Friday, November 22, 2024
More
    હોમપેજદેશમુંબઈની ખાનગી કૉલેજે હિજાબ પર મૂક્યો હતો પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે મૂક્યો સ્ટે:...

    મુંબઈની ખાનગી કૉલેજે હિજાબ પર મૂક્યો હતો પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે મૂક્યો સ્ટે: કહ્યું- વિદ્યાર્થિનીઓને સ્વતંત્રતા હોવી જોઈએ, પૂછ્યું- તિલક-બિંદી પર રોક કેમ નહીં

    ત્રણ વિદ્યાર્થીઓ પહેલાં બૉમ્બે હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાંથી તેમને આંશિક રાહત મળી છે. 

    - Advertisement -

    પરિસરમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા મુંબઈની એક ખાનગી કૉલેજના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હાઇકોર્ટમાંથી કોઇ રાહત ન મળ્યા બાદ ત્રણ વિદ્યાર્થીઓ સુપ્રીમમાં પહોંચ્યા હતા, જ્યાં શુક્રવારે (9 ઑગસ્ટ) આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સંજીવ ખન્ના અને સંજય કુમારની બેન્ચે કૉલેજના આદેશ પર વાંધો ઉઠાવીને આદેશ પર રોક લગાવી દીધી હતી. 

    કોર્ટે આ મામલે કૉલેજના આદેશ પર રોક લગાવીને તેનું સંચાલન કરતા ટ્રસ્ટને નોટિસ પાઠવી હતી, જેનો જવાબ 18 નવેમ્બર સુધીમાં આપવાનો રહેશે. બીજી તરફ, વચગાળાનો આદેશ પસાર કરતાં કોર્ટે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ તેમની પસંદગી વિદ્યાર્થીઓ ઉપર થોપી શકે નહીં. 

    વાસ્તવમાં, મુંબઈની NG આચાર્ય અને DK મરાઠે કૉલેજ દ્વારા થોડા સમય પહેલાં પરિસરમાં વિદ્યાર્થીઓ માટે ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો હતો. સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ફોર્મલ અને એવાં વ્યવસ્થિત કપડાં પહેરશે, જેનાથી ધર્મ છતો ન થાય. જેમકે, બુરખો, નકાબ, હિજાબ, ટોપી, બેજ વગેરે પહેરી શકાશે નહીં. પુરુષો આખી કે અડધી બાંયના શર્ટ અને ટ્રાઉઝર અને મહિલાઓ ભારતીય/વેસ્ટર્ન સભ્ય પોશાક પહેરી શકશે. 

    - Advertisement -

    આ આદેશ સામે ત્રણ વિદ્યાર્થીઓ પહેલાં બૉમ્બે હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાંથી તેમને આંશિક રાહત મળી છે. 

    સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં ટિપ્પણી કરીને કહ્યું કે, “આ શું છે? શું તેઓ ધર્મ છતો ન કરે? આવા આદેશો લાગુ ન કરો. શું તેમનાં નામોથી ધર્મ ખબર નહીં પડે? શું તમે તેમને નંબર આપશો, જેથી નામ ન સંબોધવાં પડે?” કોર્ટે એમ પણ કહ્યું કે, કોલેજ 2008થી ચાલે છે તો આટલાં વર્ષો પછી અચાનક તેમને ધર્મની વાત કેમ સૂઝી? 

    સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ એમ પણ પૂછ્યું કે જો ધર્મની જ વાત હોય તો પછી તિલક અને બિંદીનો સમાવેશ આદેશમાં કેમ કરવામાં નથી આવ્યો? કોર્ટે પૂછ્યું કે, “શું તમે એમ કહી શકશો કે કોઈ તિલક લગાવીને પરિસરમાં પ્રવેશી નહીં શકે? આ તમારી સૂચનામાં નથી લખવામાં આવ્યું.”

    કૉલેજ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, નવો આદેશ લાગુ થયા બાદ તેમને ત્યાં અભ્યાસ કરતી 400થી વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓ તેનું પાલન કરી રહી છે અને કોઈને કોઇ સમસ્યા નથી, માત્ર ત્રણ જ વિદ્યાર્થીઓ મામલો કોર્ટમાં લઇ ગયા છે. પરંતુ કોર્ટે દલીલો ફગાવીને કહ્યું કે, તમે મહિલાઓને તેમણે શું પહેરવું જોઈએ તે કહીને કઈ રીતે સશક્ત કરશો? શું તે તેમની ઉપર નથી કે તેમણે શું પહેરવું જોઈએ? 

    કોર્ટે સમગ્ર મામલે હિજાબ પરનો પ્રતિબંધ હટાવ્યો છે, પરંતુ નકાબ અને બુરખા બાબતે કૉલેજને રાહત આપી છે. કૉલેજની એ દલીલ સ્વીકારવામાં આવી હતી કે તેના કારણે વાતચીતમાં સમસ્યા થશે. કોર્ટે પણ સ્વીકાર્યું કે ચહેરો ઢંકાયેલો હોય એ બિનજરૂરી છે. જોકે, સાથે કોર્ટે એ પણ છૂટ આપી છે કે જો આદેશનો દુરુપયોગ કરવામાં આવે તો કૉલેજ સુધારા માટે દરવાજા ખખડાવી શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં