વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના નામે શરૂ થેલી હિંસાએ બાંગ્લાદેશની (Bangladesh Violence) હસીના સરકારનો ભોગ લઈ લીધો છે. આરક્ષણનો વિરોધ કરવાના ઓથા હેઠળ ઉગ્રવાદીઓએ ફેલાવેલી હિંસાના પગલે સેંકડો લોકો માર્યા ગયા છે. પીએમ શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી ચુક્યા છે. તેવામાં પશ્ચિમ બંગાળમાં (West Bengal) ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, થોડા જ દિવસોમાં એક કરોડ બાંગ્લાદેશી હિંદુ શરણાર્થી પશ્ચિમ બંગાળમાં આવશે, પશ્ચિમ બંગાળ સરકાર તેના માટે તૈયાર રહે.
બાંગ્લાદેશ સીમાને અડીને આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યની વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન, વિરોધ પક્ષના નેતા સુવેંદુ (LoP Suvendu Adhikari) અધિકારીએ બાંગ્લાદેશની તાજેતરની સ્થિતિ અને હિંદુ શરણાર્થીઓના ભારત આગમન વિશે જણાવ્યું હતું. તેમણે મીડિયા સાથે વાત કરતી વખતે જણાવ્યું કે, “બાંગ્લાદેશમાં હિંદુઓનો નરસંહાર થઈ રહ્યો છે. રંગપુરમાં મ્યુનિસિપલ કાઉન્સિલના કાઉન્સિલર હરધન નાયકની હત્યા કરવામાં આવી હતી. સિરાજગંજના પોલીસ સ્ટેશનમાં 13 પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી હતી. જેમાંથી 9 હિંદુ છે. આ સાથે જ નોઆખલીમાં હિંદુઓના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) અને રાજ્યપાલને વિનંતી કરીશ કે તેઓ આ મામલે ભારત સરકાર સાથે તાત્કાલિક વાત કરે.”
Big statement by BJP leader, LoP, Suvendu Adhikari @SuvenduWB
— Hindu Voice (@HinduVoice_in) August 5, 2024
He said, ‘1 Crore Hindu refugees will come to West Bengal. I urge the Governor and Chief Minister of West Bengal, be prepared, consult with Central Govt. There is CAA.’
Sri Adhikari said, ‘If the situation is not… pic.twitter.com/tb0jPivmaX
CAAનો ઉલ્લેખ કરતા સુવેંદુ અધિકારીએ કહ્યું, “CAAમાં સ્પષ્ટ છે કે, જો ધાર્મિક ઉત્પીડનને કારણે હિંસા કરવામાં આવે, તો આપણો દેશ આગળ આવશે અને મદદ કરશે. હું તમને જણાવી રહ્યો છું કે જો ત્રણ દિવસની અંદર આ સ્થિતિ પર કાબૂ નહીં આવે તો બાંગ્લાદેશ જમાત અને કટ્ટરપંથીઓના હાથમાં જઈ રહ્યું છે. તમે જાણતા જ હશો કે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 300 થઈ ગઈ છે. અનામત સુધારણાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાની ચળવળમાં ફેરવાઈ ગયું છે.”
તેમણે આગળ જણાવ્યું કે, “બાંગ્લાદેશથી 1 કરોડ હિંદુઓ પશ્ચિમ બંગાળ આવશે. હું રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલને આગ્રહ કરું છું કે તેઓ આ પરિસ્થિતિ માટે તૈયાર રહે. હું કહીશ કે તેઓ કેન્દ્ર સરકાર પાસે સલાહ માંગે. હું પશ્ચિમ બંગાળના નાગરિકોને પણ કહેવા માંગીશ કે, તેઓ આના માટે તૈયાર રહે. બાંગ્લાદેશમાં સત્તા જમાત અને કટ્ટરપંથીઓના હાથમાં જવા જઈ રહી છે.”