Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, બચાવકાર્ય દરમિયાન 13ના મળ્યા શવ: ટેકઓફ...

    કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, બચાવકાર્ય દરમિયાન 13ના મળ્યા શવ: ટેકઓફ સમયે આવી હતી સમસ્યા, સવાર હતા 19 યાત્રી

    તાજા અહેવાલ અનુસાર બચાવકાર્ય દરમિયાન એક પાયલોટને જીવિત હાલતમાં બહાર નીકળવામાં આવ્યો છે. હજુ પણ બચાવકાર્ય ચાલુ જ છે.

    - Advertisement -

    નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે એક મોટી વિમાન દુર્ઘટના (Nepal Plan Crash) થઈ છે. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 13 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અનુસાર, કાઠમંડુના આ એરપોર્ટ (Tribhuvan Airport) પર બુધવારે થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

    સ્થાનિક મીડિયા અનુસાર, સૌર્ય એરલાઈન્સનું (Saurya Airlines) વિમાન 19 લોકો સાથે પોખરા જઈ રહ્યું હતું ત્યારે ટેકઓફ કરતી વખતે તેને અકસ્માત નડ્યો હતો. ઘટના સ્થળેથી સામે આવેલા વિડીયોમાં એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા સાથે આગ લાગતી જોઈ શકાય છે.

    કઈ રીતે થયો ક્રેસ?

    પ્રારંભિક માહિતી અનુસાર, ટેક-ઓફ દરમિયાન પ્લેન લપસી જવાને કારણે આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનાની માહિતી મળતા જ રાહત અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. પ્લેનમાં લાગેલી આગને વહેલી તકે બુઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી અન્ય મુસાફરોને શોધી શકાય.

    - Advertisement -

    તાજા અહેવાલ અનુસાર બચાવકાર્ય દરમિયાન એક પાયલોટને જીવિત હાલતમાં બહાર નીકળવામાં આવ્યો છે. હજુ પણ બચાવકાર્ય ચાલુ જ છે.

    આ વિષયમાં સતત નવી અપડેટ્સ સામે આવી રહી છે. અગત્યની જાણકારીઓ સાથે બાદમાં લેખને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં