કુવૈતની ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં મૃતકોનો આંકડો 49 પર પહોંચ્યો છે, જેમાંથી 41 ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. જે ઈમારતમાં આગ લાગી તેમાં વિદેશી કામદારો જ મોટા પ્રમાણમાં રહેતા હતા. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ, ઘણા લોકોને ઈજા પણ પહોંચી છે, જેઓ હાલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠક યોજીને ઘટના વિશે જાણકારી મેળવી હતી. તેમણે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહને તાત્કાલિક કુવૈત પહોંચવા નિર્દેશ કર્યા છે.
ઓડિશામાં નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાંથી પરત ફર્યા બાદ વડાપ્રધાન મોદીએ એક બેઠક યોજી હતી અને ઘટના અને વર્તમાન સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
PM holds a meeting to review the situation relating to the fire incident in Kuwait pic.twitter.com/fIkvK6CGEW
— Aman Sharma (@AmanKayamHai_) June 12, 2024
ઘટના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, કુવૈત શહેરમાં અગ્નિકાંડ દુઃખદ છે. જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે તેમના પ્રત્યે સાંત્વના. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસ સ્થિતિ પર નજર રાખી રાખ્યું છે અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને જેઓ અસરગ્રસ્ત થયા છે તેમને મદદ પૂરી પાડવામાં આવશે.
The fire mishap in Kuwait City is saddening. My thoughts are with all those who have lost their near and dear ones. I pray that the injured recover at the earliest. The Indian Embassy in Kuwait is closely monitoring the situation and working with the authorities there to assist… https://t.co/cb7GHN6gmX
— Narendra Modi (@narendramodi) June 12, 2024
બીજી તરફ, PM મોદીએ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહને તાત્કાલિક કુવૈત પહોંચવા માટે નિર્દેશ કર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ બાબતની જાણકારી આપી અને જણાવ્યું કે કુવૈતમાં અગ્નિકાંડમાં ઈજા પામેલા લોકોની મદદ માટે અને સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને મૃતકોના પાર્થિવ દેહ પરત લાવવાની પ્રક્રિયા માટે વિદેશ રાજ્ય મંત્રી કુવૈત પહોંચી રહ્યા છે.
As directed by PM Shri @narendramodi Ji, we are immediately departing for Kuwait to provide assistance to those injured in the fire tragedy and to coordinate with local authorities for early repatriation of mortal remains of those who have died in this unfortunate incident. https://t.co/AL1ddgmAVa
— Kirti Vardhan Singh (@KVSinghMPGonda) June 12, 2024
ઘટનામાં 40થી વધુ ભારતીયો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. ઘટના સ્થાનિક સમય પ્રમાણે સવારે 6 વાગ્યાની આસપાસ (ભારતના સમય પ્રમાણે 9 વાગ્યે) બની હતી. જોકે, આગ લાગવાનું કારણ હાલ તપાસવામાં આવી રહ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, ઇમારતમાં ક્ષમતા કરતાં પણ વધુ કામદારો રહેતા હતા અને જેને લઈને અગાઉ પણ સ્થાનિક તંત્રે સૂચના આપી હતી. કુવૈતના ડેપ્યુટી PMએ ઘટના પર ટિપ્પણી કરતાં કહ્યું કે, રિયલ એસ્ટેટ એજન્ટોની વધુ પડતી લાલચના કારણે આવી ઘટના બને છે.
મામલાની તપાસ હાલ કરવામાં આવી રહી છે. કુવૈત અને ભારત સરકાર એકબીજાના સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે.