છેલ્લા કેટલાક સમયથી હિંદુ મહિલાઓ-યુવતીઓ બળાત્કારનો ભોગ બની હોય તેવા કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. થોડા સમય પહેલા અમદાવાદની હિંદુ યુવતી પર કડીના અલ્ફાઝ કાઝીએ બળાત્કાર કર્યો હતો. બાદમાં ધાનેરાના સ્પા સંચાલક જેડી ખાને મહિલાને બળાત્કારનો ભોગ બનાવી. પાટણના સાહિલે સગીરાનો દેહ ચૂંથ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે રાજકોટમાં અરશદ ઇલિયાસે પરિવારને મારી નાંખવાની ધમકી આપી હિંદુ નર્સ પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર રૈયા ચોકડી નજીક પોતાના પરિવાર સાથે રહેતી 24 વર્ષીય હિંદુ યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે પિતાને મદદરૂપથવા નજીકની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. આરોપી અરશદ પણ તેની સાથે તે જ હોસ્પિટલમાં નોકરી કરે છે. સાથે નોકરી કરતા હોવાના કારણે બંને એકબીજાથી પરિચિત હતા. કામના અનુસંધામાં બંનેને ક્યારેક ફોન પર પણ વાત થઈ જતી. થોડા સમય બાદ જ અરશદે યુવતીને પ્રેમ સંબંધ રાખવા પૃછા કરી હતી.
જોકે પીડિતાએ તેની સાથે સંબંધ રાખવાની સ્પષ્ટ ના પડી દીધી હતી. યુવતીએ ના પાડવા છતાં અરશદ વારંવાર તેને ફોન કરીને સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો. એક વાર યુવતીએ અરશદને ફોન કરવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલો અરશદ સીધો યુવતીના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં તેણે યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે તેની ધમકીઓથી ડરી જઈને યુવતીએ તેને હા પાડી હતી.
યુવતીએ હા પડતા જ અરશદને જાણે છુટ્ટો દોર મળી ગયો હતો. તે યુવતીને અમદાવાદ લઈ આવ્યો હતો, જ્યાં તેની પર બળજબરી કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, પીડિતાના ઘરે જયારે કોઈ ન હોય ત્યારે પણ અરશદ ત્યાં ધસી જતો અને તેની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતો. મરજી વિરુદ્ધ બળાત્કારથી પીડિતા ત્રાસી ગઈ હતી. અંતે તેણે આ મામલે પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારે તેને હિંમત આપતા અંતે તેણે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી મોરબીના વાંકાનેર ખાતેના કાનપર ખાતે રહેતા અરશદ ઇલિયાસ સેરસીયા વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ થઈ જતા પોલીસે તેનું મેડીકલ ચેકઅપ કરાવવા સહિતની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.