Friday, October 18, 2024
More
    હોમપેજદેશઆંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ લીધા મુખ્યમંત્રી પદના શપથ: ઐતિહાસિક સમારોહમાં PM મોદી...

    આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ લીધા મુખ્યમંત્રી પદના શપથ: ઐતિહાસિક સમારોહમાં PM મોદી અને અમિત શાહ રહ્યા ઉપસ્થિત, પવન કલ્યાણે પણ લીધા શપથ

    આંધ્ર પ્રદેશમાં અને ઓડિશામાં ભાજપ અને NDAની સરકાર બનવા જઈ રહી છે, જે અંતર્ગત હવે શપથગ્રહણ સમારોહ પણ યોજવામાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ અને ઓડિશામાં મોહન માઝી મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે.

    - Advertisement -

    આંધ્ર પ્રદેશમાં અને ઓડિશામાં બુધવારે (12 જૂન) શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશમાં NDA સરકારનો શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ યોજાયા છે. મુખ્યમંત્રી તરીકે આ તેમનો ચોથો કાર્યકાળ હશે. તો બીજી તરફ ઓડિશામાં પ્રથમ વખત ભાજપ પોતાની સરકાર બનાવી રહી છે. ભાજપ નેતા મોહન માઝી મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ બંને શપથગ્રહણ સમારોહમાં PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

    બુધવારે (12 જૂન, 2024) આંધ્ર પ્રદેશમાં અને ઓડિશામાં ભાજપ અને NDAની સરકાર બનવા જઈ રહી છે, જે અંતર્ગત હવે શપથગ્રહણ સમારોહ પણ યોજવામાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ અને ઓડિશામાં મોહન માઝી મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આંધ્ર પ્રદેશની વાત કરવામાં આવે તો, વિજયવાડામાં ગન્નાવરમ એરપોર્ટની નજીક કેસરપલ્લી IT પાર્કમાં શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

    તે સાથે જ અભિનેતામાંથી નેતા બનેલા જનસેનાના પ્રમુખ પવન કલ્યાણ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. TDP મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશ અને જનસેના નેતા મનોહર પણ શપથગ્રહણ કરી શકે છે. નોંધનીય છે કે, નાયડુને મંગળવારે (11 જૂન) આંધ્ર પ્રદેશમાં NDA વિધાયક દળના નેતા તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. પવન કલ્યાણને વિધાનસભામાં ફ્લોર લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નાયડુ અને કલ્યાણે સાથે મળીને રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

    - Advertisement -

    આંધ્ર પ્રદેશ ખાતે શપથગ્રહણ સમારોહ પૂર્ણ થયા બાદ લગભગ સાંજે 5 કલાકે ઓડિશામાં પણ શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. ઓડિશામાં પહેલી વખત ભાજપ સરકાર બનવા જઈ રહી છે. ભુવનેશ્વરના જનતા મેદાનમાં મોહન ચરણ માઝી ઓડિશાના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ ઓડિશાના અગ્રણી આદિવાસી નેતા પણ છે.

    શપથગ્રહણ સમારોહમાં PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, મંગળવારે (11 જૂન) ભુવનેશ્વરમાં ભાજપ તરફથી આવેલા ઑબ્ઝર્વર રાજનાથ સિંઘ અને ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાજપ વિધાયક દળની બેઠક થઈ હતી, જેમાં સર્વસંમતિથી મોહન માઝીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં