Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક બાદ હવે તમિલનાડુ કોંગ્રેસે અજીત ભારતી વિરુદ્ધ નોંધાવી FIR: રાહુલ ગાંધી...

    કર્ણાટક બાદ હવે તમિલનાડુ કોંગ્રેસે અજીત ભારતી વિરુદ્ધ નોંધાવી FIR: રાહુલ ગાંધી પર ટિપ્પણીનો મામલો, પત્રકારે કહ્યું- મોકલો પોલીસ, હું અહીં જ છું!

    ચેન્નાઈ ઈસ્ટ કોંગ્રેસ કમિટીના પ્રમુખે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, અજીત ભારતી દ્વેષભાવ રાખીને સાંપ્રદાયિક તણાવ સર્જવા માંગે છે, જેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ Xને પણ આ અંગેની નોટિસ આપવામાં આવી છે.

    - Advertisement -

    પત્રકાર અજીત ભારતી વિરુદ્ધ કર્ણાટક બાદ હવે તમિલનાડુમાં FIR નોંધવામાં આવી છે. તેમની વિરુદ્ધ ચેન્નાઈમાં FIR નોંધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ચેન્નાઈ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીના પ્રમુખ M સેમ્યુઅલ દ્રવીડિયન MCએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. કોંગ્રસ નેતાનો આરોપ છે કે, પત્રકાર અજીત ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા એક વિડીયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે ખોટા દાવા કર્યા હતા. આ જ મુદ્દે કર્ણાટક કોંગ્રેસે પણ તેમની વિરુદ્ધ FIR નોંધાવી હતી. જ્યારે હવે તમિલનાડુ કોંગ્રેસે પણ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે FIR દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

    ચેન્નાઈ ઈસ્ટ કોંગ્રેસ કમિટીના પ્રમુખે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, અજીત ભારતી દ્વેષભાવ રાખીને સાંપ્રદાયિક તણાવ સર્જવા માંગે છે, જેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ Xને પણ આ અંગેની નોટિસ આપવામાં આવી છે. પત્રકાર અજીત ભારતીએ X પર આ વિશેની માહિતી આપી હતી. તેમણે FIRના ફોટો પોસ્ટ કરીને કેપશનમાં લખ્યું કે, “કર્ણાટક કોંગ્રેસની ધમકી અને FIR બાદ હવે તમિલનાડુ કોંગ્રેસ તમિલનાડુ પોલીસનો દુરુપયોગ કરી રહી રહી છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “જે કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સ્ટેનો આદેશ આપ્યો હોય અને કેસ પર સ્ટે મૂક્યા પછી કેસને બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવાનો આ બનાવ શું સૂચવે છે?” આ સાથે જ તેમણે અંતમાં લખ્યું છે કે, “મોકલો પોલીસ, હું ત્યાં જ મળીશ.” FIR અનુસાર, પત્રકાર અજીત ભારતી વિરુદ્ધ IPCની કલમ 153A (બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જવું) અને 505(2) (સમુદાયો વચ્ચે આંતરિક દુશ્મનાવટ સર્જાય એવાં નિવેદન કરવાં) હેઠળ FIR નોંધવામાં આવી છે. X પાસેથી અજીત ભારતીના હેન્ડલ સંબંધિત અનેક માહિતીઓ માંગવામાં આવી છે. જેમ કે, તેમનું ડિવાઇસ, લૉગિન-લૉગઆઉટનો સમય, ઇ-મેઇ અને ફોન નંબર.

    - Advertisement -

    નોંધનીય છે કે, તમિલનાડુ પહેલાં પત્રકાર અજીત ભારતી વિરુદ્ધ કર્ણાટકમાં FIR નોંધવામાં આવી હતી. કર્ણાટક સરકારે NCR સ્થિત ફ્લેટ પાસે કેટલાક પોલીસકર્મીઓ પણ મોકલ્યા હતા. બાદમાં ઉત્તર પ્રદેશ પોલીસ તે પોલીસકર્મીઓને પોતાની સાથે લઈને ગઈ હતી. ત્યારબાદ હાઈકોર્ટે પણ અજીત ભારતીને રાહત આપી હરું. જ્યારે હવે આ જ મામલે તમિલનાડુમાં પણ FIR થઈ છે.

    નોંધવું જોઈએ કે પોતાના એક વિડીયોમાં રાજકીય ટિપ્પણી કરતી વખતે અજીત ભારતીએ કોંગ્રેસના પૂર્વ નેતા પ્રમોદ કૃષ્ણમને ટાંકીને રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ રામ મંદિરના સ્થાને બાબરી ફરી પુનઃસ્થાપિત કરવાની વાત કરી ચૂક્યા છે. અજીતે પ્રમોદ કૃષ્ણમનું જે નિવેદન ટાંક્યું હતું, તેમાં તેમણે કહ્યું હતું કે, “રાહુલ ગાંધીએ પોતાના નજીકના સાથી સાથેની બેઠક બાદ કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર બને ત્યારે તેઓ એક સુપરપાવર કમિશન બનાવશે અને રામ મંદિરનો ચુકાદો એ જ રીતે પલટાવી દેશે, જે રીતે રાજીવ ગાંધી સરકારમાં શાહબાનો ચુકાદો પલટાવાયો હતો.” અજીત ભારતીએ માત્ર પૂર્વ કોંગ્રેસ નેતાના નિવેદનનો સહારો લઈને રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી, પરંતુ તેમ છતાં કર્ણાટક પોલીસે FIR દાખલ કરી દીધી. જોકે, આ મામલે કર્ણાટક હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી અજીત વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં