીને શાળાએ લેવા-મૂકવાનું કામ કરતા રિક્ષાચાલક મુત્તબીલ શેખે અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે બાળકીના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરીને તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી મુત્તલીબ શેખ ભટાર આઝાદનગરમાં રહે છે અને રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે. તેને સંતાનોમાં એક દીકરી અને બે દીકરા છે. આરોપી સ્કૂલની વરધીઓ મારતો હોવાથી ખટોદરા વિસ્તારમાં રહેતા પરિવારે પોતાની 4 વર્ષની બાળકીને શાળાએથી લેવા-મુકવાનું કામ આપ્યું હતું. દરમિયાન છેલ્લા દોઢ મહિનાથી તે આ બાળકીને શારીરિક અડપલાં કરતો હતો.

    શુક્રવારે (9 ઓગસ્ટ 2024) જયારે બાળકી શાળાએથી છૂટી, તો તેને ઘરે લઈ જવાના બદલે તે અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં લઈ જઈને તેણે શારીરિક અડપલાં કર્યા હતા. આટલું જ નહીં, મુત્તબીલ શેખે માત્ર 4 વર્ષની કુમળી બાળકીના હાથે બચકા પણ ભરી લીધા હતા. પોતાનું મન ભરાઈ ગયા બાદ તે બાળકીને ઘરે મૂકી ગયો હતો. પરત આવેલી દીકરીના હાથમાં લોહી જોઇને તેના વાલીએ પૂછપરછ કરી હતી. જે બાદ બાળકીએ તેમને હકીકત જણાવતા પરિવારના માથે આભ ફાટી પડ્યું હતું.

    - Advertisement -

    બાળકીએ તેના પરિવારને કહ્યું હતું કે, “ચાચા મારી સાથે ખરાબ કામ કરે છે, હું તેમની રિક્ષામાં શાળાએ નહીં જાઉં.” બાળકીની વાત સાંભળીને ડઘાઈ ગયેલા પરિવારે તાત્કાલિક ખટોદરા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પોલીસે તાત્કાલિક મુત્તલીબ શેખની ધરપકડ કરી હતી. પોલીસે તેની પત્નીને પણ પોલીસ સ્ટેશન બોલાવી તેના કુકર્મની જાણ કરી હતી. હાલ પોલીસે મુત્તલીબને કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

    મુત્તલીબની રિક્ષામાં આશરે 40 જેટલાં બાળકો શાળાએ જાય છે. તેવામાં પોલીસને શંકા છે કે, તેણે અન્ય બાળકીઓ સાથે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હોઈ શકે છે. હાલ પોલીસ તેની રિક્ષામાં આવતા તમામ બાળકોને બોલાવી તેમની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે. હાલ પોલીસ મામલાની ઝીણવટ ભરી તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં