સોનિયા ગાંધી અચાનક સ્પીકર તરફ જવા લાગ્યા, સ્મૃતિ ઈરાની સાથે પણ થઈ રકજક કરી. સમગ્ર ઘટના એવી છે કે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘રાષ્ટ્રપત્ની’ કહેવાના મામલામાં રાજકારણ ગરમાયું છે. સંસદ ભવનની અંદર અને બહાર દરેક જગ્યાએ તેનો નજારો જોવા મળ્યો. આ મામલે જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે માફીની માંગણી કરી ત્યારે બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સોનિયા ગાંધીએ પોતાનો અહંકાર બતાવતા સ્મૃતિ ઈરાનીને અંગ્રેજીમાં કહ્યું ‘ You Don’t Talk To Me’ એટલે કે તમે મારી સાથે વાત ન કરો. આ દરમિયાન સોનિયા ગાંધી અચાનક સ્પીકર તરફ જવા લાગ્યા, સોનિયા ગાંધીનો આ અહંકારી લહેકો હવે વાયરલ થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સંસદમાં અધીર રંજન ચૌધરીના નિવેદન બાદ સ્મૃતિ ઈરાનીએ તેમને અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું અને કોંગ્રેસ પર ભારતની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી વિપક્ષ તેમનું સતત અપમાન કરી રહ્યું છે. વધુમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, “કોંગ્રેસ આદિવાસી સમાજની મહિલાનું સન્માન પચાવી શકતી નથી. પાર્ટી એ હકીકતને પચાવી શકતી નથી કે ગરીબ પરિવારમાંથી આવતી મહિલા દેશની રાષ્ટ્રપતિ બની શકે છે.”
એટલું જ નહીં, ઈરાનીએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો અને કોંગ્રેસ અધ્યક્ષને માફી માંગવા કહ્યું. તેમણે કહ્યું, “સોનિયા ગાંધી, તમે દ્રૌપદી મુર્મુના અપમાન માટે સંમતિ આપી છે. સોનિયાજી સર્વોચ્ચ બંધારણીય હોદ્દો ધરાવતી મહિલાના અપમાન માટે રાષ્ટ્રની માફી માંગે.”
સોનિયા ગાંધી વિરુદ્ધ ભાજપના સાંસદોના હોબાળા વચ્ચે ગૃહને સ્થગિત કરવામાં આવ્યું હતું. ગૃહને સ્થગિત કર્યા પછી, સોનિયા ગાંધી સંસદના સત્રની અધ્યક્ષતા કરી રહેલા રમા દેવી પાસે ગયા, અને તેમને કહ્યું , “અધીર રંજન ચૌધરી પહેલેથી જ માફી માંગી ચૂક્યા છે. મને આમાં શામાટે ખેંચવામાં આવી રહી છે?” આના પર સ્મૃતિ ઈરાનીએ અટકાવીને કહ્યું, ‘Madam, may I help you’ (શું હું તમને મદદ કરી શકું?) મેં તમારું નામ લીધું.” (તેમણે આ શબ્દો અંગ્રેજીમાં કહ્યા હતા). તેના પર સોનિયા ગાંધીએ કેન્દ્રીય મંત્રીને બેફામ રીતે કહી દીધું કે, મારી સાથે વાત ન કરો.