ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની શાખા પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. અહીં એક મંદિરમાં લાગતી શાખા પર શાકિબ નામના મુસ્લિમ વ્યક્તિએ પોતાના 8-10 સાથીઓને સાથે રાખીને પથ્થરમારો કર્યો છે. પથ્થરમારા બાદ સંઘના સ્વયંસેવકોને મા-બહેનની ગાળો આપીને ફરી પાછા શાખામાં ન આવવાની ધમકી આપવામાં આવી છે. શાકિબની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ ઘટના પાછળનો મુખ્ય સૂત્રધાર જમાલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે યુપી પોલીસનો નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટર છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ ઘટના શનિવાર (27 જુલાઈ, 2024) ના રોજ બની હતી.
લખનૌમાં (Lucknow) RSSની શાખા પર પથ્થરમારો કરવાની આ ઘટના શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ચિનહટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. 28 જુલાઈ, રવિવારના રોજ RSSના સ્વયંસેવક યુવરાજ, સોમનાથ અને ધનરાજે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ચિનહટ વિસ્તારમાં આવતા છોહરિયા માતાના મંદિરમાં દરરોજ સાંજે 5:30થી 6:00 વાગ્યા સુધી સંઘની શાખા યોજાય છે. શનિવારે સંઘના સ્વયંસેવકો ભગવા ધ્વજ પકડીને શાખામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ચિનહટમાં જ રહેતો શાકિબ પોતાના 8-10 મુસ્લિમ સાથીઓ (Muslim Mob) સાથે ત્યાં આવી પહોંચ્યો હતો.
लखनऊ के चिनहट में छोहरिया माता मंदिर परिसर में RSS की शाखा पर पथराव मामले में पुलिस ने मुख्य आरोपी साकिब को गिरफ्तार कर जेल भेज दिया है…#Lucknow #RSS pic.twitter.com/E0Jf8JPFz5
— News18 Uttar Pradesh (@News18UP) July 30, 2024
આરોપ છે કે, શાકિબ અને તેના સાથીઓએ શાખા માટે આવેલા સ્વયંસેવકોને મા-બહેનની ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું. આ પછી આ તમામ આરોપીઓએ મળીને શાખામાં હાજર લોકો પર પથ્થરમારો (Stone Pelting) શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારા બાદ આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, તેઓ કોઈ પણ સંજોગોમાં છોહરિયા માતાના મંદિરમાં સંઘની શાખા નહીં લાગવા દે. પોલીસને આ બાબતની જાણ કરવામાં આવતા જ તમામ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પીડિતોએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે આ FIR ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 191 (2), 352 અને 232 હેઠળ નોંધી છે.
શાકિબની ધરપકડ, જમાલ ફરાર
ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. મુખ્ય આરોપી શાકિબની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. બાકીના હુમલાખોરોની ઓળખ કરી તેમને પકડી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ મામલે હિંદુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. છોહરિયા માતા મંદિરના મહંત લલ્લા બાબાએ મીડિયા સાથે વાત કરતા જમાલને આ હુમલાનો માસ્ટર માઈન્ડ ગણાવ્યો છે. જમાલ ઉત્તર પ્રદેશ પોલીસનો નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટર છે. મહંતના કહેવા પ્રમાણે જમાલ જ્યારથી તે વિસ્તારમાં સ્થાયી થયો છે ત્યારથી સતત આવી ઘટનાઓ બની રહી છે.
સાથે જ ફરિયાદીઓએ જણાવ્યું છે કે જે જગ્યાએ પથ્થરમારો થયો હતો તે જગ્યા પર છેલ્લા 15 વર્ષથી સંઘની શાખા લાગી રહી છે. દરરોજ 10 થી 20 લોકો શાખામાં જોડાય છે. એવો પણ આરોપ છે કે હુમલાખોરોએ પથ્થરમારાની સાથે ભગવા ધ્વજ પર કચરો ફેંકીને તેનું અપમાન કર્યું હતું. હુમલાખોરો સંઘની શાખાથી નારાજ છે. તેમણે કોઈ પણ સંજોગોમાં શાખા ન લાગવા દેવાની ધમકી આપી છે. ACP અનીદ્ય વિક્રમ સિંઘે મીડિયાને જણાવ્યું હતું કે, 1 નામજોગ અને 8થી 10 અજાણ્યા હુમલાખોરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે ફરાર આરોપીઓને જલ્દી પકડવાની ખાતરી આપી હતી.