Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણસપા સાંસદ આર કે ચૌધરીએ નવી સંસદમાંથી સેંગોલ હટાવવા લોકસભા અધ્યક્ષને લખ્યો...

    સપા સાંસદ આર કે ચૌધરીએ નવી સંસદમાંથી સેંગોલ હટાવવા લોકસભા અધ્યક્ષને લખ્યો પત્ર, વિપક્ષે ભરી હામી: NDAએ નોંધાવ્યો વિરોધ

    સંસદમાં સ્થાપિત સેંગોલને લઈને ફરી એકવાર નવો વિવાદ ઉભો થયો છે. સપા સાંસદે તેને હટાવવાની માંગ કરી છે. જો કે તેમના નિવેદન બાદ અખિલેશ યાદવે સ્પષ્ટતા આપવી પડી હતી.

    - Advertisement -

    સંસદમાં ભારત ગઠબંધનની સંખ્યા વધી છે ત્યારે વિપક્ષી દળોના સાંસદો રોજ નવા નવા બયાન આપી રહ્યા છે, જે તેઓ અગાઉની સરકારમાં કહી શક્યા ન હતા. મોહનલાલગંજથી સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આરકે ચૌધરીએ એક નવી માંગ કરીને ચર્ચા જગાવી છે. તેમણે સેંગોલને સંસદમાંથી હટાવવાની માંગ કરી છે. જો કે તેમના નિવેદન બાદ પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે સ્પષ્ટતા આપવી પડી હતી.

    સપાના સાંસદ આરકે ચૌધરીએ કહ્યું, “આજે મેં આ સન્માનિત ગૃહમાં તમારી સમક્ષ સભ્ય તરીકે શપથ લીધા છે કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને વફાદારી રાખીશ પરંતુ ગૃહમાં બેન્ચની જમણી બાજુએ સેંગોલને જોઈને મને આશ્ચર્ય થયું. મહોદય, આપણું બંધારણ ભારતીય લોકશાહીનું પવિત્ર પુસ્તક છે, જ્યારે સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે. આપણી સંસદ લોકશાહીનું મંદિર છે, કોઈ રાજા કે રજવાડાનો મહેલ નથી.”

    સાંસદ આરકે ચૌધરીએ વધુમાં કહ્યું કે, “હું વિનંતી કરવા માંગુ છું કે સેંગોલને સંસદ ભવનમાંથી હટાવી દેવામાં આવે અને તેની જગ્યાએ ભારતીય બંધારણની વિશાળ નકલ લગાવવામાં આવે.”

    - Advertisement -

    NDAના સભ્યો નોંધાવ્યો વિરોધ

    આ વિષયમાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કહ્યું કે, “સેંગોલ ઈતિહાસનો ભાગ છે. તેને હટાવવાની વાત એ અન્ય કાંઈ નહીં પરંતુ માત્ર હેડલાઇનમાં રહેવા માટે અને સસ્તી પ્રસિદ્ધિ માટે કરવામાં આવે છે.”

    આ જ વિષયમાં પોતાને PM નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, “જે રીતે આટલા દાયકાઓથી આવા પ્રતીકોને ખોટા પ્રકાશમાં બતાવવાની કોશિશ કરવામાં આવી છે, આજે જ્યારે તેમને આપણા પીએમ દ્વારા યોગ્ય સન્માન આપવામાં આવે છે, તો તમે આ બધી બાબતોથી નારાજ કેમ છો?”

    ભાજપ સાંસદ રવિ કિસને કહ્યું, “એક દિવસ તેઓ ભગવાન રામને બદલવા માંગે છે, બીજા દિવસે તેઓએ તેમના સાંસદની તુલના ભગવાન રામ સાથે કરી હતી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં