Friday, November 22, 2024
More
    હોમપેજદેશનદીમાં તરતા મૃતદેહો, તૂટેલા પુલ-રસ્તાઓ, 200થી વધુ ઘર તબાહ, 400 લોકો ગુમ..:...

    નદીમાં તરતા મૃતદેહો, તૂટેલા પુલ-રસ્તાઓ, 200થી વધુ ઘર તબાહ, 400 લોકો ગુમ..: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 50ના મોત, સેનાએ સંભાળ્યો મોરચો

    મોડી રાત્રે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયું હતું. જેના કારણે મોટી તબાહી સર્જાઈ છે. વાયનાડમાં ભૂસ્ખલનથી 50 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ભારે તબાહીના પગલે ભારતીય સેનાની પણ મદદ લેવામાં આવી છે.

    - Advertisement -

    કેરળના વાયનાડમાં (Wayanad) ભયાનક દ્રશ્યો સર્જાયા છે. મોડી રાત્રે ભૂસ્ખલન (Landslide) થવાથી અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લગભગ 400 લોકો ગુમ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વાયનાડમાં ભૂસ્ખલનથી હમણાં સુધીમાં 50 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. રોડ-રસ્તાઓ અને બ્રિજો પણ તૂટી પડ્યા છે. નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે અને પાણીમાં મૃતદેહો તરતા જોવા મળી રહ્યા છે. રોડ-રસ્તાઓ પર રહેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લગભગ 200થી વધુ ઘરો તબાહ થઈ ગયા છે. હાલ પણ 70 લોકો હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે.

    સોમવારે (29 જુલાઈ, 2024) મોડી રાત્રે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયું હતું. જેના કારણે મોટી તબાહી સર્જાઈ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (Times Of India) અનુસાર, વાયનાડમાં ભૂસ્ખલનથી 50 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ભારે તબાહીના પગલે SDRF અને NDRFની ટીમો બચાવકાર્ય માટે ઘટનાસ્થળે હાજર થઈ ગઈ હતી. આ ઉપરાંત પરિસ્થિતિ ગંભીર જણાતા ભારતીય સેનાની (Indian Army) પણ મદદ લેવામાં આવી છે. કન્નુરથી સેનાના 225 જવાનોને વાયનાડ મોકલવામાં આવ્યા છે. તેમાં મેડિકલ ટીમ પણ સામેલ છે. આ ઉપરાંત એરફોર્સના (Air Force) 2 હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં લાગી ગયા છે. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકવાની સંભાવના છે.

    4 ગામોમાં થયું ભૂસ્ખલન અને સર્જાયા ભયાનક દ્રશ્યો

    વાયનાડના 4 ગામોના ભૂસ્ખલન થયું હોવાનું સામે આવ્યું છે. તે ચાર ગામોમાં મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝાનો સમાવેશ થાય છે. પાંચ વર્ષ પહેલાં 2019માં પણ આ જ ગામોમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. તે સમયે પણ આવી દુર્ઘટનાને પગલે 17 લોકોના મોત થયા હતા. જ્યારે આ વખતે આંકડો વધીને 50 સુધી પહોંચી ગયો છે. 2019માં 5 લોકો ગુમ થઈ ગયા હતા. જે આજદિન સુધી માલીસ શક્યા નથી. તેમના મૃતદેહો પણ હાથ લાગ્યા નથી. તે સમયે 52 મકાનો ધરાશાયી થઈ ગયા હતા. આ વખતે પણ ભારે તારાજી સર્જાઈ હોવાથી તાત્કાલિક ધોરણે સેનાને બોલાવી લેવામાં આવી હતી. હાલ સેનાએ મોરચો સંભાળી લીધો છે.

    - Advertisement -

    વાયનાડમાં મંગળવારે (30 જુલાઈ) પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ (Meteorological Department) અનુસાર, કોઝિકોડ, મલપ્પુરમ એ કાસરગોડમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેના પગલે આસપાસના તમામ વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાની વચ્ચે પણ સેનાએ મોરચો સંભાળી રાખ્યો છે. જોકે, અતિભારે વરસાદના કારણે વાયનાડ દુર્ઘટનાના બચાવકાર્યમાં મુશ્કેલીઓ પણ આવી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં