Friday, October 18, 2024
More
    હોમપેજદેશદુકાનો પર માલિકના નામ લખવાની વ્યવસ્થા નવી નથી: મુજફ્ફરનગર પોલીસે કાવડિયાઓના માર્ગ...

    દુકાનો પર માલિકના નામ લખવાની વ્યવસ્થા નવી નથી: મુજફ્ફરનગર પોલીસે કાવડિયાઓના માર્ગ પર ધાર્મિક ભેદભાવના દાવાને નકારી કાઢ્યો, બહાર પાડી નવી એડવાઇઝરી

    આ આદેશ આવતા જ કથિત લિબરલ અને વામપંથી સમુદાયના લોકો સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પરંતુ આ ગેંગ ત્યારે નથી સામે આવતી જ્યારે મુસ્લિમ વસ્તીની ‘હલાલ’ની જીદ કાવડિયાઓ કે બીજા હિંદુ ધર્મના શ્રદ્ધાળુઓ પર થોપવામાં આવે છે.

    - Advertisement -

    હિંદુ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. હિંદુ ધર્મના મોટાભાગનાં ઉત્સવો પણ શ્રાવણ માહિનામાં આવે છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર પોલીસ દ્વારા કાવડિયાઓ તથા શ્રદ્ધાળુઓની આસ્થા જાળવવા એક એડવાઇઝરી બહાર પાડી છે, જેમાં દુકાનો અને હોટલો પર માલિકોના નામ લખવાનો આદેશ આપવામાં આવ્યો છે. X પરની એક પોસ્ટમાં, મુજફ્ફરનગર પોલીસે કહ્યું કે તેમનો હેતુ કોઈ પણ પ્રકારનો ધાર્મિક ભેદભાવ ઉભો કરવાનો નથી, પરંતુ મુજફ્ફરનગર જિલ્લામાંથી પસાર થતા કાવડિયાઓને (કાવડ લઈને જતાં લોકો) સુવિધા આપવાનો છે.

    નોંધનીય બાબત છે કે મુજફ્ફરનગર કાવડ યાત્રા રૂટ પર દુકાનો પર નામ લખવાની આ વ્યવસ્થા પહેલેથી જ છે. પરંતુ તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. તેથી પોલીસે આ આદેશ બહાર પાડવો પડ્યો છે. શ્રાવણ માહિનામાં કાવડ યાત્રા દરમિયાન પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કાવડિયા પશ્ચિમ ઉત્તર પ્રદેશ થઈને હરિદ્વાર જતાં હોય છે. ત્યાંથી હરિદ્વારનું પવિત્ર પાણી લઈને ફરીથી મુજફ્ફરનગર થઈને પરત ફરતાં હોય છે.

    પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઘણા લોકો, ખાસ કરીને કાવડિયા અમુક ખાદ્ય પદાર્થોને આહારમાં લેવાનું ટાળે છે. ભૂતકાળમાં એવા કિસ્સાઓ સામે આવેલા છે, જેમાં આ રોડ પર ખાદ્યપદાર્થોનું વેચાણ કરતાં દુકાનદારો મુસ્લિમ હોય અને દુકાનનું નામ હિંદુ નામ પર રાખે, જેનાથી કાવડિયાના મનમાં ભ્રમ ઉત્પન્ન થાય. આવું થાય તો અવ્યવસ્થા સર્જાતી હોય છે. આવું ન બને તે માટે મુજફ્ફરનગર પોલીસે આ એડવાઇઝરી જારી કરી છે.

    - Advertisement -
    મુજફ્ફરનગર પોલીસ દ્વારા જારી કરાયેલ એડવાઇઝરી (ફોટો:ઑપઇન્ડિયા હિન્દી)

    ઉલ્લેખનીય છે કે મુજફ્ફરનગર પોલીસનો ઉદ્દેશ્ય આવા કિસ્સાઓને બનતા રોકવાનો છે. શ્રદ્ધાળુઓની આસ્થા તથા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે હોટલ અને ખાન-પાનની સામગ્રી વેચવાવાળા તમામ દુકાનદારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ સ્વેચ્છાએ દુકાનના માલિકનું નામ અને દુકાનમાં કામ કરતાં લોકોના નામ પ્રદર્શિત કરે.

    કાવડ યાત્રા અંગે સહારનપુરના ડીઆઈજી અજય કુમાર સાહનીએ જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં હોટલ અને ઢાબા પર ભોજનના ભાવને લઈને કાવડિયાઓમાં તકરાર થઈ હોય. આ ઉપરાંત, હોટલ/ઢાબામાં નોન-વેજ ઉપલબ્ધ હોય અથવા અન્ય સમુદાયના વ્યક્તિએ કોઈ અન્ય નામથી હોટેલ/ઢાબા ખોલ્યા હોય અને તેના કારણે વિવાદ થયો હોય એવા કિસ્સા પણ સામે આવ્યા છે.” નોંધનીય છે કે ગત વર્ષે જ ઉત્તર પ્રદેશના બરેલીથી કાવડ યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમ ટોળાએ કાવડિયા પર પથ્થરમારો કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ મુજફ્ફરનગર જિલ્લા પ્રશાસન દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી. જેમાં જે રસ્તે થી કાવડિયા પસાર થાય છે ત્યાંના ખાન-પાનની દુકાન ધરાવતા લોકોને પોતાનું નામ દુકાન પર પ્રદર્શિત કરવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશ આવતા જ કથિત લિબરલ અને વામપંથી સમુદાયના લોકો સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પરંતુ આ ગેંગ ત્યારે નથી સામે આવતી જ્યારે મુસ્લિમ વસ્તીની ‘હલાલ’ની જીદ કાવડિયાઓ કે બીજા હિંદુ ધર્મના શ્રદ્ધાળુઓ પર થોપવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં