Friday, October 18, 2024
More
    હોમપેજદેશફરી એક વાર ઇતિહાસ રચવા તૈયાર ISRO: NASA સાથે મળીને પાર પાડશે...

    ફરી એક વાર ઇતિહાસ રચવા તૈયાર ISRO: NASA સાથે મળીને પાર પાડશે મિશન, અવકાશમાં 400 કિમી ઉપર સ્પેસ સ્ટેશન પર મોકલશે ગગનયાત્રી

    આ મિશન ઓગસ્ટ 2024માં લૉન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય અંતરિક્ષ મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે સંસદમાં આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ISROએ ગગનયાત્રી પૈકીના એક યાત્રીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવાનું નક્કી કર્યું છે.

    - Advertisement -

    ગત બે વર્ષોમાં ભારતે અંતરિક્ષ ક્ષેત્રે હરણફાળ દોટ મૂકી છે. એક સાથે અનેક ઉપગ્રહો અવકાશમાં મોકલવાના હોય કે પછી ચંદ્રમાના નોર્થ પોલ પર સોફ્ટ લેન્ડિંગ, છેક સૂરજના અભ્યાસ માટે L1 પોઈન્ટ સુધી પહોંચીને ભારતે પોતાના પરાક્રમથી માનચિત્ર પર અલગ સ્થાન મેળવ્યું છે. ત્યારે ભારતીય અંતરિક્ષ એજન્સી ISRO ફરી એક વાર કમાલ કરવા જઈ રહી છે. ભારત ગગનયાન મિશનના યાત્રીને ધરતીથી 400 કિલોમીટર દૂર ફરતા ISS (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર મોકલવાની તૈયારી ચાલી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ મિશન ઓગસ્ટ 2024માં અમેરિકન સ્પેસ એજન્સી NASAની મદદથી લૉન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય અંતરિક્ષ મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે સંસદમાં આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ISROએ ગગનયાત્રી પૈકીના એક યાત્રીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવાનું નક્કી કર્યું છે. આ ISRO, NASA અને Axiom Space નામની અન્ય એક ખાનગી સ્પેસ કંપનીનું સંયુક્ત ઑપરેશન રહેશે. આ માટે ISROએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, આ મિશનને ઓગસ્ટ 2024માં અમેરિકાના ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવી શકે છે. જીતેન્દ્ર સિંઘે જણાવ્યા અનુસાર હાલ વાયુસેનાના કેટલાક બાહોશ પાયલટ બેંગ્લોર સ્થિત ઈસરોના સ્પેસ ટ્રેનિંગ સેન્ટરમાં પ્રશિક્ષણ લઈ રહ્યા છે. તેમણે ત્રણ પૈકી બે સેમેસ્ટરની ટ્રેનિંગ પૂર્ણ કરી લીધી છે. આ પૈકી એક પાયલટનું ISS પર મોકલવા માટે સિલેકશન કરવામાં આવશે.

    - Advertisement -

    ISRO દ્વારા એક એસ્ટ્રોનટ સિલેકશન બોર્ડની રચના કરવામાં આવી છે, જેમાં ભારતીય વાયુસેનાનાના ચાર પાયલોટની ગગનયાત્રીઓ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ તમામે પહેલાં કોરોના મહામારી દરમિયાન રશિયામાં રહીને સ્પેસફ્લાઇટ બેઝિક મોડ્યુલની તાલીમ લીધી હતી. હાલ તેઓ બેંગ્લોર ખાતે ISROની એસ્ટ્રોનટ ટ્રેનિંગ ફેસિલિટીમાં ગગનયાન મિશન માટે તાલીમ લઇ રહ્યા છે. તેમના તાલીમ કાર્યક્રમના ત્રણમાંથી બે સત્ર પૂર્ણ થઈ ચૂક્યાં છે. 

    શું છે ગનગયાન મિશન?

    ગગનયાન મિશન ISRO દ્વારા વિકસિત ભારતના માનવ અવકાશ ઉડાન મિશનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ મિશન 2025માં લૉન્ચ કરવામાં આવશે. તે ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન હશે. આ મિશનમાં ચાર યાત્રીઓને ત્રણ દિવસના મિશન માટે અંતરિક્ષમાં 400 કિમીની ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવશે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત પણ લાવવામાં આવશે. ISROએ ગયા વર્ષે આ મિશનનું પરીક્ષણ કર્યું હતું. બુધવારે (21 ફેબ્રુઆરી) ISROએ તેના ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કર્યું. આ મિશનમાં HSFC (હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર)નું વિશેષ યોગદાન છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં