Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાહિંસા કાબૂમાં લેવા બાંગ્લાદેશ સરકારનો અંતિમ પ્રયાસ, પ્રદર્શનકારીઓને જોતાં જ ગોળીએ દેવાના...

    હિંસા કાબૂમાં લેવા બાંગ્લાદેશ સરકારનો અંતિમ પ્રયાસ, પ્રદર્શનકારીઓને જોતાં જ ગોળીએ દેવાના આદેશ: અનામતવિરોધી પ્રદર્શનોમાં અત્યાર સુધી 133નાં મોત

    વડાપ્રધાન શેખ હસીનાની સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવાર અને સોમવારના (21-22 જુલાઈ 2024) દિવસે આખા દેશમાં સાર્વજનિક રજાઓ ઘોષિત કરી દીધી છે. આપાતકાલીન સેવાઓ સિવાય તમામ સંસ્થાનો બંધ રહેશે. આખા દેશમાં કર્ફ્યું લાગુ છે, રેલવે સેવા પણ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    અનામત અને ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ શરૂ થયેલી હિંસાની આગમાં આખું બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. વિરોધ પ્રદર્શનોમાં અથડામણો થતાં અનેક લોકોનાં મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આખા દેશને કર્ફ્યુંની બેડીમાં બાંધી દેવામાં આવ્યો હોવા છતાં સ્થિતિ નિયંત્રણની બહાર છે. તેવામાં હવે બાંગ્લાદેશમાં હિંસા પર કાબૂ મેળવવા માટે શૂટ એટ સાઈટના એટલે કે જોતાં જ ઠાર કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ અને સેના સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.

    બાંગ્લાદેશી સરકારે જાહેર કરેલા જાહેરનામા અનુસાર આખા દેશમાં કર્ફ્યું લગાવવામાં આવ્યો છે, જે આગામી આદેશ સુધી યથાવત રહેશે. બપોરે 12થી 2 સુધી લોકોને જરૂરી કામકાજ પૂર્ણ કરવા સામાન્ય છૂટ આપવામાં આવી હતી. વધતી જતી હિંસાને પગલે સરકારે સશસ્ત્ર દળોને શૂટ એટ સાઈટના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે જો પ્રદર્શનકારીઓનું ટોળું કાબૂમાં ન આવે અને આદેશોનું પાલન ન કરે, અથવા તો ઉપદ્રવીઓ રસ્તા પર આવી ઉત્પાત મચાવે તો તેમને જોતાં જ ગોળી મારી દેવામાં આવે. બાંગ્લાદેશમાં શૂટ એટ સાઈટના ઓર્ડર મળ્યા બાદ સેના અને પોલીસ સતત રસ્તાઓ પર પેટ્રોલિંગ કરીને નિયંત્રણ મેળવવા પ્રયત્ન રહી છે.

    બાંગ્લાદેશમાં હજુ પણ ઈન્ટરનેટ સેવા બંધ છે. દેશવ્યાપી કર્ફ્યું હજુ પણ અમલમાં છે અને હિંસામાં મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે. અહેવાલો અનુસાર હિંસામાં અત્યાર સુધી લગભગ 133 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઘાયલોનો આંકડો પણ ચિંતાજનક છે. ઈમરજન્સી સર્વિસીસ ઉપરાંત તમામ પ્રકારની ગતિવિધિઓ પર રોક લગાવી દેવામાં આવી છે. સરકાર બંને પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને હિંસા બંધ કરાવવાના પ્રયત્નો કરી રહી છે.

    - Advertisement -

    પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં સાર્વજનિક રજાઓની ઘોષણા, ન્યૂઝ ચેનલોમાં પ્રસારણ પર રોક

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શેખ હસીનાની સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવાર અને સોમવારના (21-22 જુલાઈ 2024) દિવસે આખા દેશમાં સાર્વજનિક રજાઓ ઘોષિત કરી દીધી છે. આપાતકાલીન સેવાઓ સિવાય તમામ સંસ્થાનો બંધ રહેશે. આખા દેશમાં કર્ફ્યું લાગુ છે, રેલવે સેવા પણ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. જ્યાં નજર પડે ત્યાં સેના અને પોલીસ ખડકી દેવામાં આવી છે.

    બાંગ્લાદેશમાં અનેક સમાચાર ચેનલો પર ન્યૂઝનું પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યું છે. મોટાભાગના સ્થાનિક અખબારોની વેબસાઈટો પણ ઠપ્પ છે. સેન્ટ્રલ બેંક અને પીએમ ઑફિસની કેટલીક મુખ્ય સાઈટોને હેક કરી લેવામાં આવી હોવાની પણ માહિતી મળી રહી છે. ગત 19 તારીખે તો નરસિંગડી જેલ પર હુમલો કરીને 800 કેદીઓને ભગાડી મૂકવામાં આવ્યા અને તેમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી.

    શું છે હિંસા પાછળનું કારણ?

    ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં પ્રદર્શનોના મૂળમાં સરકારી નોકરીના ક્વોટા સિસ્ટમ અને તેને લઈને કોર્ટના આદેશ છે. ગત 5 જૂનના રોજ બાંગ્લાદેશની હાઈકોર્ટે એક આદેશ પસાર કરીને સરકારી નોકરીઓમાં સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના વંશજો માટે 30% ક્વોટાને બહાલી આપી હતી. નોંધવું જોઈએ કે વર્ષ 2018માં શિક્ષકો અને વિદ્યાર્થીઓના આ જ પ્રકારના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો બાદ શેખ હસીના સરકારે આ 30% ક્વોટા સિસ્ટમ રદ કરી દીધી હતી. પરંતુ કોર્ટે તેને ફરી પુનઃસ્થાપિત કરી દીધી. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણય પર રોક લગાવીને આગામી સુનાવણી 7 ઑગસ્ટના રોજ થવાની છે.

    કોર્ટના આ આદેશ વિરૂદ્ધ છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ દેખાવો કરી રહ્યા છે. પરંતુ બુધવારે રાત્રે વડાંપ્રધાન શેખ હસીનાએ ટેલિવિઝન સામે આવીને પ્રદર્શનો શાંત પાડવાના પ્રયાસ કરતાં વિરોધ વધુ ભડક્યો હતો અને બીજા દિવસે પ્રદર્શનકારીઓએ સ્ટેટ બ્રોડકાસ્ટર બાંગ્લાદેશ ટીવીની ઑફિસ સળગાવી દીધી હતી. ત્યારથી હિંસા વધુ ભડકી રહી છે અને તેના કારણે સરકારે શાળા-કૉલેજો પણ બંધ કરવી પડી છે અને ઈન્ટરનેટ-ટીવી વગેરે પર પણ નિયંત્રણો લાદવાં પડ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં