Saturday, November 23, 2024
More
    હોમપેજક્રાઈમCBIએ તિહાડ જેલમાં કરી કેજરીવાલની પૂછપરછ: કોર્ટમાં રજૂ કરતાં સમયે ધરપડકની સંભાવના,...

    CBIએ તિહાડ જેલમાં કરી કેજરીવાલની પૂછપરછ: કોર્ટમાં રજૂ કરતાં સમયે ધરપડકની સંભાવના, દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં થઈ રહી છે કાર્યવાહી

    25 જૂનની રાત્રે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, CBIએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. જોકે, બાદમાં કેજરીવાલની લીગલ ટીમ દ્વારા જાણવા મળ્યું હતું કે, એજન્સી માત્ર પૂછપરછ માટે આવી હતી, હજુ સુધી ધરપકડ થઈ નથી.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલાં તો કોર્ટ તરફથી કોઈ રાહત નથી મળી રહી તો બીજી તરફ ED બાદ હવે CBI પણ કેજરીવાલની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ (CBIએ) મંગળવારે (25 જૂન) રાત્રે તિહાડ જેલમાં બંધ કેજરીવાલની પૂછપરછ કરી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં આ પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે એજન્સીએ તેમનું સ્ટેટમેન્ટ પણ નોંધ્યું છે. તે જ દિવસે બપોરે કેજરીવાલને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો હતો. તેમના જામીન પર કોર્ટે સ્ટે લગાવી દીધો હતો.

    25 જૂને રાત્રે CBIએ તિહાડ જેલમાં બંધ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી હતી. આ સાથે જ એજન્સીએ ટ્રાયલ કોર્ટમાં કેજરીવાલને રજૂ કરવામાં માટેની પરવાનગી પણ મળી ગઈ છે. કેજરીવાલને બુધવારે (26 જૂન) કોર્ટમાં રજૂ કરવામાં આવશે. માહિતી અનુસાર, કોર્ટમાં રજૂ કરતાં સમયે જ CBI તેમની ધરપકડ કરી શકે છે. તેથી EDની કસ્ટડી બાદ હવે CBI પણ તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી શકે છે.

    25 જૂનની રાત્રે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, CBIએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. જોકે, બાદમાં કેજરીવાલની લીગલ ટીમ દ્વારા જાણવા મળ્યું હતું કે, એજન્સી માત્ર પૂછપરછ માટે આવી હતી, હજુ સુધી ધરપકડ થઈ નથી. એજન્સી કેજરીવાલની પૂછપરછ કરીને તિહાડ જેલમાંથી રવાના થઈ ગઈ હતી. કેજરીવાલની ધરપકડ માટે કોર્ટમાં જવું પણ જરૂરી છે. કારણ કે, કેજરીવાલ હાલ EDની કસ્ટડીમાં છે. તેથી CBI તેમને કોર્ટની સામે જ ધરપકડ કરીને લઈ જઈ શકે છે.

    - Advertisement -

    નોંધવા જેવુ છે કે, CBI અને EDએ દિલ્હી લિકર પોલિસી મામલે ગેરરીતિને લઈને ઓગસ્ટ 2022માં કેસ નોંધ્યો હતો. જ્યારે EDએ 21 માર્ચના રોજ લિકર પોલિસી કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી જ ધરપકડ કરી લીધી હતી. તેમને 1 એપ્રિલના રોજ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 25 જૂનના રોજ તિહાડ જેલમાં કેજરીવાલના 87 દિવસ પૂર્ણ થયા છે અને હજુ પણ લાંબા સમય સુધી રહેવું પડે તેવી સંભાવના છે.

    ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણી માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલ તે જ દિવસે જેલમાંથી બહાર આવ્યા હતા. તેમણે 1 જૂન સુધી ચૂંટણી પ્રચાર બાદ 2 જૂનના રોજ સાંજે 5 વાગ્યે તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું. હાલમાં તેઓ 3 જુલાઇ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. હવે CBI પણ તેમની ધરપકડને લઈને કાર્યવાહી તેજ કરી છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્વભાવ મુજબ કેન્દ્ર સરકારને ભાંડવાનું શરૂ કરી દીધું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં