Friday, October 18, 2024
More
    હોમપેજગુજરાતસુરત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે ₹10 લાખની લાંચ માંગ્યાની ACBમાં...

    સુરત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે ₹10 લાખની લાંચ માંગ્યાની ACBમાં નોંધાઈ ફરિયાદ: પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરે CCTV સહિતના પુરાવા રજૂ કર્યા

    પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટર હિતેશ સવાણીએ સુરત ACB ખાતે લાંચની ફરિયાદ નોંધાવી છે. તેમણે સુરતના AAPના કોર્પોરેટરો જિતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા પર ₹10 લાખની લાંચ માંગ્યાનો આરોપ લગાવ્યો છે.

    - Advertisement -

    સુરત આમ આદમી પાર્ટીના (AAPના) બે કોર્પોરેટરો સામે ₹10 લાખની લાંચ માંગી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર હિતેશ સવાણીએ સુરત ACBમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો છે કે, સુરતના AAPના કોર્પોરેટરો જિતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયાએ તેમની પાસેથી ₹10 લાખની લાંચ માંગી છે. આ સાથે ફરિયાદમાં સુરત મહાનગરપાલિકાના એક અધિકારીની પણ આ મામલે સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    બુધવારે (19 જૂન, 2024) પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટર હિતેશ સવાણીએ સુરત ACB ખાતે લાંચની ફરિયાદ નોંધાવી છે. તેમણે સુરતના AAPના કોર્પોરેટરો જિતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા પર ₹10 લાખની લાંચ માંગ્યાનો આરોપ લગાવ્યો છે. આ સાથે ફરિયાદમાં એવું પણ કહેવાયું છે કે, AAPના બંને કોર્પોરેટરોએ પહેલાં ₹11 લાખની માંગણી કરી હતી, પરંતુ ત્યારબાદ સમજાવટના આધારે ₹10 લાખની માંગણી કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે ACBને ઓડિયો રેકોર્ડીંગ, પેનડ્રાઇવ, CCTV ફૂટેજ સહિતના પુરાવા પણ આપ્યા છે.

    આ સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી પણ લાંચ લેવાની કોર્પોરેટરોની આ ટોળકી સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે કહ્યું છે કે, SMCના અધિકારી આ મામલે વારંવાર સમાધાન કરવા માટેનું કહી રહ્યા છે. હાલ ACBએ આ મામલે ફરિયાદ નોંધી લીધી છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, AAPના બંને કોન્ટ્રાકટરોએ જ્યાં પે એન્ડ પાર્ક ચાલી રહ્યું છે, તે સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં અનેક ગેરરીતિઓ પકડી પાડી હોવાનું કહીને કોન્ટ્રાકટર પાસેથી લાંચની માંગણી કરી હતી. પહેલાં 11 લાખની માંગણી કરી હતી અને ત્યારબાદ 10 લાખની રકમ સાથે સમાધાન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ફરિયાદમાં વધુમાં કહેવાયું છે કે, કોન્ટ્રાકટર જ્યારે લાંચ મામલે પતાવટ માટે ગયા હતા, ત્યારે બધાના મોબાઈલ પણ બહાર મુકાવી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમણે પહેલાંથી ઇલેક્ટ્રોનિક રેકોર્ડીંગ માટેની વ્યવસ્થા કરી હતી. તે સમગ્ર ઘટનાક્રમનું રેકોર્ડીંગ તેમની પાસે હોવાનો તેમણે દાવો કર્યો છે. ફરિયાદ મળ્યા બાદ તરત જ ACBના અધિકારીઓએ આ દિશામાં તપાસ હાથ ધરી દીધી છે. જો તમામ આરોપો સાચા ઠરશે તો આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં