23 જુલાઈએ સુપ્રીમ કોર્ટે NEET-UG ફરીથી ન લેવાનો આદેશ આપ્યો હતો ત્યારે આજે એ આદેશને વિસ્તારપૂર્વક સમજાવતા કોર્ટે કહ્યું છે કે, “NEET-UG પેપર લીક મોટા સ્તર પર થયું નથી તે માત્ર હજારીબાગ અને પટના સુધી સીમિત છે, અને સિસ્ટમમાં પણ કોઈ ખામી જોવા મળી નથી.” ચીફ જસ્ટિટ્સ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી.પાદરીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે NEET-UG ફરીથી ન લેવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોર્ટે NTAને ટકોર કરતાં કહ્યું હતું કે, “કોર્ટે કહ્યું કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક અટકાવવા માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે. NTAએ ફરીથી આવી ઘટના બને તેનું ધ્યાન રાખવું જોઈએ, આવી ઘટનાઓ વિદ્યાર્થીઓના હિતમાં હોતી નથી.”
પ્રશ્નપત્રોના સંચાલન માટે બનાવો SOP
સુનાવણી દરમિયાન કોર્ટે NTAને પરીક્ષા યોજવાની પદ્ધતિ બદલવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે એજન્સી પ્રશ્નપત્ર તૈયાર કરે ત્યારથી લઈને પરીક્ષાના અંત સુધી ચોક્કસ સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. પ્રશ્નપત્રોના સંચાલન માટે એક SOP બનાવવામાં આવે. ઉપરાંત પેપરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઇ-રિક્ષાનો ઉપયોગ કરવાની જગ્યાએ રિયલ ટાઈમ લોકવાળા બંધ વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય પ્રાઈવાસી લૉનું (Privacy Law) પણ ધ્યાન રાખવામા આવે જેથી કરીને જો કોઈ ગરબડ કરવાનો પ્રયત્ન કરે તો તેને પકડી શકાય. ઈલેક્ટ્રોનિક ફિંગરપ્રિંટ્સના રેકોર્ડ અને સાઇબર સુરક્ષાની વ્યવસ્થા પણ રાખવી જોઈએ જેનાથી બધો ડેટા સેવ કરી શકાય.