Friday, November 22, 2024
More
    હોમપેજદેશઅબકી બાર 100 મિલિયન પાર….. X પર PM મોદીના 10 કરોડ ફોલોઅર્સ...

    અબકી બાર 100 મિલિયન પાર….. X પર PM મોદીના 10 કરોડ ફોલોઅર્સ થયા, બન્યા સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિશ્વનેતા

    PM મોદીએ આ વિશેની માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, "X પર 100 મિલિયન!, આ વાયબ્રન્ટ માધ્યમ પર આવીને અને ચર્ચા, દલીલો, આંતરદ્રષ્ટિ, લોકોના આશીર્વાદ, રચનાત્મક ટીકા અને ઘણું બધુ મેળવીને ખુશ છું."

    - Advertisement -

    PM મોદીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર PM મોદીના 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ સાથે જ વડાપ્રધાન મોદી X પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિશ્વનેતા તરીકે ઊભરી આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં વડાપ્રધાન મોદીના X હેન્ડલ પર લગભગ 30 મિલિયન યુઝર્સનો વધારો થયો છે. નોંધવા જેવુ છે કે, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા દેશની સાથે દુનિયામાં પણ જોવા મળે છે. ભારતના રાજનેતાઓ સાથે સરખામણી કરતાં વડાપ્રધાન મોદી ફોલોઅર્સના મામલે ખૂબ આગળ ચાલી રહ્યા છે.

    PM મોદીએ આ વિશેની માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને આ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, “X પર 100 મિલિયન!, આ વાયબ્રન્ટ માધ્યમ પર આવીને અને ચર્ચા, દલીલો, આંતરદ્રષ્ટિ, લોકોના આશીર્વાદ, રચનાત્મક ટીકા અને ઘણું બધુ મેળવીને ખુશ છું.” અંતમાં તેમણે કહ્યું કે, “ભવિષ્યમાં પણ આ જ પ્રકારે આ યાત્રા ચાલતી રહે તેવી આશા રાખું છું.”

    નોંધનીય છે કે, PM મોદી આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને દુબઈના વર્તમાન શાસક HH શેખ મોહમ્મદ જેવા વિશ્વનેતાઓ કરતાં પણ ઘણા આગળ છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાયડનના X પર 38.1 મિલિયન ફોલોઅર્સ છે, દુબઈના શાસક HH શેખ મોહમ્મદના X પર 11.2 મિલિયન ફોલોઅર્સ છે અને પોપ ફ્રાન્સિસના X પર 18.5 મિલિયન ફોલોઅર્સ છે. એટલે વડાપ્રધાન મોદી દુનિયાભરના રાજનેતાઓમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા બન્યા છે.

    - Advertisement -

    ભારતમાં પણ PM મોદીના ફોલોઅર્સની સંખ્યા અન્ય નેતાઓથી ઘણી વધારે છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના X પર 26.4 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે અરવિંદ કેજરીવાલના 27.5 મિલિયન ફોલોઅર્સ છે. આ ઉપરાંત અખિલેશ યાદવના 19.9 મિલિયન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના 7.4 મિલિયન, લાલુ પ્રસાદ અને શરદ પવારના 2.9 મિલિયન ફોલોઅર્સ છે. PM મોદી ફોલોઅર્સના મામલે તમામ નેતાઓ કરતાં ઘણા આગળ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2009માં વડાપ્રધાન મોદીએ તત્કાલીન ટ્વિટર એકાઉન્ટની શરૂઆત કરી હતી. 15 વર્ષમાં તેઓ વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા બન્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં