છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં વધારો થયો છે, તેમાં પણ ખાસ હિંદુ સગીરાઓ વધુ ભોગ બની રહી છે. ગુજરાતનો કચ્છ જિલ્લો પણ તેમાંથી બાકાત નથી. જોકે ડ્રગ્સની તસ્કરી હોય કે મહિલાઓ વિરુદ્ધના ગુના, કચ્છ પોલીસે હંમેશા નોંધપાત્ર કામગીરી કરી જ છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં POCSOના ગુના ડામવા પોલીસે કમર કસી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 7 મહિનામાં કચ્છના પશ્ચિમ ભાગથી જ પોક્સોના 21 ગુના નોંધાયા હતા. ભૂજ, માંડવી, માધાપર જેવા શહેરો શહેરોની અને મોટા ભાગની હિંદુ સગીરાઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કારનો ભોગ બની છે. પોલીસને 21માંથી 14 સગીરાઓને હેમખેમ બચાવી લેવામાં સફળતા મળી છે. ભુજ, માંડવી, માધાપર, નખત્રાણાની સગીરાઓને બચાવીને પોલીસે આરોપીઓને જેલભેગા કર્યા છે. આ પૈકીના કેટલાક કેસની માહિતી પોલીસે અખબારી યાદી જાહેર કરીને આપી છે જે અમે અહીં ટાંકી રહ્યા છીએ. તાજેતરમાં પોલીસને 6 કેસમાં સફળતા મળી છે, તમામ કેસમાં આરોપીઓએ બાળકીઓને અપહરણ કરી બળાત્કારનો ભોગ બનાવી હતી.
Gujarat police have done a superb job against 5 Love Jihad cases.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) July 11, 2024
officials have chased culprits in different states.
They have worked as vegetable sellers, and in Mobile shops to trap culprits.
They have successfully rescued a minor and other victims and arrested the culprits pic.twitter.com/6XvGLjO2vu
ક્યાંના કેસમાં પોલીસે કોની ધરપકડ કરી?
19 મે 2024ના રોજ માંડવીના બાગ ગમે રહેતા રઝાક સિદ્દીક સુમરાએ સગીરાનું અપહરણ કર્યું હતું. પોલીસ ફરિયાદ થતા જ પોલીસે સુમરાને ઝડપીને ઝેલ હવાલે કર્યો હતો. ત્યાર બાદ 31 મેના રોજ દાખલ થયેલા અપહરણ અને દુષ્કર્મ કેસમાં ભુજના BSF કેમ્પ પાછળ માલધારીનગરમાં રહેતા અબુબકર રમજુ સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીરાને છોડાવીને આરોપીને જેલમાં ધકેલ્યો હતો. માધાપરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. 23 જૂને માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે ઓસમાણ ગની સુલેમાને સગીર વયની બાળકીને ઉઠાવી લીધી છે. પોલીસે તેને ઝડપી બાળકીને છોડાવી હતી.
Kutch માં અપહરણ-દુષ્કર્મના 6 કેસમાં Gujarat Police ને મોટી સફળતા | Gujarat First@Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @VikasSahayIPS #kutch #gujaratpolice #harshsanghvi #BraveCops #JusticeServed #PoliceSuccess #OperationRescue #CriminalsCaught… pic.twitter.com/zrTJKVmVD9
— Gujarat First (@GujaratFirst) July 11, 2024
કચ્છ પોલીસ બિહાર પહોંચી, આરોપીને પકડવા શાક-બકાલું વેચ્યું, કરિયાણાની દુકાન ચલાવી
ઉલ્લેખનીય છે કે કોઈ પણ ગુનો ઉકેલવા પોલીસને કેટલા પડકારોનો સામનો કરવો પડતો હોય છે, તેનથી કોઈ અજાણ નથી. પશ્ચિમ કચ્છ પોલીસે બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવવામાં આવેલો તાજો કિસ્સો અચરજ પમાડે તેવો છે. 23 જૂને ભૂજ A ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. સુખપરમાં રહેતો સલીમ અબ્દુલ જુણેજા સગીરાને ઉઠાવી ગયો હતો. પોલીસ ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી લેવા કવાયદ હાથ ધરી હતી.
ઇન્વેસ્ટીગેશનમાં સામે આવ્યું હતું કે આરોપી, સગીરાને લઈને પહેલા મુબઈ, ત્યાંથી અજમેર અને ત્યાર બાદ ત્યાંથી બિહાર ભાગી ગયો છે. તપાસનો ધમધમાટ ચાલતા પોલીસ દ્વારા બિહારના ઇસ્ટ ચંપારણના મોતીહારી પાસે આરોપી લોકેટ થયો હતો. પોલીસે લોકેશન પર પહોંચીને લગભગ પાંચ દિવસ સુધી છુપા વેશે તપાસ આદરી હતી. કેટલાક પોલીસકર્મીઓ શાકના ફેરીયા બન્યા હતા, તો વળી કોઈ કરિયાણાની દુકાન પર બેઠું. કેટલાક અધિકારીઓ તો વેશપલટો કરીને મોબાઈલ રીપેરીંગની દુકાન પર બેઠા હતા.
કચ્છની પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સાથે-સાથે લોકલ હ્યુમન સોર્સ પણ એક્ટીવ કર્યા. સ્થાનિક પોલીસને સાથે રાખીને ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં પોલીસને પાંચ દિવસ લાગી ગયા. આખરે એક દિવસ સલીમ કચ્છ પોલીસની પહોંચમાં આવ્યો અને પોલીસે તેને ઉઠાવી લીધો. બાળકીને પરિવારને સોંપી પોલીસે આરોપીને બિહાર કોર્ટમાં રજુ કરી તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ભુજ લાવવામાં આવ્યો. આ ઓપરેશન પાર પાડવા કચ્છ પોલીસના બાહોશ અધિકારીઓએ 4000 કિલોમીટરનો સફર ખેડ્યો હતો.
સગીરાઓને ઉઠાવવામાં મોટાભાગના આરોપીઓની એક જેવી મોડસ ઓપરેન્ડી
પોલીસે આપેલી માહિતી મુજબ ઉપરોક્ત મોટાભાગના પોક્સો ગુનામાં આરોપીઓની એક જ મોડસ ઓપરેન્ડી રહી છે. તેમણે મોટાભાગની સગીરાઓને સોશિયલ મીડિયા મારફતે ફસાવી હતી, નંબરોની આપ-લે થયા બાદ આરોપીઓ તેમને ઉઠાવીને લઇ જવાના કિસ્સા કોમન છે. ચિંતાજનક બાબત તે છે કે આ તમામ કેસમાં મોટાભાગની પીડિતાઓ હિંદુ છે. માત્ર સગીરાઓ જ નહીં, કચ્છમાં વર્ષ 2023માં 18 વર્ષથી વધુની ઉમરની 203 યુવતીઓના અપહરણ થયા હતા. જે પૈકી 179ને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે, બાકીની યુવતીઓની શોધ ચાલી રહી છે. તે સમયે 43 સગીરાઓના પણ અપહરણ થયા હતા, પોલીસે મોટાભાગની સગીરાઓની ભાળ મેળવી લીધી હતી.