Friday, November 22, 2024
More
    હોમપેજદેશઉત્તર પ્રદેશના ગોંડા ખાતે પાટા પરથી ઉતરી દિબ્રુગઢ એક્સપ્રેસ, 4ના મોત 20થી...

    ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે પાટા પરથી ઉતરી દિબ્રુગઢ એક્સપ્રેસ, 4ના મોત 20થી વધુ ઘાયલ: રાહત અને બચાવકાર્ય ચાલુ, વધી શકે છે આંકડો

    પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પલટી ખાઈ ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. દરમિયાન એસી કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં તુરંત જ રેલવે પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે (18 જુલાઈ) ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના (Chandigarh Dibrugarh Express) 10થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના એસી કોચની પરિસ્થિતી ખૂબ ખરાબ જોવા મળી રહી છે.

    અહેવાલ અનુસાર દુર્ઘટનામાં 4 લોકો મૃત્યુ પામ્યા છે જેની ખાતરી રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવી છે. લગભગ 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી પણ સામે આવી છે. 15904-દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના માટે 2 હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છે LJN-8957409292 અને GD- 8957400965. NDRFની 3 ટીમ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી છે. જેમણે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્રેન દુર્ઘટનાની નોંધ લેતાં અધિકારીઓને તુરંત ઘટનાસ્થળે પહોંચી ઝડપથી બચાવ કામગીરી શરૂ કરવા નિર્દેશ કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવા અને ઘાયલ વ્યક્તિઓને સારવાર પૂરી પાડવા નિર્દેશ કર્યો છે. તેમના નિર્દેશથી ઘટના સ્થળે 15 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

    - Advertisement -

    ચંદીગઢથી દિબ્રુગઢ સુધી ચાલતી 15904- દિબ્રુગઢ એક્સપ્રેસ ગુરુવારે (18 જુલાઈ) 11:39 કલાકે ચંદીગઢથી નીકળી હતી. ગુરુવારે બપોરે, જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તીની વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર ઘડાકો સંભળાયો અને અચાનક ટ્રેન હાલકડોલક થવા લાગી હતી. બાદમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પલટી ખાઈ ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. દરમિયાન એસી કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં તુરંત જ રેલવે પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

    આ અગાઉ પણ ગત મહિને પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ ટક્કર મારી હતી જેમાં 5 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં લોકો પાયલટ અને ગાર્ડનું પણ મોત થયું હતું. આ પહેલા જૂન-2023માં ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના થઈ હતી, જેમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પર ઉભી રહેલી અથડાઈ હતી. આ ઘટનામાં લગભગ 300 લોકોના મોત થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં