Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતભજીયાની લારીની આડમાં થતો હતો ડ્રગ્સનો ધંધો, 'દવા આ ગઈ હૈ'ના કોડવર્ડથી...

    ભજીયાની લારીની આડમાં થતો હતો ડ્રગ્સનો ધંધો, ‘દવા આ ગઈ હૈ’ના કોડવર્ડથી વેચાતા હતા નશીલા પદાર્થ: સુરત પોલીસે મોહમ્મદ જાફર, રાસીદજમાલ અને મોઇનુદ્દીનને દબોચ્યા

    પેડલરો તેના ઓળખીતા ગ્રાહકોને વોટ્સએપ પર કોલ કરીને ડ્રગ્સ આવી ગયું હોવાની માહિતી આપતા હતા. પરંતુ તેઓ આ માટે પણ કોડવર્ડ જ યુઝ કરતાં હતા. તેઓ ગ્રાહકોને કહેતા હતા કે, "દવા આ ગઈ હૈ." તેમના આ કોડવર્ડથી સામેના વ્યક્તિને ખ્યાલ આવી જતો હતો કે, ડ્રગ્સ આવી ગયું છે.

    - Advertisement -

    સુરત શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન ચલાવી રહી છે. જેને લઈને નશીલા પદાર્થોનું સેવન કરતાં અને વેચાણ કરતાં લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત હમણાં સુધીમાં ઘણા ડ્રગ્સ પેડલરોને જેલભેગા કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત સુરત પોલીસને સફળતા હાથ લાગી છે. જાણવા મળી રહ્યું છે કે, સુરત પોલીસે લાલગેટ વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. તેમની ઓળખ, મોહમ્મદ જાફર, રાસીદજમાલ અને મોઇનુદ્દીન અન્સારી તરીકે થઈ છે. આરોપીઓ ભજીયાની લારીની આડમાં ડ્રગ્સનો ધંધો કરતાં હતા.

    મળતી માહિતી અનુસાર, શનિવારે (20 જુલાઈ) સુરત પોલીસને બાતમી મળી હતી કે, લાલગેટ હોડી બંગલા પાસે બેકરીની ગલીમાં ભજીયા અને પાનના ગલ્લાની આડમાં MD ડ્રગ્સનો ધંધો થઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઓપરેશન હાથ ધરીને 3 ડ્રગ્સ પેડલરો ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આપી હતી. પોલીસે ત્રણેય પાસેથી 12.57 લાખનો 125 ગ્રામ MD ડ્રગ્સ, 4 મોબાઈલ, ડિજિટલ કાંટો સહિત 13.32 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ ડ્રગ્સનો વેપાર કરવા માટે જુદા-જુદા કોડવર્ડનો પણ ઉપયોગ કરી રહ્યા હતા.

    ‘દવા આ ગઈ હૈ’ના કોડવર્ડ સાથે કરતાં હતા ધંધો

    પેડલરો તેના ઓળખીતા ગ્રાહકોને વોટ્સએપ પર કોલ કરીને ડ્રગ્સ આવી ગયું હોવાની માહિતી આપતા હતા. પરંતુ તેઓ આ માટે પણ કોડવર્ડ જ યુઝ કરતાં હતા. તેઓ ગ્રાહકોને કહેતા હતા કે, “દવા આ ગઈ હૈ.” તેમના આ કોડવર્ડથી સામેના વ્યક્તિને ખ્યાલ આવી જતો હતો કે, ડ્રગ્સ આવી ગયું છે. ત્યારબાદ ગ્રાહકો તેમની ભજીયાની લારી પર જઈને ડ્રગ્સ ખરીદતા હતા. ત્રણેય આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી ડ્રગ્સના વેપલામાં જોડાયેલા હતા. આ ધંધાની શરૂઆત મોહમ્મદ જાફરે કરી હતી. જાફર કાપડની દલાલીના ધંધા સાથે સંકળાયેલો હતો.

    - Advertisement -

    કાપડના ધંધામાં તેને ધારી આવક ન થતાં તેણે ભજીયાની લારી ધરાવતા મોઇનુદ્દીન અન્સારીનો સંપર્ક કર્યો હતો. ઉપરાંત, મોહમ્મદ જાફર તેના એક મિત્ર રાસીદજમાલને સાથે લઈને જ મોઇનુદ્દીનની લારી પર બેસવા જતો હતો. મોહમ્મદ અને રાસીદજમાલને પહેલાંથી જ ડ્રગ્સનો નશો કરવાની આદત હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ડ્રગ્સનો ધંધો કરવાનું નક્કી કર્યું હતું. મોહમ્મદ જાફર મુંબઈથી MD ડ્રગ્સ ટ્રેનમાં લઈને આવતો હતો. જ્યારે રાસીદજમાલ ગ્રાહકોને શોધી લાવીને તેને ડ્રગ્સની ડિલિવરી આપતો હત. આ બંનેની સાથે ભજીયાની લારી ધરાવતો મોઇનુદ્દીન અન્સારી પ જોડાયેલો હતો અને તે ગ્રાહકોને વેરીફાઈ કરવાનું કામ કરતો હતો.

    આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્રણેયના આખા નામ મોહમ્મદ જાફર મોહમ્મદ સીદ્દીક ગોડીલ, રાસીદજમાલ ઉર્ફે બનારસ ઉસ્માનનગની અન્સારી અને મોઇનુદ્દીન સલાઉદ્દીન અન્સારી છે. આ મામલે DCP પિનાકીન પરમારે જણાવ્યું છે કે, પોલીસે ત્રણની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ આરોપીઓ MD ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા? કોને વેચાણ કરતાં હતા? સાથે જ રેગ્યુલર ગ્રાહકો કેટલા છે? એ અંગે તપાસ કરી રહી છે. ત્રણેય આરોપીને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવવા માટેની તજવીત હાથ ધરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં