Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'ફરી પરીક્ષા કરાવવી કદાચ યોગ્ય નથી'- સુપ્રીમ કોર્ટ: NTAને આપ્યો આદેશ- પેપરલીકવાળા...

    ‘ફરી પરીક્ષા કરાવવી કદાચ યોગ્ય નથી’- સુપ્રીમ કોર્ટ: NTAને આપ્યો આદેશ- પેપરલીકવાળા સેન્ટર અને ફાયદો પહોંચ્યો હોય તે વિદ્યાર્થીઓની આપો જાણકારી

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "પરીક્ષા ફરીથી યોજવાના આદેશ આપતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આપણે 23 લાખ વિદ્યાર્થીઓના કરિયરની વાત કરી રહ્યા છીએ."

    - Advertisement -

    સોમવારે એક સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમાં કોઈ શંકા નથી કે 5 મેના રોજ યોજાયેલી NEET UGમાં ગેરરીતિઓ થઈ હતી. જો કે સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચે કહ્યું કે પરીક્ષા રદ કરવાનો અને ફરીથી યોજવાનો નિર્ણય પેપર લીકની તીવ્રતાના આધારે લેવામાં આવશે. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે પરીક્ષાની અખંડિતતાને અસર થઈ છે.

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પેપર લીકના પરિણામ શું આવશે તે કેટલી હદે થયું છે તેના પર નિર્ભર છે. જો તેનો પ્રભાવ મોટો ન હોય તો રિટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “પરીક્ષા ફરીથી યોજવાના આદેશ આપતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આપણે 23 લાખ વિદ્યાર્થીઓના કરિયરની વાત કરી રહ્યા છીએ.” સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક કયા સમયે થયું અને તે કેટલું વ્યાપક હતું તેના જવાબો શોધવાનો આગ્રહ કર્યો.

    CJIએ પૂછ્યા 3 મહત્વપૂર્ણ પ્રશ્નો

    સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું કે આ પેપર લીક અંગે NTA અને કેન્દ્ર સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે. આનાથી કોને ફાયદો થયો છે તે પણ જાહેર કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર લીક થયું હોત તો તેનું સર્ક્યુલેશન ઘણું વધારે હોત. શું આ લીક આયોજિત રીતે થયું છે કે કેમ, શું તે એવા સ્તરનું હતું કે તે પરીક્ષાની અખંડિતતાને અસર કરે છે, શું તેનો લાભ મેળવનારાઓને અન્ય વિદ્યાર્થીઓથી અલગ ચિહ્નિત કરી શકાય છે કે કેમ – સુપ્રીમ કોર્ટે આ 3 પ્રશ્નોને મહત્વપૂર્ણ ગણ્યા છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે NTAને આ પેપર લીકનો ફાયદો કોણે ઉઠાવ્યો અને કયા પરીક્ષા કેન્દ્રોમાંથી પ્રશ્નપત્ર લીક થયા તે જણાવવા માટે કહ્યું. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસેથી અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ પણ મંગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણા વિદ્યાર્થીઓ અને વિપક્ષી રાજકીય પાર્ટીઓ ‘ReNEET’ એટલે કે NEET પરીક્ષા ફરીથી કરાવવાની માંગ કરી રહ્યા છે. બિહાર-ઝારખંડ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં